________________
ઉત્તરઝયણાણિ
८८
અધ્યયન-૨: શ્લોક ૪૨ ટિ ૭૫-૭૬
લાગ્યા. તેમણે તે વૃદ્ધ મુનિને પૂછવું–‘કંઈ સમજાઈ રહ્યું છે?’ તેમણે કહ્યું–‘હા.' આર્ય સાગરનું મન પ્રફુલ્લ બની ગયું. પ્રજ્ઞાનું અભિમાન જાગી ઊઠ્યું. કેટલાક દિવસો વીત્યા.
ઉજૈનીથી આર્ય કાલકના બધા શિષ્યો તેમની શોધમાં નીકળ્યા. તેઓ સુવર્ણભૂમિમાં આવ્યા. આર્ય સાગરને પૂછવું–શું આર્ય કાલક અહીં આવ્યા હતા? તેમણે કહ્યું-હું આર્ય કાલકને ઓળખતા નથી પણ એક વૃદ્ધ આવ્યા છે ખરા. તે શિષ્યો આર્ય કાલકને ઓળખી ગયા. આર્ય સાગરે પોતાના દાદાગુરુ તરફ થયેલી આશાતના માટે તેમની ક્ષમાયાચના માગી અને પૂછ્યુંક્ષમાક્ષમણ ! મારી વ્યાખ્યા-પદ્ધતિ કેવી છે? આર્ય કાલક બોલ્યા-વ્યાખ્યા-શૈલી સુંદર છે, પણ ક્યારેય અભિમાન ન કરવું. સંસારમાં એકથી એક ચડિયાતા જ્ઞાનીઓ છે. ‘હું જ જ્ઞાની છું’ એમ માનવું તે મૂર્ખતાનું ઘાતક છે. જ્ઞાનના ક્ષયોપશમનો તરતમ ભાવ હોય છે, તે ભૂલવું નહિ.
આર્ય સાગર સમજી ગયા. તેમણે વિચાર્યું–અરે ! મેં જ્ઞાનનો ગર્વ કરીને ઘણું બધું ખોયું. પ્રજ્ઞાનો ગર્વ ન કરવો, આ છે પ્રજ્ઞાના પરીષહને સહન કરવો.*
૭૫. નિવૃત્ત થયો (વિ)
વિરતિના પાંચ પ્રકાર છે–પ્રાણાતિપાત વિરતિ, મૃષાવાદ વિરતિ, અદત્તાદાન વિરતિ, મૈથુન વિરતિ અને અપરિગ્રહ વિરતિ. પ્રસ્તુત શ્લોકમાં મૈથુન વિરતિનો જ ઉલ્લેખ છે. બધી વિરતિઓમાં મૈથુન વિરતિ સૌથી મુશ્કેલ છે, મોટી છે, એટલા માટે તેનો મુખ્ય રૂપે ઉલ્લેખ થયો છે.
બૃહદવૃત્તિકાર માને છે કે પુરુષમાં અબ્રહ્મ પ્રતિ આસક્તિ હોય છે અને તેને માટે તેનો ત્યાગ અત્યન્ત કઠિન બને છે, એટલા માટે અહીં તેનું ગ્રહણ કરવામાં આવું છે.'
આચાર્ય નેમિચન્દ્ર આ જ કારણોનો નિર્દેશ કરતાં એક સુંદર ગાથા પ્રસ્તુત કરી છે – ચાર ઉપર વિજય મેળવવો અત્યંત કઠણ છે–
'अक्खाणऽसणी कम्माण मोहणी तह वयाण बंभं च ।
गुत्तीण य मणगुत्ती, चउरो दुक्खेण जिप्पंति ॥' આ ચાર પર વિજય મેળવવો મુશ્કેલ છે– (૧) ઈન્દ્રિયોમાં જિહા ઈન્દ્રિયો પર. (૨) કર્મોમાં મોહનીય કર્મ પર.
૩) વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત પર. (૪) ગુક્તિઓમાં મનોગુપ્તિ પર. ૭૬. (Gો સ+વું....ધમૅ વાઈ-પાવ)
અજ્ઞાનથી ઘેરાયેલો સાધક વિચારે છે કે હું સાક્ષાત્ અથવા સ્પષ્ટ રૂપે નથી જાણતો કે ધર્મ કલ્યાણકારી છે કે પાપકારી ? ચૂર્ણિકારે આ બે પદોના ત્રણ અર્થ કર્યા છે." સાધક વિચારે છે– હું સાક્ષાત્ જાણતો નથી કે, (૧) કલ્યાણકારી ધર્મ કયો છે અને પાપકારી ધર્મ કયો છે? (૨) કયાં કર્મો કલ્યાણકારી છે અને કયાં કર્મો પાપકારી?
૧, સુવા , પત્ર ૧૨ ૨. ઉત્તરાધ્યયન યૂઝિ, પૃ. ૮૪ | ૩. વૃત્તિ , પત્ર ૨૨૮
૪. સુ9ઘોઘા, પત્ર ૧૨ ૫. ઉત્તરાધ્યયન યૂઝિ, પૃ. ૮૪ 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org