________________
પરીષહ-પ્રવિભક્તિ
૮૭.
અધ્યયન ૨: શ્લોક ૪૧ ટિ ૭૩-૭૪
જ્ઞાનાવરણ કર્મના ઉપાર્જનના પાંચ હેતુઓ છે – (૧) જ્ઞાન અને જ્ઞાનીની નિંદા કરવી. (૨) જ્ઞાન અને શાનીનો દ્વેષ કરવો. (૩) જ્ઞાન અને જ્ઞાની તરફ મત્સરભાવ રાખવો. (૪) જ્ઞાન અને જ્ઞાનનો ઉપઘાત કરવો. (૫) જ્ઞાન અને જ્ઞાનીના માર્ગમાં વિદ્ગો પેદા કરવાં.
જ્યારે જ્ઞાનાવરણ કર્મનો વિપાક થાય છે ત્યારે જ્ઞાન આવૃત્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં જ્યારે કોઈ પૂછે છે ત્યારે વ્યક્તિ તેનો જવાબ ન દઈ શકવાને કારણે મનોમન પોતાને હીન માનવા લાગે છે. આ પ્રજ્ઞા અભાવને કારણે ઉત્પન્ન પરીષહ છે.
સૂત્રકારે આ પરીષહને સમભાવપૂર્વક સહન કરવા માટે કેટલાક રસ્તા બતાવ્યા છે– (૧) મેં પોતે આ અજ્ઞાનના હેતુભૂત જ્ઞાનાવરણ કર્મ ઉપાર્જિત કર્યા છે.
(૨) તે કમ તત્કાળ જ ઉદયમાં ન આવ્યા. એબાધાકાળ વીતી ગયા પછી, ઉપયુક્ત નિમિત્તોનો સંયોગ મળ્યો ત્યારે તેમનો વિપાક થયો છે. હવે મારા માટે એ જ શ્રેયસ્કર છે કે હું તે કર્મોના વિઘાત માટે પ્રયત્ન કરું, નહિ કે વિષાદગ્રસ્ત થઈને પોતાની જાતને દુ:ખી કરું.
(૩) સ્વાભાવિકપણે આજે આ કર્મોનો વિપાક થઈ રહ્યો છે તો હું તેમને સહન કરું.
૭૩. પછીથી ઉદયમાં આવે છે (પછી ડફન્નતિ)
કર્મ-બંધની પ્રક્રિયા અનુસાર કર્મોનો બંધ થતાં જ તે ઉદયમાં નથી આવી જતા. પ્રત્યેક કર્મબંધનો અબાધાકાળ હોય છે. આ એવો કાળ છે કે જેમાં કર્મો સુષુપ્ત રહે છે, ફળ આપતાં નથી. જ્યારે આ કાળ પૂરો થાય છે ત્યારે તે ઉદયમાં આવે છે, ભલે તેમનો વિપાકોદય હોય કે પ્રદેશોદય હોય. અહીં ‘પછી' (સં.પશ્ચાત) શબ્દ વડે અબાધાકાળ ગૃહિત છે.
ફર્નાનિ–અહીં ભવિષ્યકાળનો વ્યત્યય માનીને બૃહવૃત્તિકારે આનું સંસ્કૃત રૂપ તિ’ આપ્યું છે. અમે ‘ીર્યન્ત’ના આધારે અર્થ કર્યો છે. ૦૪. પ્રજ્ઞા પરીષહ
સુવર્ણભૂમિમાં આર્ય સાગર પોતાની શિષ્યમંડળી સાથે સુખપૂર્વક રહેતા હતા. તેમના દાદાગુરુ આચાર્ય કાલક ઉજૈનીમાં હતા. એકવાર તેમણે વિચાર્યું–ઓહ ! મારા બધા શિષ્યો મંદ શ્રદ્ધાવાળા બની ગયા છે. તેઓ ન સુત્ર ભણે છે અને ન તો અર્થનું અનુચિતન કરે છે. તેઓ બધા સાધ્વાચારમાં પણ શિથિલ થઈ રહ્યા છે. હું કોમળતાથી તેમને આ બાજુ ખેંચું છું, પણ તેઓ મારી આ પ્રેરણાને સાચી રીતે લેતા નથી. તેમની વારંવાર સારાવારણાથી મારા સૂત્રાર્થની હાનિ થાય છે અને ક્યારેકક્યારેક રોષવશ કર્મબંધ પણ થાય છે. આવું વિચારીને તેઓ રાતોરાત ત્યાંથી નીકળી એકલા જ સુવર્ણભૂમિ પહોંચી ગયા. આર્ય સાગરે તેમને ઓળખ્યા નહિ. તેઓ તેમના ગણમાં સંમિલિત થઈ ગયા. આર્ય સાગર અનુયોગની વાચના આપવા
૧. વૃત્તિ , પત્ર ૨૨૬ :
ज्ञानस्य ज्ञानिनां चैव, निन्दाप्रद्वेषमत्सरैः ।
उपघातैश्च विनश्च, ज्ञानघ्नं कर्म बध्यते ॥ २. बृहद्वृत्ति, पत्र १२६ : यदि पूर्व कृताणि कर्माणि किं न
તવૈવ વૈવિતનિ ? ઉચ્ચતે.....પJ– વાધોવરાત્રે,
उदीर्यन्ते-विपच्यन्ते कर्माण्यज्ञानफलानि कतानि अलर्कमूषिकविषविकारवद् तथाविधद्रव्यसाचिव्यादेव तेषां विपाकदानात् । ૩. એજન, પત્ર ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org