________________
ઉત્તરઝયણાણિ
૮૦
અધ્યયન-૨: શ્લોક ૩૦-૩૧ ટિ પ૬-૫૮
પાત્ર બની જાય છે. યાચના કરવી મૃત્યુસમાન છે. નીતિકારે કહ્યું છે
गात्रभंगः स्वरे दैन्यं, प्रस्वेदो वेपथुस्तथा । मरणे यानि चिह्नानि, तानि चिह्नानि याचने ॥ મૃત્યુસમયે જે લક્ષણો પ્રકટ થાય છે–શરીરના ગાત્રોનું ઢીલા જવું, વાણીમાં લાચારી, પરસેવો તથા કંપન વગેરે–તે બધાં યાચના સમયે પણ પ્રકટ થાય છે. પ૬. ગૃહવાસ જ શ્રેયસ્કર છે (સેમો મળવાણુ વિ)
યાચનાના પરીપતથી પરાજિત થઈને ભિક્ષુ એવું ના વિચારે કે ગૃહવાસ જ શ્રેયસ્કર છે, સારો છે, કેમકે તેમાં કોઈની પાસેથી કંઈ માગવું નથી પડતું, યાચના નથી કરવી પડતી. તેમાં પોતાના પુરુષાર્થથી મેળવેલી કમાણી વડે ખાવાનું હોય છે અને તે પણ દીન, અનાથ વગેરે સાથે સંવિભાગ કરીને ખાવાનું હોય છે. એટલા માટે ગૃહવાસ જ સારો છે.'
૫૭. (શ્લોક ૩૦)
લાભ અને અલાભ–આ એક દ્વન્દ્ર છે. મુનિને દરેક પદાર્થ માગવાથી મળે છે. એટલા માટે તેને ક્યારેક વસ્તુ મળી જાય છે અને ક્યારેક નથી પણ મળતી, અપ્રાપ્તિમાં તેનું મન વિચલિત ન બને એટલા માટે બત્રીસમા શ્લોકમાં એક આધારસુત્ર નિર્દિષ્ટ છે. જે મુનિને લાભમાં આનંદ થાય છે તેને અલાભમાં દુ:ખ થવાનું જ. આ સ્થિતિમાંથી બચવા માટે તે બંને અવસ્થાઓમાં સમભાવ રાખી રહે. વસ્તુની પ્રાપ્તિ થતાં એમ ના વિચારે કે હું કેટલો લબ્ધિમાન છું કે જે ઈચ્છું છું તે મળી જાય છે. વસ્તુની પ્રાપ્તિ ન થતાં એમ ના વિચારે કે અરે હું કેટલો અભાગી છું કે મને કંઈ પણ મળતું નથી. બંને પરિસ્થિતિમાં તે ધર્મ રાખે, સમ રહે. તે આમ વિચારે. આજ મને આ પદાર્થ નથી મળ્યો તો શું થયું. સંભવ છે કાલ કે પરમ દિવસે કે એના પછીના દિવસે તો મળી શકશે. આ આધાર-સૂત્રનો જે સહારો લે છે, તેને અલાભ કદી સતાવતો નથી. આ આધારસૂત્રનું મૂળ છેધર્ય.
એક યુવક ટૉલ્સટોય પાસે આવીને બોલ્યો–મહાશય ! આપની સફળતાનું રહસ્ય શું છે? ટોલ્સટોયે કહ્યું-વૈર્ય. યુવકે બેત્રણ વાર પૂછ્યું અને તેને એ જ ઉત્તર મળ્યો. તે મૂંઝવણમાં મુકાઈ ગયો. તે બોલ્યો-આ તે કંઈ સફળતાનું રહસ્ય છે? શું ધૈર્ય રાખવાથી ક્યારેય ચાળણીમાં પાણી ભરી રાખી શકાય છે? અસંભવિત છે. આપ કંઈક છુપાવી રહ્યા છો, સાચેસાચું કહી દો. ટોલ્સટોયે કહ્યું–મિત્ર ! જીવનની સફળતાનું આ મહાન સૂત્ર છે. જો ધૈર્ય રાખવામાં આવે તો ચાળણીમાં પણ પાણી ભરી શકાય છે. યુવકે ધૂંધવાયો. તે બોલ્યો-કેવી રીતે? ક્યાં સુધી બૈર્ય રાખવામાં આવે? ટૉલ્સટોયે કહ્યું-ત્યાં સુધી ધૈર્ય રાખવું કે જ્યાં સુધી પાણી જામીને બરફ ન બની જાય. બરફ ચાળણીમાં ભરી રાખી શકાશે.
૫૮. તેને અલાભ નથી સતાવતો (ત્નામો તંત્ર તન્ના)
વ્યાખ્યાકારોએ અહીં એક લૌકિક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે
એકવાર વાસુદેવ, બળદેવ, સત્યકિ અને દારુક આ ચારે ઘોડેસવાર થઈ ફરવા નીકળ્યા. ઘોડા તીવ્રવેગી હતા. તે ચારે એક ભયંકર અટવીમાં આવી પહોંચ્યા. રાતનો સમય આવી લાગ્યો હતો. તે ચારે એક વટવૃક્ષ નીચે વિશ્રામ કરવા અટક્યા. રાત્રિનો પહેલો પ્રહર, બધા સૂઈ ગયા. દારુક જાગી રહ્યો હતો. એટલામાં જ ક્રોધ પિશાચનું રૂપ ધારણ કરી ત્યાં આવ્યો અને દારુકને કહ્યું–‘હું ભૂખ્યો છું. આ જે સૂઈ રહ્યા છે તેમને ખાઈને મારી ભૂખ સંતોષીશ. નહિતર તુ મારી સાથે લડ.' દારુકે તેની
૧. (ક) ૩ત્તરાધ્ધથન ચૂળ, પૃષ્ઠ ૭૪ ]
(ખ) વૃત્તિ , પત્ર ૨૭.
૨. (ક) ઉત્તરાધ્યયન –ff, પૃષ્ઠ ૭૬, ૭૬ ા
(ખ) વૃહત્ત, પત્ર ૨૬૮૫ (ગ) સુવવધા, પત્ર ૪પ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org