________________
ઉત્તરજઝયણાણિ
૨૧૬
અધ્યયન-૭: શ્લોક ૧૪-૧૬, ૧૭ટિ ૨૫-૨૬
બીજા છોકરાએ વિચાર્યું–‘અમારા ઘરમાં ધનની કમી નથી. પ્રચુર ધન છે અમારી પાસે. પરંતુ નવું કંઈક કમાયા વિના તે ધન પણ ક્યારેક ને ક્યારેક ખતમ થઈ જશે. એટલા માટે મારે મુળ ધનની સુરક્ષા કરવી જોઈએ. તે વ્યાપાર કરવા લાગ્યો, જે નફો થતો તે ભોજન વગેરેમાં ખર્ચી નાખતો, કંઈપણ બચાવતો નહિ.
ત્રીજા છોકરાએ વિચાર્યું– વિચિત્ર છે કે અમારા ઘરમાં સાત પેઢી સુધી ખર્ચાએ તો પણ ખૂટે નહિ એટલું ધન છે. પરંતુ પિતાજી વૃદ્ધ છે. એમનામાં વિચારવાની શક્તિ નથી. ધન ખૂટી ના પડે એટલા માટે તેમણે અમને પરદેશ મોકલી દીધા. સાચું જ કહ્યું છે કે
पंचासा वोलीणा, छट्ठाणा नूणं जंति पुरिसस्स ।
रूवाणा ववसायो, हिरि सत्तोदारया चेव ॥ જયારે વ્યક્તિ પચાસ વર્ષની વયને પાર કરી જાય છે ત્યારે તેનામાં છ ખામીઓ આવે છે–(૧) રૂપ ઓછું થાય છે. (૨) આજ્ઞા દેવાની ક્ષમતા રહેતી નથી, (૩) વ્યવસાય કરવાની નિપુણતા ઓછી થાય છે, (૪) શરમહીનતા, (૫) શક્તિની ન્યૂનતા અને (૬) ઉદારતાની કમી.
હું શા માટે ધન કમાવાની ઉપાધિમાં પડું?’ આમ વિચારી તેણે વ્યાપાર ન કર્યો અને માત્ર જુગાર, મદ્ય, માંસ વગેરેના સેવનમાં લાગ્યો રહ્યો. થોડાક જ દિવસમાં તેની મૂળ મૂડી વપરાઈ ગઈ.
સમયની મુદત પૂરી થઈ. ત્રણે પોતાના નગરમાં પાછા ફર્યા. જે પુત્રે પોતાની મૂળ મૂડી પણ ગુમાવી હતી પિતાએ તેને પોતાના જ ઘરમાં નોકરની માફક રહેવા માટે ફરજ પાડી. જેણે મૂળ મૂડીની સુરક્ષા કરી હતી તેને ઘરનું કામકાજ સોંપ્યું અને જેણે મૂડી વધારી હતી તેને ઘરના સ્વામી તરીકે નિયુક્ત કર્યો
આ જ કથાની બીજી પરંપરા આવી છે–
ત્રણે વેપાર કરવા લાગ્યા. જેણે પોતાની મૂળ મૂડી ખોઈ નાખી હતી તે આગળ વ્યાપાર કરવા માટે અશક્તિમાન બની ગયો. પછી તેણે નોકરી શરૂ કરી. બીજાએ મૂળ મૂડીની સુરક્ષા કરી અને ફરી વ્યાપાર કરવા લાગ્યો. ત્રીજાએ મૂળ મૂડી એટલી વધારી કે તે પોતાના પરિવાર સાથે આનંદથી રહેવા લાગ્યો.'
સોળમા શ્લોકનું નિગમન આ રીતે છે–
ત્રણ સંસારી જીવો મનુષ્ય યોનિમાં જન્મ્યા. તેમાંથી એક વ્યક્તિ સંયમ, આર્જવ, માર્દવ વગેરે ગુણોથી સમન્વિત બની મધ્યમ આરંભ અને પરિગ્રહપૂર્વક જીવનયાપન કરવા લાગ્યો. તે મરીને ફરી મનુષ્ય-ભવમાં આવ્યો. આ મૂળની સુરક્ષા છે. બીજો સમ્યફ-દર્શન અને ચારિત્રિક ગુણોયુક્ત બની સરાગ-સંયમનું પાલન કરી દેવલોકમાં ગયો. તેણે મૂળ મૂડી વધારી. ત્રીજાએ પોતાનું જીવન હિંસા વગેરેમાં વ્યતીત કરી મરીને નરક યોનિ કે તિર્યંચ-યોનિમાં જન્મ લીધો. આ મૂળ મૂડીને હારી જવાની વાત છે.
૨૬. વધ-હેતુક (વહમૂનિયા)
ચૂર્ણિ અનુસાર આનું સંસ્કૃત રૂપ વ્યધમૂર્તિા ' અને વૃત્તિ અનુસાર ‘વધપૂનિવ' છે. રાધ'નો અર્થ પ્રમારણ કે તાડન અને ‘વધ’નો અર્થ પ્રાણધાત, વિનાશ કે તાડન કરવામાં આવ્યો છે.
૧. સુષ્યવોથા, પત્ર ૨૨૬, ૨૦ | ૨. એજન, પત્ર ૨૨૦
૩. (ક) ઉત્તરાધ્યયન વૂળ, પૃ. ૨૬૪T
(ખ) વૃત્તિ , પત્ર ૨૮૦૫ (ગ) સુવવધા, પત્ર ૨૨૦I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org