________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૩૧૦ ) [ કચ્છના ખાખર ગામનો લેખ. નં. ૪૪૬
એવા અમારા ગુરૂ મહારાજ પંડિત શ્રીવિવેકહર્ષગણિએ સંઘાડા સહિત, તેજ ગુરૂ મહારાજને મહારાજ શ્રીભારમલ્લાના આગ્રહયુક્ત થએલે આદેશ પામીને શ્રીભકતામર આદિકની સ્તુતિ પૂર્વક ભકિતથી પ્રસન્ન થએલા શ્રીત્રાષભદેવ પ્રભુના ઉપાસક એવા દેવવિશેષની આજ્ઞાવડે કરીને પહેલે બિહાર અહીં શ્રી કચ્છ દેશમાં કર્યો. વળી તેમાં પણ સંવત્ ૧૬૫૬ વર્ષે શ્રીભુજ નગરમાં પહેલું માસું અને બીજું ચોમાસું રાયપુર બંદરમાં કર્યું. વળી તે સમયે શ્રીકચ્છ, મચ્છુકાંઠા, પશ્ચિમ પાંચાલ, વાગડ તથા જેસલા આદિક અનેક દેશના સ્વામી એવા; તથા મહારાજ શ્રી ખેંગારજીની ગાદીને શેભાવનાર એવા તથા વ્યાકરણ અને કાવ્ય આદિકનાં પરિજ્ઞાનવાળા તથા તેવા પ્રકારની મહત્તા, સ્થિરતા તથા ધર્મ આદિક ગુણવડે કરીને દૂર કરેલ છે સરસ્વતીને જેમણે એવા તથા મહાન અનવસ્થા અને વિરોધને ત્યાગ કરાવનારા અને યાદવ વંશની અંદર સૂર્ય સમાન એવા મહારાજા રાજાધિરાજ શ્રીભારમલજીએ વિનંતિ કરવાથી શ્રીગુરૂ મહારાજે તેમની ઈચ્છાપૂર્વક વિહાર કર્યો. તેમજ કાવ્ય તથા વ્યાકરણ આદિકની ગષ્ટીથી તથા સ્પષ્ટ રીતે અષ્ટ અવધાન આદિકને ઉત્કૃષ્ટ પંડિતાઈને ગુણ દેખાડવાવડે કરીને ખુશી કરેલા એવા તે રાજાએ શ્રીગુરૂમહારાજ પ્રત્યે પોતાના દેશમાં જીવહિંસા ન થવા દેવા માટેનો લેખ કરી આપવાની કૃપા કરી. તે લેખને ખુલાસે નીચે મુજબ છે –
હમેશાં ગાયની બિલકુલ હિંસા થાય નહીં તેમજ ઋષિ પંચમી સહિત પર્યુષણના નવે દિવસોમાં, શ્રાદ્ધ પક્ષમાં, સઘલી અગ્યારાએ, રવિવાર તથા અમાવસ્યાના દિવસોમાં તેમજ મહારાજ ના જન્મ દિવસે તથા રાજય દિવસે પણ સઘલા પ્રકારના છની હિંસા ન થાય એવી રીતની સર્વ દિશાઓમાં અને સર્વ જગાએ ઉદુષણા કરાવી. ત્યાર બાદ એક વખતે શ્રાવણ માસનું વાર્ષિક પર્વ પાલવાની મહારાજાએ આજ્ઞા કરતે છતે બ્રાહ્મણો તે અંગિકાર ન કરવાથી તેમને બોલાવીને શ્રી ગુરૂમહારાજે શિક્ષા કરાવી તેમજ ગુરૂ
૭૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org