________________
નમિ-પ્રવ્રજ્યા
૨૪૯
અધ્યયન-૯ : આમુખ
પધરથ શ્રમણ થઈ ગયા પછી ‘નમિ’ મિથિલાનો રાજા બન્યો. એક વાર તે દાહજવરથી ઘેરાયો. છ મહિના સુધી ઘોર વેદના રહી. ઉપચારો કરવામાં આવ્યા. દાહજવર શાંત કરવા માટે રાણીઓ પોતે જ ચંદન ઘસતી. એક વાર બધી રાણીઓ ચંદન ઘસી રહી હતી. તેમના હાથમાં પહેરેલાં કંકણો રણકી રહ્યાં હતાં. તે અવાજથી નમિ ખિન્ન થઈ ગયા. તેમણે કંકણ ઉતારી નાખવા કહ્યું, બધી રાણીઓએ સૌભાગ્ય-ચિહ્ન સ્વરૂપ એક-એક કંકણ છોડીને બાકીના બધાં કંકણો ઊતારી નાખ્યાં.
કેટલીકવાર પછી રાજાએ પોતાના મંત્રીને પૂછ્યું – કંકણનો અવાજ કેમ સંભળાતો નથી ?' મંત્રીએ કહ્યું‘સ્વામી ! કંકણોના ઘર્ષણથી થતો અવાજ આપને ગમતો ન હતો. એટલા માટે બધી રાણીઓએ એક-એક કણ પહેરી રાખીને બાકીના બધા ઉતારી નાખ્યાં છે. એક કંકણથી ઘર્ષણ થતું નથી અને ઘર્ષણ વિના અવાજ આવે શી રીતે ?'
રાજા નમિ પ્રબદ્ધ બની ગયો. તેણે વિચાર્યું કે ‘સુખ એકલાપણામાં છે. જયાં ઇન્દ્ર છે—બે છે–ત્યાં દુ:ખ છે.’ વિરક્તભાવમાં તે આગળ વધ્યો. તેણે પ્રવ્રજિત થવાનો દૃઢ સંકલ્પ કર્યો.
અકસ્માત જ નમિને રાજય છોડી પ્રવ્રજિત થતો જોઈ તેની પરીક્ષા લેવા માટે ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધારણ કરી આવે છે, પ્રણામ કરી નમિને લલચાવવા માટે અનેક પ્રયત્નો કરે છે અને કર્તવ્યનો ઉપદેશ આપે છે. રાજા નમિ બ્રાહ્મણને અધ્યાત્મની ગહન વાત બતાવે છે અને સંસારની અસારતાનો ઉપદેશ આપે છે.
ઇન્દ્ર કહ્યું–“રાજન ! હાથમાં રહેલ રમણીય ભોગોને છોડીને પરોક્ષ કામ-ભોગોની ઇચ્છા કરવી શું યોગ્ય કહી શકાય?' (શ્લોક ૫૧), રાજાએ કહ્યું- બ્રાહ્મણ ! કામ-ભોગો ત્યાજય છે, તે બધા શલ્ય છે, વિષ-સમાન છે, આશીવિષ સર્પ સમાન છે. કામ-ભોગોની ઇચ્છા કરનાર તેમનું સેવન ન કરવા છતાં પણ દુર્ગતિ પ્રાપ્ત કરે છે (શ્લોક ૫૩).”
‘આત્મ-વિજય જ પરમ વિજય છે –આ તથ્ય સ્પષ્ટ અભિવ્યક્ત થયું છે. ઇન્દ્ર કહ્યું- “રાજન ! જે કોઈ રાજાઓ તમારી સામે ઝુકતા નથી, પહેલાં તેમને વશ કરો, પછી મુનિ બનજો (શ્લોક ૩૨).' નમિએ કહ્યું– જે મનુષ્ય દુર્જય સંગ્રામમાં દસ લાખ યોદ્ધાઓને જીતે છે, તેની અપેક્ષાએ જે વ્યક્તિ એક આત્માને જીતે છે, તે તેનો પરમ વિજય છે. આત્માની સાથે યુદ્ધ કરવું જ શ્રેયસ્કર છે. બીજાઓની સાથે યુદ્ધ કરવાથી શું લાભ ? આત્માને આત્મા વડે જીતીને મનુષ્ય સુખ પામે છે. પાંચ ઇન્દ્રિયો તથા ક્રોધ, માન, માયા, લોભ અને મન–આ બધાં દુર્જેય છે. એક આત્માને જીતી લેવાથી આ બધાને જીતી શકાય છે (શ્લોક ૩૪-૩૬).'
‘સંસારમાં ન્યાય-અન્યાયનો વિવેક નથી'-આની સ્પષ્ટ અભિવ્યક્તિ અહીં થઈ છે. ઇન્દ્ર કહ્યું–“રાજન ! હજી તું ચોર, લુટારા, ખિસાકાતરૂઓનો નિગ્રહ કરી નગરમાં શાંતિ સ્થાપિત કર, પછી મુનિ બનજે (શ્લોક ૨૮).' નમિએ કહ્યું–‘બ્રાહ્મણ ! મનુષ્યો દ્વારા અનેક વખત મિથ્યા-દંડનો પ્રયોગ કરવામાં આવે છે. અપરાધ નહિ કરનારા પકડાઈ જાય છે અને અપરાધ કરનારા છૂટી જાય છે (શ્લોક ૩૦) .'
આ રીતે આ અધ્યયનમાં જીવનના સમગ્ર દૃષ્ટિકોણને ઉપસ્થિત કરાયેલ છે. દાનથી સંયમ શ્રેષ્ઠ છે (શ્લોક ૪૦), અન્યાન્ય આશ્રમોમાં સંન્યાસ આશ્રમ શ્રેષ્ઠ છે (શ્લોક ૪૪), સંતોષ ત્યાગમાં છે, ભોગમાં નથી (શ્લોક ૪૮-૪૯) વગેરે વગેરે ભાવનાઓનો સુંદર નિર્દેશ છે. જયારે ઈન્દ્ર જોયું કે રાજા નમિ પોતાના સંકલ્પમાં અડગ છે, ત્યારે તેણે પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું અને નમિની સ્તુતિ કરી ચાલ્યો ગયો.
પ્રસ્તુત અધ્યયનમાં બ્રાહ્મણવેશધારી ઇન્દ્ર રાજા નમિને રાજયધર્મના વિવિધ કર્તવ્યોની યાદ આપે છે અને મહર્ષિ નમિ તે બધા કર્તવ્યોના પ્રતિપક્ષમાં આત્મધર્મની વાત કરે છે. આ રીતે આ અધ્યયનમાં રાયધર્મ અને આત્મધર્મના અનેક મુદ્દાઓ અભિવ્યક્ત થયા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org