________________
કચ્છના ખાખર ગામનેા લેખ. ન. ૪૪૬ ] ( ૩૧૧ )
અવલાકન
મહારાજે કહેલી શ્રાવણમાસની વાર્ષિક વ્યવસ્થાવાલી સિદ્ધાંતના અથે ની યુતિ સાંભલીને તુષ્ટમાન થયેલા રાજ્યએ શ્રી ગુરૂમહારાજ પ્રત્યે મહેરખાની પૂર્વક પોતાની મેહેાર છાપવાલાં સાત જયપાત્રો આપ્યાં અને પ્રતિપક્ષીને પરાજિત પત્રા એટલે હારવાનાં પત્રો આપ્યાં અને તેવી રીતથી રાજનીતિ મતાવીને રાજાએ પોતાના ઉત્તમ પ્રકારના ન્યાયધમ શ્રીરામની પેઠે સત્ય કર્યાં. વળી અમારા ગુરૂમહારાજને એટલે પ્રભાવ તે શુ હિંસામમાં છે—કેમ કે જે ગુરૂમહારાજે શ્રીમલકાપુરમાં વાદ કરવાની ઇચ્છાવાલા મૂલા નામના મુનિને જીતેલે છે, તેમજ પ્રતિષ્ઠાનપુરમાં યવનાને મહેડેથી પણ શ્રી જૈનધર્મની જેમણે સ્તુતિ કરાવેલી છે; વળી એટલામાં આવી મળેલા એવા સેકડો ગમે બ્રાહ્મણેાને યુક્તિઓ દેખાડીને જેમણે જીતલા છે તેમજ એરપુરમાં વાદીએના ઉપરી એવા દેવજીને જેમણે માન કરાવેલુ છે. ૧. વળી જેમણે જૈનની ન્યાયવાણીથી દક્ષિણદેશમાં આવેલા જાલણા નગરમાં વિવાદપદવી પર ચડાવીને દ્વિગમરાચાર્યને કહાડી મુકેલા છે, તેમજ રામરાજાની સભામાં જેમણે આત્મારામ નામના વાઢીશ્વરને હરાવેલે છે, એવા તે ઉત્તમ બુદ્ધિવાલા શ્રી વિવેકહ ગણુ મહારાજ પાસે રાજા પણ શું હિંસાખમાં છે. ૨. વળી અમારા શ્રી ગુરૂમહારાજના મુખમાંથી નીકળેલા મહાન શાસ્ત્ર રૂપી અમૃતના સાગરમાં લીન થએલા શ્રી ભારમલ્લજી મહારાજાએ શ્રી ઋષભદેવ પ્રભુની ઘણી માન્યતા ધારણ કરી, તથા તેમની ભકિત માટે તે શ્રીભારમલજીએ ભુજ નગરમાં રોજ વિહાર નામનું અત્યંત અદભુત શ્રીજિનેશ્વરનુ' મ"દિર ખંધાવ્યું. ૩.
હવે સ', ૧૬૫૬ની સાલમાં શ્રી કચ્છદેશની અંદર રહેલા જેસલા મડલમાં વિહાર કરનારા શ્રી ગુરૂમહારાજે ઘણાંક ધન્ય ધાન્ચેથી મનાઝુર થએલા એવા શ્રી ખાખર ગામને પ્રતિબોધીને સારી રીતનું ધર્મક્ષેત્ર મનાવ્યુ` કે જ્યાંના રાજા મહારાજા શ્રી ભારમલજીના ભાઈ કુંવર શ્રી ખેંચાણુજી હતા કે જેમણે મદયુકત અને પ્રબળ પરાક્રમે કરી દિશાચકને દખાવ્યું હતું તથા જે સૂ સરખા પ્રતાપ અને
Jain Education International
૭૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org