________________
ઉત્તરઝયણાણિ
૯૪
"
અધ્યયન-૨: શ્લોક ૪૫ ટિ ૮૨
जेण जीवंति सत्ताणि, निरोहंमि अणंतए ।
तेण मे भज्जए अंगं, जायं सरणओ भयं ॥ આચાર્યે સાંભળ્યું, ઘરેણાં પોતાના પાત્રમાં મૂકી દીધો અને તેને જીવતો છોડી દીધો.
પાંચમો બાળક હતો-વનસ્પતિકાય. તેણે કહ્યું-ભંતે ! જંગલમાં એક સઘન વૃક્ષ હતું. તે વૃક્ષ પર અનેક પક્ષીઓ આવીને વિસામો લેતા હતા. તે પક્ષીઓનું આવાસસ્થાન હતું. તેમાં પક્ષીઓએ પોતાના માળા બનાવ્યા હતા અને તે માળાઓમાં તેમના બચ્ચાં ઉછરી રહ્યાં હતાં. એકવાર તે જ વૃક્ષની પાસે એક વેલ ઊગી નીકળી અને વધવા લાગી. ધીરે-ધીરે તે વેલે આખા વૃક્ષને ઢાંકી દીધું. તે વેલ ઉપર સુધી ચડી ગઈ. એક દિવસ એક સાપ તે વેલના સહારે ઉપર ચડ્યો અને માળાઓમાં રહેલા બધાં બચ્ચાઓને ખાઈ ગયો. તે ! કેવો અન્યાય ! જે વૃક્ષ અભયસ્થાન હતું, તે જ વેલના કારણે ત્રાસદાયી બની ગયું
जाव वुच्छं सुहं वुच्छं, पादवे निरुवद्दवे ।
मूलाउ उट्ठिया वल्ली, जायं सरणओ भयं ।। આચાર્યું તેના ઘરેણાં લઈ લીધો અને તેને જવા દીધો.
છઠ્ઠા બાળકનું નામ હતું–ત્રસકાય. આચાર્યું તેને જોયો. જેવા આચાર્ય તેના ઘરેણાં ઉતારવા લાગ્યા, તેવો તે બોલ્યોગુરુવર્ય ! આપ આ શું કરી રહ્યા છો ? હું તો આપનો શરણાગત છું. આપ મને મારો નહિ. મારી વાત સાંભળો. એક નગર હતું. ત્યાંનો રાજા, પુરોહિત અને કોટવાળ ત્રણે ચોર હતા. તેઓ નગરને લૂંટતા. બધી જનતા ત્રાસી ગઈ હતી. બંને ! આ ત્રણે રક્ષક હોવા છતાં ભક્ષક બની ગયા. સાચું જ કહ્યું છે કે શરણ પણ ભય આપનાર બની જાય છે.
जत्थ राया सयं चोरो, मंडिओ य पुरोहिओ ।
दिसं भयह नायरिया ! जायं सरणओ भयं ॥ ભંતે ! એક વાત બીજી પણ સાંભળો
એક બ્રાહ્મણ હતો. તેની પુત્રી અત્યન્ત રૂપવતી હતી. તેણે યૌવનમાં પગ મૂક્યો. પિતા તે પુત્રીમાં આસક્ત બની ગયો. હંમેશા તેનું જ ચિંતન કરતાં-કરતાં તેનું શરીર સૂકાઈ ગયું. બ્રાહ્મણીએ પૂછ્યું. તેણે બધી વાત કરી દીધી. બ્રાહ્મણી બોલી-આપ ચિંતા ન કરો. હું ઉપાય કરીશ. એક દિવસ બ્રાહ્મણીએ પોતાની પુત્રીને કહ્યું-દીકરી ! આપણી એ કુળપરંપરા છે કે કુળમાં
નો ઉપભોગ પહેલાં યક્ષ કરે છે. પછી તેનો વિવાહ કરવામાં આવે છે. આ મહિનાની કુષ્ણચતુર્દશીને દિવસે યક્ષ આવશે. તું તેને નારાજ ન કરીશ. તે સમયે અજવાળું રાખીશ નહિ. બાળાનાં મનમાં યક્ષ વિશેનું કુતૂહલ છવાઈ ગયું. ચતુર્દશીનો દિવસ. રાત્રે તેણે દીવા ઉપર ઢાંકણું મૂકી દીધું. ઘોર અંધકાર. યક્ષના બહાને તે પિતા બ્રાહ્મણ આવ્યો અને રાતભર બાળા સાથે રતિક્રીડા કરી ત્યાં જ સૂઈ ગયો. બાળાનું કુતૂહલ શાંત થયું ન હતું. તે જાગી રહી હતી. તેણે દીવાનું ઢાંકણું ઊંચકી લીધું. તેણે પોતાની પાસે સૂતેલા પિતાને જોયા. તેણે વિચાર્યું–જે કંઈ થઈ રહ્યું છે, થવા દો. તેની સાથે ભોગ ભોગવું. વળી બંને રતિક્રીડામાં સંલગ્ન થયાં. સૂર્યોદય થઈ ગયો. પણ તેઓ જાગ્યાં નહિ. બ્રાહ્મણીએ જગાડવા માટે કંઈક ગીત ગાયું. તેના પ્રત્યુત્તરમાં બાળાએ કહ્યું મા ! તેં જ મને શીખામણ આપતા કહ્યું હતું–દીકરી ! આવેલા યક્ષને ઈન્કાર કરીશ નહિ. મેં તેમ જ કર્યું. હવે પિતાનું યક્ષ દ્વારા હરણ કરાઈ ગયું છે. તું બીજા બ્રાહ્મણને શોધી લે. બ્રાહ્મણી બોલી–
नवमास कुच्छीइ धालिया, पासवणे पुलिसे य महिए ।
धूया मे गेहिए हडे सलणए असलणए य मे जायए । જે છોકરીને મેં નવ માસ સુધી ગર્ભમાં રાખી, તેનું મળ-મૂત્ર સાફ કર્યું, તે જ પુત્રી મારા પતિનું હરણ કરી ગઈ. શરણ અશરણ બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org