________________
ઉત્તરઝયણાણિ
૧૪)
અધ્યયન-૪: શ્લોક ૧૦ ટિ ૨૪-૨૭
૨૪. શરીરભેદ (રીસ એજી)
ચૂર્ણિકારે અહીં એક કથાનો ઉલ્લેખ કર્યો છે–એક રાજાએ પોતાના રાજયમાં મ્લેચ્છોનું આગમન જાણીને આખા જનપદમાં એવી ઘોષણા કરાવી કે નગરના બધા સ્ત્રી-પુરુષો કિલ્લાની અંદર આવી જાય. ત્યાં તેમની સુરક્ષા થશે. કેટલાક માણસો તત્કાળ દુર્ગમાં આવી સુરક્ષિત બની ગયા. કેટલાક માણસો ઘોષણા તરફ ધ્યાન ન આપતાં પોતાના પરિગ્રહ-ધન, ધાન્ય, મકાન વગેરેમાં આસક્ત થઈ ત્યાં જ રહી ગયા. જોતજોતામાં જ પ્લેચ્છો આવી પહોંચ્યા અને ત્યાં રહેલ માણસોને મારીને તેમનું ધન લૂંટી ગયા. જે લોકો કિલ્લામાં હતા તેઓ બચી ગયા. મ્લેચ્છોના ચાલ્યા ગયા પછી તેઓ પાછા ફર્યા અને પોતાના સ્વજનોને માર્યા ગયેલા જોઈને તથા વૈભવને નષ્ટ થયેલો જાણીને રોતાં-કકળતાં રહ્યાં.'
૨૫. વિવેક પ્રાપ્ત (વિવેTPs)
વિવેકનો સામાન્ય અર્થ છે–પૃથક્કરણ. પ્રસ્તુત પ્રસંગમાં તેનો અર્થ છે–આસક્તિનો પરિત્યાગ અને કષાયોનો પરિહાર.
સૂત્રકારનો અભિપ્રાય છે કે કોઈ પણ માણસ તત્કાળ વિવેક પ્રાપ્ત કરી શકતો નથી. કર્મોની ક્ષીણતા થતાં–થતાં, બધી સામગ્રી ઉપલબ્ધ થતાં વિવેક પ્રાપ્ત થાય છે. ઋષભની જન્મદાત્રી મરુદેવા માતાને તત્કાળ વિવેક પ્રાપ્ત થઈ ગયો હતો. આ અપવાદરૂપ ઘટના છે અને તેને એક આશ્ચર્યજનક વિશિષ્ટ ઘટના જ માનવામાં આવી છે. આવી તીવ્ર અભીપ્સા વિરલાઓમાં જ હોય છે. આથી તેને સામાન્ય નિયમ માની શકાય નહિ. ‘વિવેક તત્કાળ થઈ શકતો નથી તે વાત બતાવવા માટે એક ઉદાહરણ પ્રસ્તુત છે–
એક બ્રાહ્મણ પરદેશ ગયો અને ત્યાં વેદની બધી શાખાઓમાં પારંગત બની ઘરે પાછો ફર્યો. એક બીજા બ્રાહ્મણે તેની બહુશ્રુતતાથી આકર્ષાઈને પોતાની સારી રીતે લાલન-પાલન કરેલી પુત્રીનો વિવાહ તેની સાથે કર્યો. લોકોએ તેને પ્રચુર દક્ષિણા આપી. ધીરે-ધીરે તેનું ધન વધ્યું અને તે ધનાઢય બની ગયો. તેણે પોતાની પત્ની માટે સોનાના આભૂષણો બનાવ્યા. તે સદા આભૂષણો પહેરી રાખતી. એક દિવસ બ્રાહ્મણ બોલ્યો—આપણે આ સરહદ ઉપરના ગામમાં રહીએ છીએ. અહીં ચોરોનો ભય રહે છે. તે માત્ર પર્વના દિવસોમાં આ આભૂષણો પહેર તો સારું રહેશે, કેમકે ક્યારેય ચોરો આવી પણ જાય તો તું ઘરેણાંની રક્ષા કરી શકીશ. તે બોલી–બરાબર, પણ જ્યારે ચોર આવશે ત્યારે હું તત્કાળ ઘરેણાં ઊતારી છુપાવી દઈશ. આપ ચિંતા ન કરો.
એક વાર તે જ ગામમાં ધાડ પડી. લૂંટારુઓ તે બ્રાહ્મણના ઘરમાં પેસી ગયા અને આભૂષણોથી અલંકૃત તેની પત્નીને પકડી ઘરેણાં ઉતારવા લાગ્યા. તે નિરંતર પૌષ્ટિક ભોજન લેવાથી અત્યધિક સ્થળ બની ગઈ હતી, પગના કડા અને હાથની બંગડીઓ નીકળી શકી નહિ, ચોરોએ તેના હાથ-પગ કાપી નાખ્યા અને ઘરેણાં લઈ ગયા. ૨ ૨૬. મોક્ષની એષણા કરનાર (દેશી)
ચૂર્ણિકારે આનો અર્થ–મોક્ષની ઇચ્છા કરનાર એવો કર્યો છે. બૃહદ્રવૃત્તિમાં આના બે અર્થ મળે છે ––મહર્ષિ અને મોક્ષની ઇચ્છા કરનારે. ૨૭. અપ્રમત્ત થઈને વિચરણ કર (ચરમપુનત્તો)
અહીં ‘T'કાર અલાક્ષણિક છે. પદ છે--વર પૂમતો તું અપ્રમત્ત થઈ વિચરણ કર. પ્રમાદના પરિવાર અને અપરિહારનું ઘાતક દૃષ્ટાંત આ પ્રમાણે છે
१. उत्तराध्ययन चूर्णि, पृष्ठ १२३ । ૨. મુઘોઘા, પત્ર ૨૭. 3. उत्तराध्ययन चूर्णि, पृष्ठ १२४ : महंतं एसतीति महेसि, मोक्षं
इच्छतीत्यर्थः। ૪. વૃત્તિ , પત્ર રર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org