________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
( ૩૦૬) [ મેડતાના લેખ. નં. ૪૩૧-૪પ
૪૪૨. સ્થાન-પંચતીથિઆરે મંદિર છે. સં. ૧૬૮૬ ના વૈશાખ સુદિ ૮ ના દિવસે, મહારાજ ગજસિંહના રાજ્ય સમયે મેડતાવાસી એસવાલ જ્ઞાતિના સુરાણા ગોત્રવાળી બાઈ પૂરીએ સુમતિનાથની પ્રતિમા કરાવી જેની પ્રતિષ્ઠા વિજયદેવસૂરિએ કરી. તેમની સાથે તેમના ઉત્તરાધિકારી આચાર્ય વિજયસિંહસૂરિ વિગેરે શિષ્ય પરિવાર હતે.
- ૪૪૩. સ્થાન-બન મંદિર. વર્ણન ઉપર આપી દેવાણું છે. આ લેખને પાઠ ગડબડવાળે છે. પ્રથમની ૪ પંકિતઓની સાથે પાછળની ૪ પંકિતઓને સંબંધ બરાબર બેસતું નથી. હારા ધારવા પ્રમાણે એમાં બે જુદા જુદા લેખોને ભેળસેળ થએલે છે. મહિને મળેલી નેધમાં તે આજ પ્રમાણે અવ્યવસ્થિત રૂપે લખેલે હતે. એના પાછળના ભાગમાં જિનચંદ્રસૂરિનું વર્ણન છે તેમાં જણાવ્યું છે કે, તેમને અકબર બાદશાહે “યુગ પ્રધાન ની પદવી આપી હતી, બાદશાહે તેમના કથનથી પ્રતિવર્ષ આષાઢ મહિનાના શુકલપક્ષના છેલ્લા આઠ દિવસમાં જીવહિંસા નહિ કરવાને ઠરાવ બહાર પાડે હતે. તથા એક વખતે ૬ મહિના સુધી જીવહિંસા થતી બંધ કરાવી હતી. એક વર્ષ પર્યત સ્તંભતીર્થ એટલે ખંભાતના દરિયામાં માછલીઓ મારવાને મનાઈ હુકમ કરાવ્યું હતું. શત્રુંજય તીર્થને કર બંધ કરાવ્યું હતું. સઘળા ઠેકાણે ગારક્ષા કરાવી હતી. તેમણે “પંચનદી ના પીરની સાધના કરી હતી. જિનચંદ્રસૂરિની સાથે રહેનારાઓમાં, આચાર્ય જિનસિંહ, વા. સમયરાજ, વા. હંસપ્રદ, વા. સમયસુંદર અને વા. પુણ્યપ્રધાન મુખ્ય હતા.
(૪૪૪-૪૫) - આ બે લેખ મારવાડના સુપ્રસિદ્ધ જૈનતીર્થ ધીના પાર્શ્વનાથના મંદિરમાંથી પ્રાપ્ત થયા છે. તપાગચ્છની પટ્ટાવલી પ્રમાણે એ મંદિર રની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૦૪ માં પ્રસિદ્ધ આચાર્ય વાદી દેવસૂરિના
૭૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org