________________
ટિપ્પણ અધ્યયન ૯ઃ નમિ-પ્રવ્રયા
૧. ઉત્પન્ન થયો (વન્નો)
આગમોમાં આ શબ્દ બહુ વપરાયો છે. તેનો સામાન્ય અર્થ છે–ઉત્પત્તિ. દેવતા અને નૈરયિક ઉપરાંત મનુષ્ય (ઉત્તરાધ્યયન ૯૫૧), સ્થાવરકાય (સૂત્રકૃતાંગ રા૭/૧૦) તથા ત્રસકાય (સૂત્રકૃતાંગ રાગ૧૬)ની ઉત્પત્તિમાં પણ આ શબ્દ પ્રયોજાયો છે. ઉત્તરવર્તી સાહિત્યમાં આ શબ્દ દેવતા અને નારકની ઉત્પત્તિના અર્થમાં રૂઢ થઈ ગયો. તત્ત્વાર્થમાં ‘તારવાનામુપતિ:એવો પ્રયોગ મળે છે. * ઉપધાતનો અર્થ પણ ઉત્પત્તિ છે. પરંતુ ઉત્પત્તિ અને ઉપપાતની પ્રક્રિયા ભિન્ન છે. ગર્ભજ અને સમૂર્ઝનજ પ્રક્રિયા ઉત્પત્તિની પ્રક્રિયા છે. ઉપરાતની પ્રક્રિયામાં ઉત્પન્ન થનાર જીવ અંતર્મુહૂર્તમાં યુવાન બની જાય છે. ૨. તેનો મોહ ઉપશાત્ત હતો (વસંતગિmો)
અહીં ઉપશમનો અર્થ—અનુદયાવસ્થા છે. પ્રસ્તુત પ્રસંગમાં ચૂર્ણિકારે દર્શનમોહ અને ચારિત્રમોહ–બંનેની ઉપશાંત દશાનો ઉલ્લેખ કર્યો છે. વૃત્તિમાં માત્ર દર્શનમોહનીયની ઉપશાંત દશાનો ઉલ્લેખ છે.*
જાતિસ્મરણ જ્ઞાન માટે ચારિત્ર મોહનીયનું ઉપશાંત થવું પણ આવશ્યક છે. શુભ પરિણામ અને લશ્યાની વિશુદ્ધિની ક્ષણોમાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ૩. પૂર્વજન્મની સ્મૃતિ થઈ (વર પોળ નાડું)
જાતિનો અર્થ ઉત્પત્તિ કે જન્મ છે. આત્મવાદ અનુસાર જન્મની પરંપરા અનાદિ છે. એટલા માટે તેને પુરાણ કહેલ છે. પુરાણ-જાતિ અર્થાત્ પૂર્વજન્મ. પૂર્વજન્મની સ્મૃતિને “જાતિસ્મરણ જ્ઞાન' કહેવામાં આવે છે. આ મતિજ્ઞાનનો એક પ્રકાર છે." તેના દ્વારા પૂર્વવર્તી સંખ્યય જન્મોની સ્મૃતિ થાય છે. તે બધા સમનસ્ક જન્મ હોય છે. પ્રચલિત ધારણા એવી છે કે જાતિસ્મરણ વડે ઉત્કૃષ્ટ રીતે પૂર્વના નવ જન્મો જાણી શકાય છે.
કોઈ હેતુથી સંસ્કારનું જાગરણ થાય છે અને અનુભૂત વિષયની સ્મૃતિ થઈ આવે છે. સંસ્કાર મસ્તિષ્કમાં સંચિત થાય છે, પ્રયત્ન કરવાથી તે જાગૃત બની જાય છે. આજકાલ મસ્તિષ્ક પર યાંત્રિક વ્યાયામ કરી શિશુ-જીવનની ઘટનાઓની સ્મૃતિ કરાવવામાં આવે છે. આ બધી વર્તમાન જીવનની સ્મૃતિની પ્રક્રિયા છે. પૂર્વ-જન્મના સંસ્કાર સૂમ-શરીર–કાશ્મણ-શરીરમાં સંચિત રહે છે. મનની એકાગ્રતા તથા પૂર્વ-જન્મને જાણવાની તીવ્ર અભિલાષાથી અથવા કોઈ અનુભૂત ઘટનાની પુનરાવૃત્તિ જો ઈન જાતિસ્મરણ થઈ જાય છે. જૈન-આગમોમાં તેના અનેક ઉલ્લેખો છે. વર્તમાનમાં પણ આને લગતી ઘટનાઓ સાંભળવામાં આવે છે.
પૂર્વ જન્મની સ્મૃતિના ચાર કારણો નિર્દિષ્ટ છે૧, મોહનીય કર્મનો ઉપશમ.
૧. તન્વાર્થ વાર્તિા , ૨ રૂ ! ૨. એજન, રારૂ૨, માથા 3. उत्तराध्ययन चूर्णि, पृ. १८० : उवसंतमोहणिज्जो
दसणमोहणिज्जं चरित्रमोहणिज्जं च उवसंतं जस्स सो
भवति उवसंतमोहणिज्जो। ४. बृहद्वृत्ति, पत्र ३०६ : उपशान्तं-अनुदयं प्राप्त
मोहनीयं-दर्शनमोहनीयं यस्यासावुपशान्तमोहनीयः । ५. आयारो १३, वृत्ति पत्र १८ : जातिस्मरणं त्वाभिनि
बोधिकविशेषः। ૬. એજન, શરૂ,વૃત્તિપત્ર :ગતિમાનુ નિગમત:
संख्येयान्। ७. नायाधम्मकहाओ १।१९०।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org