SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૨૧૪ અધ્યયન-૭: શ્લોક ૧૩ ટિ ૨૦-૨૨ અનુયોગદ્વાર (સૂત્ર ૧૩૨)માં સોનું, ચાંદી, રત્નો વગેરે તોળવા માટેના કાટલામાં ગુંજા (ચણોઠી), કાકિણી વગેરેનો ઉલ્લેખ થયો છે. કાકિણીનું માપ સવા રતી ભાર માનવામાં આવ્યું છે. આ પણ ઉપર્યુક્ત તાલિકાના આધારે યોગ્ય લાગે છે. પાણિનીના વ્યાકરણમાં “જિળી'નો પ્રયોગ થયો નથી. તે પરથી એમ અનુમાન કરી શકાય કે તે સમયે તે સિક્કાનું પ્રચલન થયું નહિ હોય. ચાણક્ય તાંબાની સૂચિમાં તેનું નામ આપ્યું છે (કૌટિલીય અર્થશાસ્ત્ર, રા૧૯). બૌદ્ધ સાહિત્યમાં કાકિણી તથા કાર્દાપણનો ઉલ્લેખ મળે છે. આઠ કાકિણીનો એક કાર્ષાપણ થતો. ચાર કાકિણીના ત્રણ માસા થતા. કાત્યાયનના સૂત્ર પા ૧૩૩ ઉપરના બે વાર્તિકોમાં કાકિણી અને અકાકિણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાં એક, દોઢ અને બે કાકિણીના મૂલ્યથી મળનારી વસ્તુ માટે , અધ્વર્યાની અને દિવાળી પ્રયોગ સિદ્ધ કરવામાં આવ્યા છે. જુઓ-૨૦૪રમાં દીવો'નું ટિપ્પણ. ૨૦. હજાર (કાર્લાપણ) (સદ) સંદર્સ' શબ્દ દ્વારા હજાર કાર્દાપણ ઉપલક્ષિત કરવામાં આવ્યા છે એવો ચૂર્ણિ અને વૃત્તિનો મત છે. કાર્દાપણ એક પ્રકારનો સિક્કો છે. તેનું માપ, જે ધાતુ તોળવામાં આવે છે તેના આધારે જુદું જુદું હોય છે. જેમ કે જો સોનું હોય તો સોળ માસા, જો ચાંદી હોય તો સોળ પણ અથવા ૧૨૮૦ કોડી, જો તાંબુ હોય તો ૮૦ રક્તિકા (રતી) અથવા ૧૭૬ ગ્રેન વગેરે. નારદે (જેનો સમય ઇ.સ. ૧૦૦ અને ૩CO વચ્ચે આવે છે) એક સ્થાને કહ્યું છે કે ચાંદીનો કાર્દાપણ દક્ષિણમાં ચલણમાં હતો અને પ્રાચ્ય દેશમાં તે વીસ પણ બરાબર હતો તથા પંચનંદ પ્રદેશમાં વપરાતા કાષપણને તેઓ પ્રમાણભૂત માનતા ન હતા.' વિશેષ વિવરણ માટે જુઓ-૨૦૪૨નું ‘હાવો’ પરનું ટિપ્પણ. ૨૧. (શ્લોક ૧૧) આ શ્લોકમાં બે કથાઓનો સંકેત છે– ૧. એક કાકિણી માટે હજાર કાર્ષાપણ હારવા. તુલના सीलव्वयाई जो बहुफलाइं, हंतूण सुहमहिलसइ । धिइदुब्बलो तवस्सी, कोडीए कागिणिं किणइ ॥(उपदेशमाला, श्लोक १८८) ૨. કેરીમાં આસક્ત થઈને રાજાએ પોતાના જીવન અને રાજ્યને ખોવું. બંને કથાઓ માટે જુઓ–આમુખ, પૃ. ૨૦૨. ૨૨. પ્રજ્ઞાવાન પુરુષની (પાવો ) શાન્તાચાર્ય અનુસાર તે જ વ્યક્તિ પ્રજ્ઞાવાન કહેવાય છે જે જ્ઞાન અને ક્રિયા–બંનેથી યુક્ત હોય, જે હેય અને ઉપાદેયની વિવેક-બુદ્ધિથી યુક્ત હોય. નિશ્ચયનય અનુસાર ક્રિયરહિત પ્રજ્ઞા અપ્રજ્ઞા જ હોય છે.' નેમિચન્દ્ર અનુસાર પ્રકૃષ્ટ જ્ઞાન પ્રજ્ઞા છે. ક્રિયા-વિકલ્પ જ્ઞાન પ્રવૃષ્ટ હોતું જ નથી, કેમ કે તેમાં રાગ-દ્વેષ વગેરે ભળેલાં હોય છે. આથી તે અપ્રજ્ઞા જ છે.” — ૧. (ક) સંયુત્તરાય, રૂારારૂ II (ખ) યુરેટ્ટિ નાવ ૪, પ્રથમ ૭, પૃ. ૨૦૨ ૨. (ક) ૩જરાધ્યયન વૂ, . ર૬૨ / (ખ) વૃત્તિ , પત્ર ૨૭૬ : ‘પદ' , कार्षापणानामिति गम्यते। 3. Monier Monier-Williams, Sanskrit English Dictionary, p. 276. ૪. દિવ્ય ગ્રતા, પૃ. ૭૪, ૭૫ / ૬. સુરોથા, પત્ર ૨૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy