________________
સ્તંભનપુરના લેખ નં. ૪૪૯ ] ( ૧૭ ) : અવલોકન ૧૦ મા, ૧૧ મા અને ૧૨ મા પદ્યમાં તેમના પુત્ર લવણપ્રસાદનું વર્ણન છે. ૧૩ મા લેકમાં તેની સ્ત્રી મદનદેવીને ઉલ્લેખ છે. પછીના ૪ પદ્યમાં તેમના પ્રાક્રમી પુત્ર વિરધવલની વર્ણના છે અને ૧૮ મા
લોકમાં તેની રાણું વયજલદેવીને નામનિર્દેશ કરેલો છે. ૧૯ મા કાવ્યમાં વીસલદેવ રાજાના ગુણ વર્ણવ્યા છે. અંતે ૩૦ મા કાવ્યની એકજ લાઈન બચી રહી છે અને ત્યાંથી જ લેખ ખંડિત થઈ ગયું છે. લેખને ઉપકમ જોતાં લેખ બહુ મોટો અને ઉપયોગી હોવું જોઈએ પરંતુ કેણ જાણે કયાં અને ક્યારે તે નષ્ટ થયું હશે તે કાંઇ કહી શકાય તેમ નથી. ,
(૪૪૯) ખંભાતમાં ચિંતામણિ પાર્થનાથનું એક જૂનું મંદિર છે તેમાં એક ઠેકાણે કઠણ કાળા પત્થર ઉપર આ લેખ કતરેલ છે. લેખની શિલા ૩ર ઈચ લાંબી અને ૧૯ ઈંચ પહોળી છે અને તેમાં એકંદર ૨૯ પંકિતઓ ખોદેલી છે. ડાબી બાજુએ એ શિલાને ઉપરને ડેક ભાગ ભાંગી ગએલે છે તેથી પ્રથમની ૧૧ પંકિતઓને શુરૂઆતને વધતે ઓછો લેખાંશ ખંડિત થઈ ગયું છે. લેખની રચના પદ્યમય છે અને પદ્યની સંખ્યા ૭ જેટલી છે. આ લેખ પણ ઉપરના લેખની માફક ઉકત પુસ્તકમાં પ્રથમ પ્રકાશિત થઈ ગયેલ છે. લેખને કેટલેક ભાગ ઉપર જણાવ્યા પ્રમાણે ખંડિત થઈ જવાથી તેને ભાવાર્થ સ્પષ્ટ કળી શકાતા નથી. તેમજ જે ભાગ અખંડ છે તેમાં પણ કેટલીક અશુદ્ધિઓ જણાય છે અને તેના લીધે સંબંધાઈ ફુટ થતો નથી. ભાવનગર રાજ્ય તરફથી પ્રકાશિત ઉકત પુસ્તકમાં આને શબ્દશઃ ઈગ્રેજી અનુવાદ આપવામાં આવ્યું છે પરંતુ તે બહુજ અશુદ્ધ અને અસંબદ્ધ છે. આ કારણથી આ ઠેકાણે હું આ આખા લેખનું વિસ્તૃત અને સ્પષ્ટ વિવેચન નહિ આપી માત્ર સારાંશજ આપું છું.
પ્રારંભના કલેકેમાં પાર્શ્વનાથ તીર્થંકરની સ્તુતિ કરેલી છે. પાંચમા કલેકમાં “સંવત્ ૧૧૬૫, જયેષ્ઠાદિ ૭ સેમવાર” આ પ્રમાણે મિતિ આપી છે. આ મિતિ અહિં શી બાબતની. આપી છે તે, એ
૭૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org