________________
ચતુરંગીય
અધ્યયન-૩ : શ્લોક ૧૧-૧૨ ટિ ૧૬-૧૮
૧
બૌદ્ધ સાહિત્યમાં નૈર્યાનિકનો અર્થ દુઃખક્ષય તરફ લઈ જનાર, પાર પહોંચાડનાર એવો કર્યો છે. ચૂર્ણિકા૨ના અર્થનો આની સાથે નજીકનો સંબંધ છે. આ અર્થને આધારે ‘નેય’નું સંસ્કૃત રૂપ ‘ધૈર્યાતૃ હોવું જોઈએ. ‘ધૈર્યાતૃ’ના પ્રાકૃત રૂપો ‘નેબાથ’ અને ‘નેકય’ બંને બની શકે છે. સૂત્રકૃતાંગ ચૂર્ણિમાં આ બંને રૂપો વપરાયાં છે. ત્યાં તેમનો અર્થ મોક્ષ તરફ લઈ જનાર એવો કરવામાં આવ્યો છે.
૧૬. ઘણા લોકો......તેનાથી ભ્રષ્ટ થઈ જાય છે (વવે પરિમછું)
આ પદમાં ચૂર્ણિકાર અને શાન્ત્યાચાર્યે જમાલી વગેરે નિહ્નવોનો ઉલ્લેખ કર્યો છે. આ બધા નિહ્નવો કેટલીક શંકાઓને કારણે નૈર્યાતૃક-માર્ગ – નિગ્રંથ-પ્રવચનમાંથી ભ્રષ્ટ થઈ ગયા હતા—દૂર થઈ ગયા હતા.
નેમિચન્દ્ર સાતેય નિહ્નવોનું વિવરણ ઉદ્ધૃત કર્યું છે. તે આવશ્યક-નિર્યુક્તિમાં પણ છે.' ડૉ. લ્યૂમેને Indischen Studien. vol. XXII, pp. 91-135માં નિહ્નવોનું વિવરણ સુંદર રીતે પ્રસ્તુત કર્યું છે. ડૉ. હરમન જેકોબીએ પોતાના સંશોધનાત્મક નિબંધ–‘શ્વેતાંબર અને દિગંબર સમ્પ્રદાયની ઉત્પત્તિ'–માં પણ આ વિવરણનો ઉપયોગ કર્યો છે.
૧૧૫
૧૭. (શ્લોક ૧૧)
આ શ્લોક પ્રથમ શ્લોકનું નિગમન પ્રસ્તુત કરે છે. પ્રસ્તુત શ્લોકનું પ્રતિપાદ્ય છે કે ચાર પરમ અંગો છે અને તેમની પ્રાપ્તિ અત્યન્ત દુર્લભ છે. આ શ્લોકમાં આ ચાર પરમ અંગોની પ્રાપ્તિનું પરિણામ નિર્દિષ્ટ છે. જેને ચતુરંગની પ્રાપ્તિ થઈ જાય છે તે પૂર્વસંચિત કર્મોને વિનષ્ટ કરી આત્માને વિશુદ્ધ બનાવી લે છે. આ રીતે ચતુરંગનો સિદ્ધાંત આધ્યાત્મિક વિકાસની એક પ્રાયોગિક ભૂમિકાનો નિર્દેશ છે.
૧૮. (મોદ્દી કન્જીયમૂયમ્સ)
ઋજુતા શુદ્ધિનું ઘટક તત્ત્વ છે. નિર્જરા આપણી પ્રત્યક્ષ નથી. શુદ્ધિ વ્યવહારમાં પ્રત્યક્ષ થઈ જાય છે. શુદ્ધિ અને ઋજુતા— બંનેમાં ઘનિષ્ટ સંબંધ છે. ઋજુતાનો એક પ્રકાર છે—અવિસંવાદન અર્થાત્ કથની અને કરણીમાં સંવાદિતા. અવિસંવાદિતા આવે ત્યારે જ જીવનમાં ધર્મની આરાધના થાય છે. ઓગણત્રીસમા અધ્યયનમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ છે–
ગૌતમે પૂછ્યું—ભંતે ! ઋજુતાથી જીવ શું મેળવે છે ?
ભગવાન બોલ્યા—ઋજુતાથી તે કાયા, મન અને ભાષા–વાણીની સરળતા અને અવિસંવાદન વૃત્તિ મેળવે છે. અવિસંવાદન વૃત્તિથી સંપન્ન જીવ ધર્મનો આરાધક બને છે.”
માયા એક શલ્ય છે. તેની વિદ્યમાનતામાં વ્રત કે ધર્મની પ્રાપ્તિ થતી નથી. ઉમાસ્વાતિએ આ જ આશયથી લખ્યું છે—વ્રતી કે ધાર્મિક તે જ વ્યક્તિ હોય છે, જે નિઃશલ્ય બની જાય છે.ઙ
ઋજુ શબ્દના બે અર્થ છે—સરળ અને મોક્ષ. ચૂર્ણિમાં ઋજુભૂતનો અર્થ છે—સરળતા ગુણથી યુક્ત અને બૃહદ્વૃત્તિમાં તેનો અર્થ છે—ચતુરંગની પ્રાપ્તિ વડે મુક્તિ તરફ પ્રસ્થિત.
૧. બુદ્ધચાં, પૃ. ૪૬૭, ૪૮૧ I
૨. (ક) મૂત્રર્છાતાંળ વૃત્તિ, પૃ. ૪૫૭ : નયનશીતો નેયાસો મોક્ષ નયતીત્યર્થ: ।
(ખ) એજન, પૃષ્ઠ ૪૯બ : મોવવું ાયાશીનો હેયાઓ ।
૩. (ક) ઉત્તરાધ્યયન વૃત્તિ, પૃ. ૧૮ । (ખ) વૃત્તવૃત્તિ, પત્ર ૮、 । ૪. મુવોધા, પત્ર ૬૧-૭, I
Jain Education International
૫. આવશ્ય નિયુત્તિ, મલયગિનિ વૃત્તિ, પત્ર ૪૦૬ ।
૬.
ઉત્તરાધ્યયન ૨૧ -સૂત્ર ૪૧ ।
૭. તત્ત્વાર્થવાતિ, ૭।૮ : નિ:શસ્ત્યો વ્રતી ।
૮.
૩ત્તરાધ્યયન વૃત્તિ, પૃ. ૧૧ : અનૈતીતિ ખુબૂત: તનુાવત: I
८. बृहद्वृत्ति, पत्र १८५: ऋजुभूतस्य चतुरंगप्राप्त्या मुक्तिप्रति प्रगुणीभूतस्य ।
For Private & Personal Use Only
www.jainelibrary.org