________________
અસંસ્કૃત
૧૪૧
અધ્યયન-૪: શ્લોક ૧૧ ટિ ૨૮-૩૦
એક વેપારી પરદેશ જવા માટે તૈયાર થયો. તેણે પોતાની પત્નીને કહ્યું મને થોડોક સમય લાગશે. તું અહીંનો કારોબાર સંભાળી લેજે, કર્મચારીઓને વ્યવસ્થિત પણે કામમાં જોડી રાખજે.
વેપારી પરદેશ ચાલ્યો ગયો. તેની પત્નીનો બધો સમય શરીરના પોષણ અને શૃંગારમાં વીતવા લાગ્યો. તે ખૂબ જ આળસુ બની ગઈ. તે કર્મચારીઓને યોગ્ય સમયે યોગ્ય કામમાં લગાડતી નહિ કે તેમને ઉચિત સમયે તેમનું વેતન પણ આપતી નહિ. બધા કર્મચારીઓ ત્યાંથી ચાલ્યા ગયા. બધો કારોબાર ઠપ્પ થઈ ગયો. નાણાંની અછત વર્તાવા લાગી. કેટલાક સમય પછી શેઠ પરદેશથી પાછો ફર્યો, ઘર અને કારોબારની દુર્દશા જોઈને તે ખિજાઈ ગયો. તેણે પોતાની પત્નીને ઠપકો દીધો, સાચું-ખોટું સંભળાવ્યું અને ઘરમાંથી કાઢી મૂકી, પત્નીના પ્રમાદે આખા ઘરને ચોપટ કરી નાખ્યું.
તે જ વેપારીએ પ્રચુર ધન ખર્ચે બીજી કન્યા સાથે વિવાહ કરી લીધો. તે ચતુર હતી. એકવાર શેઠ ફરી પરદેશ ગયો. પત્ની પોતાના કર્મચારીઓને યોગ્ય સમયે કરવાના કાર્યોની સૂચના આપતી અને તેમને સવાર-સાંજ ભોજન કરાવતી. તેમની સાથે કોમળ વ્યવહાર કરતી અને માસિક પગાર સમયસર ચૂકવી આપતી. બધા કર્મચારીઓ તેના વ્યવહારથી પ્રસન્ન હતા. તે નિરંતર ઘરની સારસંભાળ લેતી. પોતાના શરીરના સાજશૃંગારમાં અધિક સમય ન વીતાવતી. શેઠ પરદેશથી પાછો ફર્યો. તે ઘરનું વાતાવરણ જોઈ સંતુષ્ટ થયો અને પત્નીને પોતાનું બધુ સોંપી દીધું. ૧
જે પ્રમાદનો ત્યાગ નથી કરતો તે નાશ પામે છે અને જે પ્રમાદનો ત્યાગ કરી પોતાની જાતને શ્રમમાં યોજે છે તે સ્વામી બની જાય છે.
૨૮. મોહગુણો (an)
આનો અર્થ છે–મોહને સહાયભૂત ઇન્દ્રિયોના વિષયો–શબ્દ, રૂપ વગેરે. જે જાણકાર વ્યક્તિને પણ આકુળ-વ્યાકુળ કરી ઉન્માર્ગમાં ખેંચી જાય છે તે મોહ છે. તે મોહને ઉત્તેજિત કરનારા ઇન્દ્રિય-વિષયો પુ' કહેવાય છે.
સાંખ્ય દર્શન પ્રકૃતિ અને પુરુષ–આ બે તત્ત્વોને મુખ્ય માને છે. પ્રકૃતિના ત્રણ ગુણો છે—સત્ત્વ, રજસ અને તમસે. મોહગુણની સરખામણી રજસ અને તમસ સાથે કરી શકાય. ૨૯. પ્રતિકૂળ (સમંનસ)
ચૂર્ણિકારે ‘અસમંગસ’ શબ્દનો બહુવચનાન્ત પ્રયોગ કર્યો છે. તેનાથી પ્રતીત થાય છે કે તેમની સામે ‘કાસમંગ' પાઠ હતો. તેમના મત અનુસાર તે ‘ાસા'નું વિશેષણ છે. તેનો અર્થ છે–પ્રતિકૂળ, અનભિપ્રેત.
બૃહદ્રવૃત્તિમાં ‘મંગન'ને ક્રિયાવિશેષણ માની તેનો અર્થ–પ્રતિકૂળ કર્યો છે. પ્રતિકૂળ સ્પર્શ અસંતુલન પેદા કરે છે. અમે આ ભાવાર્થ જ ગ્રહણ કર્યો છે. ૩૦. સ્પર્શ પીડિત કરે છે (HITI પુતી)
અહીં સ્પર્શનો અર્થ છે–ઇન્દ્રિયોના વિષયો. આ વિષયો ગૃહીત થતાં જ વ્યક્તિની સાથે સંબદ્ધ થઈ જાય છે, તેને પકડી લે
ચૂર્ણિકાર અનુસાર બધા ઇન્દ્રિય-વિષયોમાં સ્પર્શ ઇન્દ્રિયના વિષયને સહન કરવો અત્યન્ત દુષ્કર છે." એટલા માટે તે મુખ્ય છે.
૧. ઉત્તરાધ્યયન વૂળ, પૃ૨૨૪, ૨૨૬T ૨. એજન, પૃષ્ઠ ૨૨૬T ૩. વૃક્રવૃત્તિ, પત્ર ૨૨૬ I
૪. એજના ५. उत्तराध्ययन चूर्णि, पृष्ठ १२५ : एतेसिं पुणो विसयाणं सव्वेसि
दुरधियासतरा फासा, जतो ववदेस्सते ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org