________________
પરીષહ-પ્રવિભક્તિ
૯૫
અધ્યયન : શ્લોક ૪પ ટિ ૮૨
એકવાર એક બ્રાહ્મણે તળાવ બનાવ્યું અને તેની નજીક એક મંદિર તથા બગીચો બનાવ્યો. ત્યાં યજ્ઞ થતો અને યજ્ઞમાં બકરા મારવામાં આવતા. તે બ્રાહ્મણ મરી ગયો અને ત્યાં જ બકરો બન્યો. તેના પુત્રો તેને તે જ દેવાલયમાં બલિ આપવા લઈ ગયા. તેને જાતિસ્મરણજ્ઞાન થયું. તે પોતાની ભાષામાં બડબડવા લાગ્યો. તેણે વિચાર્યું–અરે ! મેં જ તો આ દેવમંદિર બનાવ્યું અને મેં જ આ યજ્ઞ ચાલુ કર્યો. તે કાંપી રહ્યો હતો. એક જ્ઞાની મુનિએ જોયું. મુનિએ કંઈક કહ્યું એટલે તે ચૂપ થઈ ગયો. બ્રાહ્મણે જોયું અને મુનિને પૂછ્યું. તેણે કહ્યું-વત્સ ! આ તારો પિતા છે. તેણે પૂછ્યું તેની ઓળખાણ શું? મુનિ બોલ્યા તમે બંનેએ જયાં જમીનમાં ધન દાટ્યું છે તે આ જાણે છે. બકરો તે સ્થાન પર ગયો અને પોતાની ખરીથી પૃથ્વી પર ખોતરવા માંડ્યો. છોકરો જાણતો હતો. બકરાને છોડી મૂક્યો. તે સાધુઓના ચરણોમાં નમી પડ્યો.
તે બ્રાહ્મણે યજ્ઞ અને મંદિરને શરણ માની તેમનું નિર્માણ કરાવ્યું હતું પણ તે પણ અશરણ જ નીકળ્યાં.
બાળક ત્રસકાયનાં ઘરેણાં લઈ આર્ય આષાઢ આગળ વધ્યા. દેવે વિચાર્યું–આચાર્ય ચારિત્રશૂન્ય બની ગયા છે. હવે જોઉં તો ખરો કે તેમનામાં સમ્યક્ત છે કે નહિ?
આચાર્ય આષાઢ છએ બાળકોના ઘરેણાં લઈ આગળ વધ્યા. તેમણે જોયું કે રસ્તાની એક બાજુ એક ગર્ભવતી સાથ્વી સાજશણગાર સજીને બેઠી છે. આષાઢ આચાર્યે કહ્યું
कडए ते कुंडले य ते, अंजियक्खि ! तिलयते य ते ।
पवयणस्स उड्डाहकारिए ! दुट्ठा सेहि ! कतोसि आगया ।। તે કોપાયમાન થઈ બોલી–
राईसरिसवमेत्ताणि परच्छिड्डाणि पेच्छसे ।
अप्पणो बिल्लमेत्ताणि, पिच्छन्तो वि न पेच्छसे ॥ તમે બીજાના રાય જેવા નાનાં છિદ્રો પણ જુઓ છો અને પોતાના બીલો જેવડા પણ મોટા દોષને જોવા છતાં નથી જોતા.
આપ શ્રમણ છો, સંયમી છો, બ્રહ્મચારી છો, કંચન અને પત્થરને સમાન સમજો છો, આપનો વૈરાગ્ય પ્રખર છે, આપનો વેશ મૂળ રૂપમાં છે. આર્ય! કૃપા કરી અને બતાવો કે આપના પાત્રમાં શું છે ?
समणो सि य संजओ य सि, बंभयारी समलेढकंचणो ।
વૈદર્વિવામાં ય તે, કુન્ત ! ત પદે આચાર્ય કશું બોલ્યા વિના જ અત્યન્ત લજ્જા પામી આગળ વધ્યા. દેવ હાથીની વિફર્વણા કરી હાથી પર ચડી આચાર્યની સામે આવી પહોંચ્યો. હાથી પરથી ઊતરી, વંદન કરી કહ્યું-ભંતે ! મારું સદ્ભાગ્ય છે કે અહીં જંગલમાં આપના દર્શન થયાં. કૃપા કરી આપ મારા હાથે પ્રાસુક દાન ગ્રહણ કરો. આચાર્યે કહ્યું–આજે ઉપવાસ છે. હું કંઈ લઈ શકું નહિ. એટલામાં જ એક વ્યક્તિએ આચાર્યના હાથમાંથી બળપૂર્વક ઝોળી ખેંચી લીધી અને તેમાં લાડુ મૂકવા માંડ્યો. ઝોળીમાં આભરણો જોઈ ખીજાઈને બોલ્યો-અનાર્ય ! આ શું છે? આ તો મારા પુત્રોના ઘરેણાં છે. બતાવ, તે બધા ક્યાં ગયા? શું તે તેમને મારી નાખ્યા? આચાર્ય ભયથી કંપવા લાગ્યા.
દેવતાએ પોતાની લીલા સમેટી લીધી અને પ્રત્યક્ષ રૂપમાં આવીને હાથ જોડીને બોલ્યો-હાય ! આપ જેવા આગમધરો માટે એમ વિચારવું કે પરલોક નથી, તે પણ ઉચિત નથી, આપ જાણો છો કે દેવલોકમાં અપાર સુખો છે. તે સુખનો ઉપભોગ કરતા દેવો જાણી નથી શકતા કે કેટલો કાળ વીતી ગયો. હું એટલા માટે સમયસર આપની સામે આવી શક્યો નહિ.
આચાર્ય આષાઢની વિવેકચેતના જાગી. તેઓ પોતાની ભૂલ પર પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તેઓ પોતાના મૂળ સ્થાને પાછા ફર્યા અને આલોચના, પ્રતિક્રમણ કરી વૈરાગ્યની વૃદ્ધિ કરતા-કરતા વિતરણ કરવા લાગ્યા.' ૧. (ક) ઉત્તરાધ્યયન વૂfir, પૃ. ૮૭-૧૦૫ (ખ) વૃઢવૃત્તિ, પત્ર ૨૨૨-૨૩૨ ૫ (ગ) સુદ્ધોધા, પન્ન કર-ધજ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org