SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ઉરભ્રીય ૨૧૫ અધ્યયન-૭: શ્લોક ૧૪-૧૬ ટિ ૨૩-૨૫ ૧ પૂર્વ ૨૩. અનેક વર્ષ નયુત (અસંખ્યકાળ)ની ( વાણ૩) વર્ષોના અનેક ‘નયુત—અર્થાત્ પલ્યોપમ, સાગરોપમ. ‘નયુત” એક સંખ્યાવાચી શબ્દ છે. તે પદાર્થની ગણતરીમાં પણ પ્રયુક્ત થાય છે અને આયુષ્યકાળની ગણતરીમાં પણ. અહીં આયુષ્યકાળની ગણતરી કરવામાં આવી છે. આથી તેની પાછળ વર્ષ શબ્દ જોડવો પડે. ‘વર્ષ-નયુત' વર્ષોની સંખ્યા આપે છે. ‘નયુત'માં જેટલા વર્ષ હોય છે તેનું પરિમાણ આ રીતે છે--- ૮૪,0,000 વર્ષ ૧ પૂર્વક ૮૪,૦૦,૦૦૦ પૂર્વક ૮૪,૦૦,000 પૂર્વ ૧ નયુતાંગ ૮૪,OOOO નયુતાંગ ૧ નયુત (૮૪ લાખ x ૮૪ લાખ x ૮૪ લાખ X ૮૪ લાખ )= એક નયુત. અર્થાત્ એક નયુતમાં આટલાં– ૪૯,૭૮,૬૧,૩૬,૦૦૦,000,00,000,00,00,00,000 વર્ષ થશે. ૨૪. સો વર્ષ જેટલાં અલ્પ જીવન માટે (કો વાણિયાGU) આનો શાબ્દિક અર્થ છે–સો વર્ષ જેટલાં ઓછા આયુષ્ય માટે ચૂર્ણિ અનુસાર ભગવાન મહાવીરે જયારે ધર્મનું પ્રતિપાદન કર્યું ત્યારે સામાન્યપણે મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું હતું. આ આયુષ્ય “નયુત’ની અપેક્ષાએ ઘણું ઓછું છે. વૃત્તિ અનુસાર ભગવાન મહાવીરના તીર્થમાં મનુષ્ય ઘણે ભાગે સો વર્ષ જેટલા ન્યૂન આયુષ્યવાળા હતા.' પ્રસ્તુત શ્લોકમાં વિષય અને આયુષ્યની તુલના કરવામાં આવી છે. સ્વર્ગની સ્થિતિ દીર્ઘકાલીન હોય છે. તેની તુલનામાં મનુષ્ય-જીવનની સ્થિતિ અલ્પકાલીન બતાવવામાં આવી છે. ૨૫. (શ્લોક ૧૪-૧૬). સૂત્રકારે બે શ્લોકો (૧૪-૧૫)માં એક વ્યાવહારિક ઉપમાનો ઉલ્લેખ કર્યો છે. સોળમા શ્લોકમાં તે કથાનું નિગમન રજૂ કર્યું છે. નેમિચન્દ્ર સરસ શબ્દોમાં તે કથાનો વિસ્તાર આ પ્રમાણે કર્યો છે એક ધનિક વાણિયાના ત્રણ પુત્રો હતા. તેણે પોતાના પુત્રોની બુદ્ધિ, વ્યવસાયિક કુશળતા, પુણ્યશાળીપણું અને પુરુષાર્થની પરીક્ષા લેવા વિચાર્યું. તેણે એક ઉપાય કર્યો. ત્રણ પુત્રોને એક-એક હજાર કાર્દાપણ આપતા તેણે કહ્યું – “આ મૂડીમાંથી તમે ત્રણે ધંધો કરો અને અમુક સમય પછી મારી પાસે મૂડી લઈ પાછા આવો’ તે ત્રણે મૂળ મૂડી લઈ પોતાના નગરથી નીકળી પડ્યા અને જુદા જુદા નગરોમાં વ્યાપાર કરવા માટે ગોઠવાયા. એકે વિચાર્યુ-પિતાજી અમારી પરીક્ષા કરવા ઈચ્છે છે. એટલા માટે તેમણે પરદેશ મોકલ્યો છે. હવે મારું કર્તવ્ય છે કે હું પ્રચર ધન ઉપાર્જિત કરું અને પિતાજીને સંતોષ પહોંચાડે. જે મનુષ્ય પુરુષાર્થ નથી કરતો તે માત્ર “હડફા' જેવો હોય છે, માત્ર ઘાસના પૂતળા જેવો હોય છે. એટલા માટે જાતે પુરુષાર્થ કરવો જરૂરી છે. મારા માટે અર્થોપાર્જનનો આ સુંદર અવસર છે. કહાં પણ છે કે–પ્રથમે માનતા વિદ્યા, દિત નાનાં ધનં. તૃતીયે ન તપસ્તાં, વતર્થે હિં રિષ્યતિ ? જે વ્યક્તિએ પોતાની પહેલી વયમાં વિદ્યાનું અધ્યયન નથી કર્યું, બીજી વયમાં ધન કમાયો નથી અને ત્રીજામાં તપશ્ચર્યા કરી નથી–સાધના કરી નથી, તે અંતિમ વયમાં શું કરવાનો હતો?' આમ વિચારી તે ધનોપાર્જનમાં લાગ્યો. સાદગીમય જીવન જીવવાનું લક્ષ્ય બનાવ્યું અને જુગાર વગેરે વ્યસનોથી દૂર રહી નિષ્ઠાપૂર્વક વ્યાપાર કરવા લાગ્યો. વ્યાપાર ચાલ્યો અને તેને વિપુલ લાભ થયો. ૧. ઉત્તરાધ્યયન મૂળ, પૃ. ૬૩: અાવતા વસિસનાડાસુ મrણું ૨. વૃદ્ધત્ત, પત્ર ૨૭૮ : અવતશ થરથ તીર્થે પ્રાયો ચૂનधम्मो पणीतो इत्यतः ऊणे वाससयाउए। वर्षशतायुष एव जन्तव इतीथमुपन्यासः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy