________________
ચતુરંગીય
૧૨૧
અધ્યયન-૩: શ્લોક ૨૯ટિ ૩૦
અંગ્રેજીમાં પણ બે શબ્દો છે– Slave અને Servant. આ બંને દાસ અને નોકરના ક્રમે પર્યાયવાચી છે.
જૈન-સાહિત્ય અનુસાર બાહ્ય-પરિગ્રહના દસ ભેદ છે. તેમાં ‘કુળ અર્થાત્ બે પગવાળા દાસ-દાસીઓને પણ બાહ્ય પરિગ્રહ માનવામાં આવેલ છે.
કૌટિલીય અર્થશાસ્ત્રમાં ગુલામને માટે ‘દાસ’ અને નોકરી માટે ‘કર્મકર’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ‘દાસકર્મકરકલ્પનામે એક અધ્યાય છે.'
અનગારધર્મામૃતની ટીકામાં પંડિત આશાધરજીએ ‘દાસ’ શબ્દનો અર્થ–ખરીદ કરેલો કર્મકર એવો કર્યો છે. જે
આજકાલ લોકોની ધારણા છે કે ‘દાસ’ શબ્દનો અર્થ ક્રૂર અને જંગલી લોકો છે. પણ દાસ શબ્દનો મૂળ અર્થ આવો નથી જણાતો. દાસનો અર્થ દાતા (અંગ્રેજીમાં જેને Noble કહે છે) રહ્યો હશે. ઋગ્વદની ઘણી ઋચાઓ પરથી એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે “સપ્તસિંધુ' પર દાસોનું આધિપત્ય હતું. એમ જણાય છે કે દાસ લોકો રજપૂતોની જેમ શૂરવીર હતા. નમૂચિ, શંબર વગેરે દાસી મોટા શૂરવીર હતા."
આ આર્યપૂર્વ જાતિ ઉપર આધુનિક સંશોધકોએ ઘણો પ્રકાશ નાખ્યો છે.
૩૦. સંપૂર્ણ બોધિનું (વનં વોદિ)
બોધિ શબ્દ “વધુ ધાતુમાંથી નિષ્પન્ન થાય છે. તેનો અર્થ છે—જ્ઞાનનો વિવેક. અધ્યાત્મમાં તેનો અર્થ છે–આત્મબોધ. આ જ મોક્ષમાર્ગનો બોધ છે. બોધિ અને જ્ઞાન એક નથી. સામાન્ય જ્ઞાન માટે બોધિનો પ્રયોગ ન થઈ શકે. જ્ઞાન પુસ્તકીય તથ્યોના આધારે થનાર જાણકારી છે. બોધિ આંતરિક વિશુદ્ધિ દ્વારા સ્વયં પ્રસ્ફટિત થનાર જ્ઞાન છે. તેને અતીન્દ્રિય-જ્ઞાન અથવા વિશિષ્ટ-જ્ઞાન પણ કહી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાન, દર્શન અને ચારિત્રની સમ્યફ યુતિ તે બોધિ છે. “બસો ક્વી વેવંતી' તેનું સ્પષ્ટ દેદાંત છે. તેમાં આંતરિક વિશુદ્ધિથી પ્રજ્ઞાનું એટલું જાગરણ થઈ જાય છે કે તેઓ કેવળી બની જાય છે, સંપૂર્ણ જ્ઞાનના ધણી બની જાય છે.”
સ્થાનાંગસુત્રમાં ત્રણ પ્રકારના બોધિનો ઉલ્લેખ છે-જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિ. વૃત્તિકારે આનો અર્થ સમ્યબોધ એવો કર્યો છે.”
સૂત્રકૃતાંગ રા૭૩માં ‘ો સુવર્ષ વર્દિ વ આદિવ–માં પ્રયુક્ત બોધિ શબ્દનો અર્થ વૃત્તિકારે સમ્યગ દર્શનની પ્રાપ્તિ એવો કર્યો છે.
આચાર્ય કુંદકુંદે બોધિની વ્યાખ્યા આ રીતે આપી છે—જે ઉપાયથી સજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે ઉપાય–ચિંતાનું નામ બોધિ છે.૧૦
આ બધા સંદર્ભોમાં ‘બોધિ'નો અર્થ છે–સમ્યગ્દર્શન. મોક્ષપ્રાપ્તિનું પહેલું સોપાન છે–સમ્યગ્દર્શન અને તેની પાછળ છે સંયમની સાધના અને તેની ફળશ્રુતિ છે મોક્ષ.
બોધિ અથવા સંબોધિનો અર્થ કેવળજ્ઞાન પણ થાય છે. પરંતુ પ્રસ્તુત પ્રસંગમાં તે અભિપ્રેત નથી.
૧. ઘર્મસ્થા , રા૨૨, પ્રશર દૂધ २. अनगारधर्मामृत, ४।१२१ । ૩. મારતીય સંસ્કૃત્તિ મૌર હિંસા, પૃ. ૨૨/ ૪. શ્રે, શરૂા૨૨; કારૂપ ૫. ભારતીય સંસ્કૃતિ મૌર હિંસા, 9. શરૂ ૬. માવતી, રા૪૬ વગેરે.
૭. ટાઇ રાઉ૭૬ : વિદા વોથી પUUત્તા, તે નદ–TIMવધી,
સંપાવોથી, વરિત્ત વધી ૮. સ્થાની વૃત્તિ, પન્ન ૨૨૩ : વધ: તવો : ९. सूत्रकृतांगवृत्ति, पत्र ७७ : बोधिं च सम्यग्दर्शनावाप्तिलक्षणाम् । ૧૦. અમૃતરિ સંદ, પૃ. ૪૪૦, દ્વવાનુ9ક્ષા ૮૩ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org