________________
પરીષહ-પ્રવિભક્તિ
અધ્યયન : શ્લોક ૪૫ ટિ ૮૨
આચાર્યની સામે પહેલુ બાળક આવ્યું. તેનું નામ હતું–પૃથ્વીકાય. આચાર્યે વિચાર્યું-હું આના બધા ઘરેણા લઈ લઉં, જીવન સુખપૂર્વક વીતશે. આચાર્યે બાળકને કહ્યું-ઘરેણાં ઉતારી દેબાળક બોલ્ય-મંત ! આ ભીષણ અટવીમાં હું આપના શરણે આવ્યો છું. આપ જ મને લુટો છો ? આ કેવો ન્યાય ? મારી વાત સાંભળો, પછી જેમ ઈચ્છો તેમ કરજો .
जेण भिक्खं बलि देमि, जेण पोसेमि नायए ।
सा मे मही अक्कमइ, जायं सरणओ भयं ।। જે પૃથ્વી સહુનું સંરક્ષણ કરે છે, ભરણ-પોષણ કરે છે, તે જ પૃથ્વી મારું ભક્ષણ કરે છે તો લાગે છે કે શરણ દેનાર જ પ્રાણ હરણ કરે છે.
આચાર્યે તેના ઘરેણાં ઉતારી તેને છોડી દીધો. ઘરેણાં પોતાના પાત્રમાં રાખી લીધાં.
એટલામાં અપકાય નામનો બીજો બાળક આવ્યો. તે પણ સુઅલંકૃત હતો. આચાર્યે કહ્યું-ઘરેણાં આપી દે, નહિ તો મારી નાખીશ. બાળક બોલ્યો–મારી વાત સાંભળો. પાટલ નામનો એક માણસ કથા કહીને આજીવિકા ચલાવતો હતો. એકવાર તે ગંગા નદી પાર કરી રહ્યો હતો. એટલામાં જ તેમાં તીવ્ર પ્રવાહ આવ્યો અને તે પાટલ વહેવા લાગ્યો. અંતે ! જુઓ
जेण रोहंति बीयाणि, जेण जीयंति कासया ।
तस्स मज्झे विवज्जामि, जायं सरणओ भयं । જે જળના પ્રભાવથી બીજ ઉત્પન્ન થાય છે, ખેડૂતો જીવનયાપન કરે છે, તે જ જળ મને મારી રહ્યું છે. તે સાચું છે કે શરણ આપનાર જ પ્રાણ હરણ કરી રહેલ છે.
આચાર્યે તેના ઘરેણાં લઈ લીધાં અને તેને અભયદાન આપી છોડી મૂક્યો.
ત્રીજો બાળક તેજસ્કાય નજરે પડ્યો. તેણે ગદ્ગદ્ કંઠે કહ્યું –ગુરુદેવ ! એક કથા સાંભળો. એક જંગલમાં એક તપસ્વી રહેતો હતો. તે પ્રતિદિન અગ્નિની પૂજા કરતો, આહુતિ આપતો. એકવાર તે જ અગ્નિ વડે તેની ઝૂંપડી સળગીને રાખ થઈ ગઈ. તે તપસ્વીએ કહ્યું –
जमहं दिया राओ य, तप्पेमि महुसप्पिसा ।
तेण मे उडओ दडो, जायं सरणओ भयं ।। હું જે અગ્નિનું મધ અને ઘીથી સિંચન કરતો હતો તે જ અગ્નિએ મારું ઘર–કુટિર સળગાવી દીધી. શરણ આપનાર પણ ભયપ્રદ બની ગયો.
એક વ્યક્તિ જંગલમાં જઈ રહ્યો હતો. એટલામાં જ વાઘને આવતો જોયો. તેણે અગ્નિનું શરણ લીધું. અગ્નિ સળગાવીને ત્યાં બેસી ગયો. અગ્નિને જોઈને વાઘ ભાગી ગયો. પરંતુ તે અગ્નિએ તેને જ સળગાવી દીધો. જેને શરણ માન્યું હતું, તે જ અશરણ બની ગયું.
આચાર્યે તેના ઘરેણાં લઈ લીધા અને તેને જીવતો છોડી મૂક્યો.
ચોથા બાળકનું નામ હતું–વાયુકાય. આચાર્યની સામે આવતાં જ આચાર્યે તેને ઘરેણાં આપવા માટે કહ્યું. તેણે આનાકાની કરી, આચાર્યો મારી નાખવાની ધમકી આપી. બાળક બોલ્યો–પહેલાં મારી વાત સાંભળો પછી મનફાવતું કરો. ભંતે ! એક યુવક હતો. તે શક્તિસંપન્ન અને શરીરસંપદાથી યુક્ત હતો. તેને વાયુનો રોગ થયો. શીતળ વાયુ પણ તેને પીડા કરવા લાગ્યો. જે વાયુના સહારે બધા પ્રાણીઓ જીવિત રહે છે, તે જ વાયુ પ્રાણહરણ પણ કરે છે. જે પ્રાણદાતા છે, તે પ્રાણહર્તા પણ બની જાય છે. સાચું જ કહ્યું છે
जिट्ठासाढेसु मासेसु, जो सुहो वाइ मारुओ । तेण मे भज्जए अंगं, जायं सरणओ भयं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org