________________
ઉત્તરઝયણાણિ
અધ્યયન-૨ : શ્લોક ૬ ટિ ૧૧
સ્નિગ્ધ શરીરવાળાને ઠંડી ઓછી સતાવે છે. મુનિ રૂક્ષ શરીરવાળો છે, તે વિચરણશીલ છે, અને તે વિરત –અગ્નિના સમારંભ તથા ગૃહ-વ્યાપારથી મુક્ત છે–પ્રસ્તુત શ્લોકમાં ઉલિખિત આ ત્રણેય અવસ્થાઓ શીતસ્પર્શને પ્રખર કરનારી છે. - શરીરની રૂક્ષતાનાં બે કારણો છે–સ્નિગ્ધ ભોજનનો અભાવ અને સ્નાન વગેરેનો અભાવ. જે મુનિ સતત રૂક્ષ ભોજન
સ્નાન નથી કરતો, તેનું શરીર રૂક્ષ–સૂકું થઈ જાય છે. રૂક્ષ શરીરવાળાને ઠંડી, ગરમી વગેરે સતાવે છે. રૂક્ષ આહારથી પેશાબ પણ અધિક થાય છે, વારંવાર શંકા નિવૃત્તિ માટે જવું પડે છે, તેથી સ્વાધ્યાયમાં વિક્ષેપ પડે છે. રૂક્ષ આહારને લીધે ચીડિયાપણું વધે છે અને વ્યક્તિ વારંવાર અને જલ્દી ગુસ્સે થવા લાગે છે.
ભગવાન મહાવીર જ્યારે લાટ દેશમાં ગયા ત્યારે તેમને ત્યાં અનેક કષ્ટો સહન કરવા પડ્યાં. તે દેશમાં અન્નની પેદાશ ઓછી થતી હતી. પ્રદેશ પથરાળ હતો. લોકો લૂખું-સૂકું ખાઈને જીવન-નિર્વાહ કરતા હતા, એટલા માટે તેઓ અધિક ક્રોધી અને ચીડિયા સ્વભાવના હતા.૩
આવા પ્રકારનું લૂખું ભોજન શરીર અને મન બંનેને પ્રભાવિત કરે છે.
જૈન મુનિઓ માટે એમ વિધાન છે કે તેઓ સ્નિગ્ધ આહાર પણ સતત ન કરે અને રૂક્ષ આહાર પણ સતત ન કરે. બંનેમાં સમતુલા જાળવે. માત્ર સ્નિગ્ધ આહાર કરવાથી ઉન્માદ વધે છે અને માત્ર રૂક્ષ આહાર કરવાથી ક્રોધ વગેરેની વૃદ્ધિ થાય છે, બુદ્ધિ નિર્બળ બને છે.
હેરક્લાઈટસે કઠોરતા અને રૂક્ષતાને જગતનું મૂળ તત્ત્વ માન્યું. તેણે કહ્યું-Keep your life dry-જીવનને સુકું બનાવો. તેના આધારે સંયમનો વિકાસ થયો. ભગવાન મહાવીર અને હેરક્લાઈટસ–બંનેએ સંયમના અર્થમાં એક જ શબ્દ-રક્ષ—નો પ્રયોગ કર્યો છે. ૧૧. (શીત પરીષહ)
આચાર્ય ભદ્રબાહુ રાજગૃહ નગરીમાં પધાર્યા. ચાર વણિકમિત્રો તેમની પાસે દીક્ષિત થયા. તે ચારેએ આચાર્ય પાસેથી, વિપુલ શ્રુતજ્ઞાન મેળવ્યું. તેઓએ પોતાની આત્મશક્તિને ઉત્તેજિત કરી એકલ-વિહાર-પ્રતિમા સ્વીકારી ને ચારે જણા સાથે સાથે જનપદ-વિહાર કરવા લાગ્યા. એક વાર તેઓ રાજગૃહ નગરમાં આવી ચડ્યા. તે સમયે હેમંત ઋતુ પૂરબહારમાં હતી. ઠંડીનો ભયંકર પ્રકોપ સમગ્ર નગરને સતાવી રહ્યો હતો. તેવા ઠંડા પવનથી અનેક પશુપક્ષીઓ મરી ગયા. વૃક્ષો ઠરી ગયા, સુકાઈ ગયા. તે ચારે મુનિઓ સ્વાધ્યાય અને ધ્યાનમાંથી નિવૃત્ત થઈ દિવસના ત્રીજા પહોરમાં ગોચરી માટે નીકળ્યા. ચારે રાજગુહની જુદી-જુદી દિશાઓમાં ગયા. તેમને પાછા વળી વૈભારગિરિ પર્વત પર આવવાનું હતું. એક મુનિ ભોજન લઈ અને આવી રહ્યો હતો. વૈભારગિરિના ગુફા-દ્વાર પર આવતા આવતા દિવસનો ચોથો પહોર શરૂ થઈ ગયો. તે ત્યાં જ પ્રતિમા કાયોત્સર્ગમાં ખડો થઈ ગયો. ભોજન ન કર્યું. બીજો મુનિ જ્યારે નગરના બગીચા પાસે પહોંચ્યો ત્યારે ચોથો પહોર શરૂ થઈ ગયો. તે ત્યાં જ સ્થિર થઈ ગયો. ત્રીજો એક ઉદ્યાનની પાસે સ્થિર થઈ ગયો અને ચોથો નગરની પાસે પ્રતિમામાં ઊભો રહી ગયો. એકલ-વિહારે જ સાધના કરનારા સાધકોની એવી મર્યાદા હોય છે કે જ્યાં જ્યારે દિવસનો ચોથો પહોર શરૂ થઈ જાય, તેણે ત્યાં જ પ્રતિમામાં સ્થિર થઈ જવું પડે છે. | ગુફા-દ્વાર પાસે સ્થિત મુનિને પર્વતના વાયુના ભયંકર સપાટ લાગી રહ્યા હતા. પણ તે મેરુની માફક નિષ્પકંપ અને નિશ્ચળ રહ્યો. તે રાત્રિના પહેલાં પહોરમાં દેવગતિ પામ્યો. એ જ રીતે ઠંડીના પ્રચંડ પ્રકોપથી પીડાઈને બીજો રાત્રિના બીજા પહોરમાં, ત્રીજો ત્રીજા પહોરમાં અને ચોથો ચોથા પહોરમાં દેવગતિ પામ્યો.
આ દૃષ્ટાંત છે શીત પરીષહને સમભાવથી સહન કરવાનું.' १. उत्तराध्ययन चूर्णि, पृ०५६ : विरतं अग्गिसमारंभातो અક્ષમ્ | गृहारंभतो वा, बाह्याभ्यंतरस्नेहपरिहारा ।
3. आचारांग चूर्णि, पृ० ३१८ : रुक्खाहारत्ता अतीव कोहणा। २. बृहद्वृत्ति, पत्र ८८ : लूहं ति स्नानस्निग्धभोजनादि-परिहारेण ४. सुखबोधा, पत्र २० ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org