________________
ઉત્તરયણાણિ
૧૨૦
અધ્યયન ૩: શ્લોક ૧૬-૧૮ ટિ ૨૯
રસ-રુષ–પૌરુષનો અર્થ છે-કર્મકર અને દાસનો અર્થ છે–ખરીદેલો અથવા માલિકની સંપત્તિ ગણાતો વ્યક્તિગુલામ. તેના જીવન પર સ્વામીનો પૂરેપૂરો અધિકાર રહેતો. પોતાની જન્મજાત દાસ્ય સ્થિતિને બદલવાનું તેના વશમાં નહોતું અને ન તો તે સંપત્તિનો સ્વામી થઈ શકતો. દાસ અને નોકર-ચાકરમાં આ જ અંતર છે કે નોકર-ચાકર પર સ્વામીનો પૂરેપૂરો અધિકાર નથી હોતો, તે સ્વામીની મિલકતમાં ન ગણાતો અને તે અનિશ્ચિત કાળ માટે પગાર પર નોકરીએ રાખવામાં આવતો. નિશીથ ચૂર્ણિમાં છ પ્રકારના દાસો ગણાવવામાં આવ્યા છે(૧) પરંપરાગત. (૨) ખરીદીને બનાવેલો. (૩) કરજ ન ચૂકવતાં સજા રૂપે બનાવેલો. (૪) દુકાળ વગેરે આવતા ભોજન વગેરે માટે જેણે દાસપણું સ્વીકાર્યું હોય તે. (૫) કોઈ અપરાધને કારણે દંડ વગેરે ન ભરી શકવાથી રાજા દ્વારા બનાવાયેલ. (૬) બંદી બનાવીને જેને દાસ બનાવવામાં આવ્યો હોય.૧ મનુસ્મૃતિમાં સાત પ્રકારના દાસ ગણાવવામાં આવ્યા છે– (૧) ધ્વજાદંત દાસ–સંગ્રામમાં પરાજિત દાસ. (ર) ભક્ત દાસ–ભોજન વગેરે માટે દાસ બનેલો દાસ, (૩) ગૃહજ દાસ-પોતાની દાસીથી પેદા થયેલો દાસ. (૪) ક્રીત દાસ–ખરીદેલો દાસ. (૫) દત્રિમ દાસ–કોઈએ આપેલો દાસ. (૬) પૈતૃક દાસ–પૈતૃક વારસામાં આવેલો દાસ. (૭) દંડ દાસ–દેવુ વસૂલ કરવા માટે બનાવેલો દાસ.૨
મનુસ્મૃતિમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દાસ ‘અધન' હોય છે. તેઓ જે ધન એકત્રિત કરે છે, તે તેમના માલિકોનું બની જાય છે. નિશીથ ચૂર્ણિ અને મનુસ્મૃતિની દાસ-સૂચિ સરખી છે. મનુસ્મૃતિમાં માત્ર દત્રિમ દાસનો ઉલ્લેખ વધારાનો મળે છે.
યાજ્ઞવશ્ય સ્મૃતિના ટીકાકાર વિજ્ઞાનેશ્વરે પંદર પ્રકારના દાસ ગણાવ્યા છે. તેમાં મનુસ્મૃતિમાં ગણાવેલા તો છે જ ઉપરાંત જગારમાં જીતેલા, પોતાની જાતે જ આવી મળેલા, દુકાળના સમયે બચાવેલા વગેરે વગેરે અધિક છે.'
સુત્રકારે ‘દાસ-પૌરુષ'ને કામ-સ્કંધ –ધન-સંપત્તિ માનેલ છે. દાસ-પૌરુષ શબ્દથી એમ જણાઈ આવે છે કે તે સમયે ‘દાસપ્રથા” ઘણી પ્રચલિત હતી. ટીકાકારોએ દાસનો અર્થ પોષ્ય અથવા શ્રેષ્ઠ વર્ગ અને પૌરુષેયનો અર્થ પદાતિ-સમૂહ એવો કર્યો
૧. નિશથ વૃnિ, પૃ. ૨૨ ૨. મનુસ્મૃતિ, ૮૪૧ :
ध्वजाहतो भक्तदासो, गहजः क्रीतदत्रिमौ ।
पैत्रिको दण्डदासश्च, सप्तैते दासयोनयः ॥ ૩. એજન, ૮૪૧૬ 1
भायों पुत्रश्च दासश्च, त्रय एवाधनाः स्मृताः ।
यत्ते समधिगच्छन्ति, यस्य ते तस्य तद्धनम् ॥ ૪. યાજ્ઞવયસ્કૃતિ, રા૪, પૃ. ર૭રૂ I ૫. (ક) વૃત્તિ , પત્ર ૨૮૮: રાયતે–રીતે પુણ્ય તિ રાણT:-પષ્ય
वर्गरूपास्ते च पोरुसंति-सूत्रत्वात्पौरुषेयं च-पदातिसमूहः સાસરેથમ્ (ખ) મુઘોથા, પત્ર ૭૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org