________________
આમુખ
આ અધ્યયનનું નામકરણ તેના પ્રારંભમાં પ્રતિપાદિત “ઘ'ના દષ્ટાંતના આધારે થયેલું છે.
સમવાયાંગ (સમવાય ૩૬) તથા ઉત્તરાધ્યયન નિયુક્તિમાં તેનું નામ “રમિi' છે. પરંતુ અનુયોગદ્વાર (સૂત્ર ૩૨૨)માં તેનું નામ “તિરૂન્ન’ છે. મૂળ પાઠ (શ્લોક ૧)માં ‘ઈ’ શબ્દને જ પ્રયોગ થયો છે, “રપ્ર'નો નહિ. ‘ડર અને ઉત્સવ– આ બંને પર્યાયવાચી શબ્દો છે, એટલા માટે આ બંને નામો પ્રચલિત રહ્યાં છે.
શ્રામણ્યનો આધાર અનાસક્તિ છે. જે વિષય-વાસનામાં આસક્ત હોય છે, તે ક્યારેય દુઃખોથી મુક્ત નથી થઈ શક્તો. વિષયાનુગુદ્ધિમાં રસાસક્તિનું પણ પ્રમુખ સ્થાન છે, જે રસનેન્દ્રિય પર વિજય મેળવી લે છે, તે બીજા બીજા વિષયોને પણ સહજપણે વશ કરી લે છે. આ કથન સૂત્રકારે દાંત વડે સમજાવ્યું છે. પ્રથમ ચાર શ્લોકોમાં દૃષ્ટાંતના સંકેતો આપવામાં આવ્યા છે. ટીકાકારે ‘સપ્રાયવસેયમ્ એવો ઉલ્લેખ કરી તેનો વિસ્તાર કર્યો છે :
એક શેઠ હતો. તેની પાસે એક ગાય, ગાયનો વાછડો અને એક ઘેટું હતું. તે ઘેટાને ખૂબ ખવડાવતો-પીવડાવતો. તેને રોજ સ્નાન કરાવતો, શરીર પર હળદર વગેરેનો લેપ કરતો. શેઠના પુત્રો તેની સાથે વિવિધ પ્રકારની રમત કરતા. થોડા જ દિવસોમાં તે સ્થળ બની ગયું. વાછડો રોજ રોજ આ જોતો અને મનોમન એમ વિચારતો કે ઘેટાનું આટલું લાલન-પાલન કેમ થઈ રહ્યું છે? શેઠનો અમારા પર આટલો પ્રેમ કેમ નથી? ઘેટાને ખાવા માટે તે જવ આપે છે અને અમને સૂકું ઘાસ. આ તફાવત કેમ ? આ વિચારોના કારણે તેનું મન ઉદાસ બની ગયું. તેણે સ્તનપાન કરવાનું પણ છોડી દીધું. તેની માએ આનું કારણ પૂછ્યું. તેણે કહ્યું–‘મા!આ ઘેટાનું પુત્રની જેમ લાલન-પાલન થાય છે. તેને ચડિયાતું ભોજન આપવામાં આવે છે. તેને વિશેષ અલંકારોથી શણગારવામાં આવે છે. અને આ બાજુ એક હું એવો કમનસીબ કે મારી કોઈ પરવા પણ નથી કરતું. સૂકું ઘાસ ચરું છું અને તે પણ પેટ ભરીને નથી મળતું. સમયસર પાણી પણ નથી મળતું. કોઈ મારું લાલન-પાલન કરતું નથી. એમ શા માટે
મા ?'
માએ કહ્યું
आउरचिन्नाई एयाई, जाइं चरइ नंदिओ ।
सुक्कत्तणेहिं लाढाहि, एयं दीहाउलक्खणं ॥ (उत्त०नि० गा० २४९) વત્સ! તું નથી જાણતો. ઘેટું જે ખાઈ રહ્યું છે તે આતુરનું લક્ષણ છે. આતુર (મરણાસ) પ્રાણીને પથ્ય કે અપથ્ય જે કંઈ તે ઇચ્છે છે તે આપવામાં આવે છે. સૂકું ઘાસ ખાઈને જીવવું તે દીર્ધાયુનું લક્ષણ છે. આ ઘેટાનો મરણકાળ નજીકમાં જ છે.”
કેટલાક દિવસો વીત્યા. શેઠના ઘરે મહેમાન આવ્યા. વાછડાના જોતજોતામાં જ તાજા-માજા ઘેટાના ગળા ઉપર છરી ચાલી અને તેનું માંસ પકાવીને મહેમાનોને પીરસવામાં આવ્યું. વાછડાનું હૃદય ભયથી કંપી ગયું. તેણે ખાવા-પીવાનું છોડી દીધું. માએ કારણ પૂછ્યું. વાછડાએ કહ્યું-“મા! જે રીતે ઘેટાને મારી નાખવામાં આવ્યું શું હું પણ આવી રીતે માર્યો જઈશ?' માએ કહ્યું–‘વત્સ ! તારો ભય ખોટો છે. જે રસ-ગૃદ્ધ હોય છે, તેને તેનું ફળ પણ ભોગવવું પડે છે. તું સૂકું ઘાસ ચરે છે, એટલે તારે આવો કટુ વિપાક સહન કરવો નહિ પડે.”
આ જ રીતે હિંસક, અજ્ઞ, મૃષાવાદી, માર્ગમાં લૂંટફાટ કરનાર, ચોર, માયાવી, ચોરીની કલ્પનામાં વ્યસ્ત, શઠ, સ્ત્રી અને વિષયોમાં વૃદ્ધ, મહા આરંભ અને મહા પરિગ્રહવાળો, દારૂ અને માંસનો ઉપભોગ કરનાર, બીજાનું દમન કરનાર, કર-કર અવાજ કરતાં-કરતાં બકરાનું માંસ ખાનાર, ફાંદવાળો અને ઉપસ્થિત લોહીવાળો માણસ એવી રીતે નરકના આયુષ્યની
૧. ઉત્તરાધ્યયન નિજીિ, માથા ૨૪૬ :
उरभाउणामगोयं, वेयंतो भावओ उ ओरब्भो।
तत्तो समुट्ठियमिणं, उरब्भिज्जति अज्झयणं । ૨. યુવૃત્તિ, પત્ર ર૭ર-૨૭૪ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org