________________
ઉત્તરઝયણાણિ
૨૦૨
અધ્યયન-૭: આમુખ
આકાંક્ષા કરે છે જેવી રીતે ઘેટું મહેમાનની. (શ્લોક પ-૭)
ભગવાન મહાવીરે કહ્યું–થોડા માટે ઘણું ન ગુમાવો. જે એવું કરે છે તે પાછળથી પસ્તાય છે. આ ભાવના સૂત્રકારે છે દૃષ્ટાંતો વડે સમજાવી છે :
(૧) એક દમક હતું. તેણે ભીખ માગી-માગીને એક હજાર કાર્યાપણ એકઠાં કર્યા. એક વાર તે તે નાણાં સાથે લઈ એક સાર્થવાહની સાથે પોતાના ઘર તરફ જવા નીકળ્યો. રસ્તામાં ભોજન માટે તેણે એક કાર્દાપણમાંથી કાકિણીઓ લીધી અને રોજ-રોજ થોડી કાકિણીઓ ખર્ચા ભોજન લેતો રહ્યો. કેટલાક દિવસો વીત્યા. તેની પાસે એક કાકિણી બાકી બચી. તે એક જગ્યાએ તેને ભૂલી આવ્યો. કેટલેક દૂર જતાં તેને પેલી કાકિણી યાદ આવી. પોતાની પાસેની કાર્લાપણોની થેલીને એક જગ્યાએ દાટી અને કાકિણી લેવા દોડ્યો. પરંતુ તે કાકિણી તો કોઈ બીજાને હાથ ચડી ગઈ હતી. તે લીધા વિના જ પાછો ફર્યો
ત્યાં સુધીમાં કોઈ વ્યક્તિ પેલી કાર્દાપણની થેલી લઈને ભાગી ગઈ હતી. તે લૂંટાઈ ગયો. જેમ-તેમ તે ઘરે પહોંચ્યો અને પશ્ચાત્તાપમાં ડૂબી ગયો.'
(૨) એક રાજા હતો. તે ખૂબ કેરી ખાતો હતો. તેને કેરીનું અજીર્ણ થયું. વૈદ્યો આવ્યા. ચિકિત્સા કરી. તે સ્વસ્થ થઈ ગયો. વૈદ્યોએ કહ્યું–“રાજન ! જો તમે ફરી કેરી ખાશો તો જીવતા નહિ રહો.' તેણે પોતાના રાજ્યના બધા આંબા ઉખેડી નખાવ્યા. એક વાર પોતાના મંત્રી સાથે અક્રીડા માટે નીકળ્યો. ઘોડો ખૂબ દૂર નીકળી ગયો. તે થાકીને એક સ્થાન પર અટક્યો. ત્યાં ઘણા બધા આંબા હતા. મંત્રીએ મના કરવા છતાં પણ રાજા એક આંબા નીચે આરામ કરવા બેઠો. ત્યાં અનેક કેરીઓ પડી, હતી. રાજાએ તે લીધી અને સુંઘી અને તેને તે ખાવાની ઇચ્છા થઈ ગઈ. મંત્રીએ તેને વાર્યો પણ રાજા માન્યો નહિ. તેણે પેટ ભરીને કેરી ખાધી. તત્કાળ તે મૃત્યુ પામ્યો.
આ જ રીતે જે મનુષ્ય માનવીય કામભોગોમાં આસક્ત બને છે, થોડાક સુખને માટે મનુષ્યજન્મ ગુમાવી દે છે તે શાશ્વત સુખો હારી જાય છે. દેવતાઓના કામભોગો સામે મનુષ્યના કામભોગો તુચ્છ અને અલ્પકાલીન છે. બંનેના કામભોગોમાં આકાશ-પાતાળનું અંતર છે. મનુષ્યના કામભોગો દાભની અણી પર ટકેલાં જળબિંદુ જેવા છે અને દેવતાઓના કામભોગો સમુદ્રના અપાર જળ જેવા છે (શ્લોક ૨૩). આથી માનવીય કામભોગોમાં આસક્ત ન થવું જોઈએ.
જે મનુષ્ય છે અને આગળના જન્મમાં પણ મનુષ્ય બને છે, તે મૂળ મૂડી બચાવી રાખે છે. જે મનુષ્ય-જન્મમાં અધ્યાત્મનું આચરણ કરી આત્માને પવિત્ર બનાવે છે તે મૂળ મૂડીને વધારે છે. જે વિષય-વાસનામાં ફસાઈ મનુષ્ય-જીવન હારી જાય છે— તિર્યંચ કે નરકવાસમાં જાય છે તે મૂળને પણ ગુમાવી દે છે (શ્લોક ૧૫). આ આશય સૂત્રકારે નીચેના વ્યાવહારિક દૃષ્ટાંત વડ સમજાવ્યો છે :
એક વાણિયો હતો. તેના ત્રણ પુત્રો હતા. તેણે ત્રણેને એક એક હજાર કાર્દાપણ આપતાં કહ્યું–આમાંથી તમે ત્રણે વ્યાપાર કરો અને અમુક સમય પછી પોતપોતાની મૂડી લઈ મારી પાસે આવો.' પિતાની આજ્ઞા મેળવી ત્રણે પુત્રો વ્યાપાર માટે નીકળી પડ્યા. તેઓ એક નગરમાં પહોંચ્યા અને ત્રણે અલગ-અલગ સ્થાને રહેવા લાગ્યા. એક પુત્રે વ્યાપાર શરૂ કર્યો. તે સાદાઈથી રહેતો અને ભોજન વગેરે માટે ઓછો ખર્ચ કરી ધન એકઠું કરતો. તેણે આવી રીતે ઘણું ધન એકઠું કર્યું. બીજા પુત્રે પણ વ્યાપાર શરૂ કર્યો. તેમાંથી જે લાભ થતો તે ભોજન, મકાન, વસ્ત્ર વગેરેમાં તે ખર્ચી નાખતો. આથી તે ધન એકત્રિત કરી શક્યો નહિ. ત્રીજા પુત્રે વ્યાપાર કર્યો નહિ. તેણે પોતાના શરીર પોષણ અને વ્યસનોમાં બધું ધન ગુમાવી દીધું.
ત્રણે પુત્રો સમય થતાં ઘરે પહોંઆ. પિતાએ બધો વૃત્તાંત પૂક્યો. જેણે પોતાની મૂળ મૂડી ગુમાવી દીધી હતી તેને નોકરના સ્થાને નિયુક્ત કર્યો, જેણે મૂળ બચાવી રાખ્યું હતું તેને ઘરનું કામકાજ સોંપ્યું અને જેણે મૂળ મૂડી વધારી હતી તેને ઘરનો માલિક બનાવ્યો.
૧. વૃત્તિ , પત્ર ર૭૬ ! ૨. એજન, પન્ન ર૭પ૭T. ૩. એજન, પત્ર ર૭૮, ર૭૧ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org