________________
પરીષહ-પ્રવિભક્તિ
અધ્યયન ૨ : શ્લોક ૩૨ ટિ ૪૯
સાથે લડવાનું શરૂ કર્યું. જેમ-જેમ દારુક તે પિશાચ ઉપર કાબુ મેળવવામાં નિષ્ફળ થતો ગયો તેમ-તેમ તેનો ક્રોધ વધતો ગયો. પિશાચનો ક્રોધ પણ વધતો ગયો. પ્રહર વીતતા-વીતતા દારુક નિષ્પ્રાણ બની નીચે પછડાયો.
બીજા પ્રહરમાં સત્યકિ ઊઠ્યો. પિશાચે તેને પણ નિષ્પ્રાણ કરી દીધો. ત્રીજા પ્રહરમાં બળદેવની પણ એ જ ગતિ થઈ.
રાત્રિનો ચોથો પ્રહર. વાસુદેવ ઊઠ્યો. પિશાચે તેને પડકાર્યો. બંને લડવા લાગ્યા. પિશાચ જેમ-જેમ લડતો, જેમ-જેમ દાવપેચ કરતો, વાસુદેવ પ્રશંસાના સ્વરમાં તેને કહેતો—‘અહો ! કેટલો બળવાન છે તું ! અપાર છે તારી શક્તિ.' જેમ-જેમ પિશાચ આ પ્રશંસાના શબ્દો સાંભળતો, તેનો રોષ ઓછો થઈ જતો. ચોથો પ્રહર વીતતાં-વીતતાં તો પિશાચ શક્તિહીન બની ગયો. વાસુદેવે તેને ઉપાડીને એક બાજુ ફેંકી દીધો. પ્રભાત થયું. તેણે જોયું કે તેના ત્રણે સાથીઓ હત-પ્રહત છે. પૂછ્યું તો તેમણે કહ્યું-પિશાચે અમારી આ દશા કરી છે. વાસુદેવ બોલ્યો—તે ક્રોધરૂપી પિશાચ હતો. મેં તેને શાંતિ અને ક્ષમાથી જીતી લીધો.
જેમ ક્રોધને ક્ષમાથી જીતી શકાય છે, તેમ અલાભને સંતોષથી જીતી શકાય છે.
૮૧
વાસુદેવનો પુત્ર ‘ઢંઢ’ ભગવાન અરિષ્ટનેમિની પાસે ચાતુર્યામ વિનયધર્મ સ્વીકારી પ્રવ્રુજિત થયો. તે સમૃદ્ધ ગામ-નગરોમાં વિહાર કરતો. પરંતુ ક્યાંય તેને ભિક્ષા મળતી નહિ. જો ક્યારેક કંઈક મળતું તો તે ‘ખં વા તં વા’. તે જે ઘરમાં જતો, તે ઘરમાંથી બીજા મુનિઓને પણ ભિક્ષા મળતી નહિ. બધાને અંતરાય થતો. તેણે એવો અભિગ્રહ કરી લીધો કે મારે બીજા મુનિઓનો લાભ લેવો નથી. એકવાર ભગવાન દ્વારકા નગરીમાં પધાર્યા. વાસુદેવે પૂછ્યું—ભંતે ! આપના સાધુ-સમ્પ્રદાયમાં દુષ્કરકારક મુનિ કોણ છે? ભગવાને કહ્યું—ઢંઢણ અણગાર. ફરી પૂછ્યું—ભગવાન ! કેવી રીતે ? ભગવાને કહ્યું—તે મુનિ અલાભ-પરીષહ સમભાવથી સહન કરી રહ્યા છે. ‘ભગવાન ! તેઓ ક્યાં છે ?' ભગવાન બોલ્યા—જ્યારે તમે નગરમાં પ્રવેશ કરશો ત્યારે તે સામા મળશે.
નગરમાં પ્રવેશ કરતાં જ જોયું કે એક અણગાર સામે આવી રહ્યા હતા. તેમનું શરીર સૂકાઈને લાકડાં જેવું થઈ ગયું હતું. તે માત્ર હાડકાનો માળો જ બની ગયા હતા. પરંતુ તેમના મુખમંડળ પરથી શાંતરસ ટપકી રહ્યો હતો. તેમનું પરાક્રમ અસ્ખલિત હતું. તે ઢંઢણ અણગાર હતા. વાસુદેવ હાથી ૫૨થી નીચે ઊતર્યા. વંદના કરી. એક શેઠે વાસુદેવને વંદના કરતા જોયા. સંયોગવશ ઢંઢણ અણગાર તે જ શેઠના ઘરે ગયા. શેઠે તેમને લાડુ વહોરાવ્યા. તેમણે ભગવાન પાસે આવીને પૂછ્યું—ભંતે ! શું મારું લાભાંતરાય કર્મ ક્ષીણ થઈ ગયું ? ભગવાન બોલ્યા—નહિ. ‘તો પછી ભગવંત ! આજ મને ભિક્ષામાં લાડુ કેવી રીતે મળ્યા?’ ભગવાન બોલ્યા—આજે જે ભિક્ષા તમને મળી છે, તેનું મૂળ કારણ છે વાસુદેવે તમને કરેલું વંદન. તેમને જોઈને જ શેઠના મનમાં ભક્તિભાવ ઊભરાયો. ઢંઢણ અણગારે વિચાર્યું–હું બીજાના લાભ પર જીવવા ઈચ્છતો નથી. હવે આ ભિક્ષા હું બીજાને પણ આપી શકતો નથી. આમ વિચારીને ઢંઢણ અણગારે ભાવનાની શુભ શ્રેણી પર આરોણ કરતાં-કરતાં કેવળજ્ઞાની બની ગયા. તે જ ભવમાં તેઓ મુક્ત થઈ ગયા.
મુનિ લાભ-અલાભમાં સમ રહે. ક્યારેક કંઈક મળી શકે છે, ક્યારેક કંઈ પણ નહિ. તેનું પોતાનું કંઈ નથી હોતું. બધી આવશ્યકતાઓ યાચનાથી પૂરી થાય છે. આથી તેને ક્યારેક લાભ થાય છે, ક્યારેક નહિ. તેની પોતાની તો છે—સમતા. તેનાથી જ તે આ પરીષહને પાર કરી શકે છે.
૫૯. રોગને (યુમાં)
પ્રસ્તુત શ્લોકમાં દુઃખ શબ્દ રોગનો વાચક છે. દુ:ખ ચાર છે–જન્મ, ઘડપણ, રોગ અને મૃત્યુ.
રોગ બે પ્રકારના હોય છે—આંતરિક અને બાહ્ય. ચૂર્ણિકારે ત્રણ પ્રકારના રોગોનો ઉલ્લેખ કર્યો છે –
૧. (ક) ઉત્તરાધ્યયન વૃળિ, પૃષ્ઠ ૭૭ : રોન યુવનું વા |
(ખ) વૃત્તવૃત્તિ, પત્ર ૧૮ : રુ:તિ કૃતિ યુ:ā, પ્રસ્તાવાર્ ज्वरादिरोगः ।
૨. ઉત્તરાયળ, શ્। ? :
Jain Education International
जम्मं दुक्खं जरा दुक्खं, रोगा य मरणाणि य ।
अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जन्तवो ॥
૩. ઉત્તરાધ્યયન વૃત્તિ, પૃષ્ઠ ૭૭ : સ તુ ોનો વાતિ: ઐત્તિ: श्लेष्मजश्चेति ।
For Private & Personal Use Only
www.jainelibrary.org