________________
પરીષહ-પ્રવિભક્તિ
૬૧
અધ્યયન ૨: શ્લોક ૫-૬ ટિ ૭-૧૦
૭. સચિત્ત પાણી (સી )
શીતનો અર્થ છે–ઠંડ. શીત-ઉદક—આ સ્વરૂપી (શસ્ત્રથી અનુપહત અથવા સજીવ) પાણીનું સૂચક છે.' ડૉ. હરમન જે કોબીએ તેનો અર્થ Coyd Water ‘ઠંડુ પાણી’ કર્યો છે. આ શબ્દનો લાક્ષણિક અર્થ છે, ભ્રામક પણ છે, ઠંડુ પાણી સચિત્ત પણ હોઈ શકે છે અને અચિત્ત પણ, અહીં સચિત્ત અર્થ અભિપ્રેત છે. ૮. પ્રાસુક જળની એષણા (વિયડસ)
બ્રહવૃત્તિકારે ‘વિયનું સંસ્કૃત રૂપ “વિકૃત” આપીને, તેનો અર્થ અગ્નિ વગેરે વડે સંસ્કારિત એવો કર્યો છે. પ્રસ્તુત પ્રસંગમાં તે અચિત્ત અથવા નિર્જીવ જળ માટે વપરાયું છે. વિ દેશી શબ્દ છે.
૯. તરસનો પરીષહ - પિતા અને પુત્ર બંનેએ પ્રવજયા લીધી. એક વાર બપોરે વિહાર કરી તેઓ એક નગર તરફ જવા નીકળ્યા. રસ્તામાં ભયંકર જંગલ હતું. નાના મુનિને તરસ લાગી અને તે પોતાના પિતા (મુનિ)ની પાછળ ચાલવા લાગ્યો. બીજા બીજા મુનિઓ પણ સાથે હતા. રસ્તામાં એક નદી આવી. પિતા-મુનિએ સ્નેહવશ પોતાના પુત્ર-મુનિને કહ્યું-વત્સ ! નદીનું પાણી પીને તરસ બુઝાવ, પછી પ્રાયશ્ચિત્ત કરી લેજે. પિતા-મુનિ નદીમાં ઉતર્યા.
તેણે વિચાર્યું--કંઈક આગળ ચાલું, કે જેથી કરી આ બાળમુનિ પાણી પી લે. ક્યાંક મારી હાજરીમાં તે પાણી નહિ પીવેએમ વિચારીને તે એક બાજુ ચાલ્યા ગયા.
બાલ-મુનિ નદીમાં ઉતર્યો. તેનું મન સહેજ ઢીલું પડ્યું. તેણે ખોબામાં પાણી લીધું. તેની વિવેક-બુદ્ધિ જાગી ઊઠી. તેણે મનોમન વિચાર્યું–‘અરે ! આ જીવોને કેવી રીતે પીઉં ?' ભગવાને કહ્યું છે
एकम्मि उदगबिंदुम्मि, जे जीवा जिणवरेहिं पन्नत्ता। ते पारेवयमेत्ता, जंबुद्दीवे ण माएज्जा ।। जत्थ जलं तत्थ वणं, जत्थ वणं तत्थ निच्छिओ तेऊ। तेऊ वाउसहगओ, तसा य पच्चक्खया चेव ।। ता हंतूण परप्पाणे, अप्पाणं जो करेइ सप्पाणं ।
अप्पाणं दिवसाणं, कएण नासेइ सप्पाणं । બાલ-મુનિને અત્યન્ત વૈરાગ્ય ઉપયો. તેણે વિચાર્યું-હું પોતાના ટૂંકા જીવન માટે આટલાં બધાં પ્રાણીઓની હત્યા કરું તે મારા માટે યોગ્ય નથી, આમ વિચારીને તે ત્યાંથી તરસ્યો જ આગળ ચાલ્યો. નદી પાર ઉતર્યો. તરસ વધતી જ ગઈ. મૃત્યુને નજીક આવેલું જાણી તેણે એક વૃક્ષ નીચે વિશ્રામ કર્યો અને નમસ્કાર મહામંત્રનો જાપ કરતાં-કરતો સદ્ગતિ પામ્યો.
બધા મુનિઓએ તે બાળમુનિની ધીરજને વખાણી અને તેની અત્યન્ત પ્રશંસા કરી.'
૧૦. રક્ષ શરીરવાળા સાધુનો (સૂ)
શીત પરીષહના સંદર્ભમાં ‘’ શબ્દનો પ્રયોગ અર્થ-સૂચક છે. સ્નિગ્ધતા શરીરમાં ગરમી પેદા કરે છે, એટલા માટે १. बृहद्वृत्ति, पत्र ८६ : शीतं-शीतलं, स्वरूपस्थतोयोपलक्षण प्रासुकस्येति यावत्, प्रक्रमादुदकस्य ।
मेतत्, ततः स्वकीयादिशस्त्रानुपहतं अप्रासुकमित्यर्थः । ૩. સુવીધા, પન્ન ??.. ૨. એજન : વિય ત્તિ વિકૃત વદનિા વિકt ifપતથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org