________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ (ર૯૪ ) [ જલના લેખો નં. ૪૨૨-૨૩
બહાર નિકળવાના માર્ગની ચાકી કરાવી. આ લેખ, ઉપાધ્યાય હરશેખરના શિષ્ય ઉ. કનકશેખરના શિષ્ય ઉ. સુમતિશેખરે લખે. સૂત્રધાર હેમાના પુત્ર (જેનું નામ જતુ રહયું છે ) [ તે કે . ]
છેલ્લા બે લેબ, ઉપર જણાવેલા અષભદેવના મંદિરમાં જ આવેલા છે. તેમાં પ્રથમની મિતિ સં. ૧૯૬૭ ના દ્વિતીય અષાઢ સુદી ૬ શુક્રવારની છે. રાઉલ તેજસી તે વખતે રાજ્ય કરતે હતો. તપાગચ્છના આચાર્ય વિજ્યદેવનું નામ છે. લેખ અપૂર્ણ છે.
બીજા લેખની મિતિ સં. ૧૬૩૭ વૈશાખ સુદિ ૩ ગુરૂવારની છે. રાઉલ મેઘરાજ રાજા હતા. તપાગચ્છના આચાર્ય હીરવિજયસૂરિ અને તેમના પટ્ટધર વિજયસેનસૂરિની વિદ્યમાનતામાં ધર્મસાગરગણિના ઉપદેશથી સંઘે કરાવ્યું, ( શું કરાવ્યું તેનું નામ આપવું રહી ગયું છે) , એવી નેધ છે.
(૪૨૨-૨૩) . આ બે લેખે જસોલ (મારવાડ–જોધપુર રાજ્યમાં) ગામના શાંતિનાથના મંદિરમાંના પાટડાઓ ઉપર લખેલા છે.
" પહેલે લેખ સં. ૧૨૪૬ ના કાર્તિક વદિ ૨ ને છે અને તેમાં લખેલું છે કે શ્રી દેવાચાર્ય ( વાદીદેવસૂરિ ) ના ગ૭વાળા બેટ્ટ (ગામનું નામ છે) ના મહાવીર મંદિરમાં શ્રેષ્ઠી સહદેવના પુત્ર સેનિગે
પ્તમનુ” એટલે બે થાંભલાઓ કરાવ્યા. '
બીજે લેખ સ. ૧૨૧૦ ના શ્રાવણ વદિ ૭ ને છે. તેમાં કોઈ વિજયસિંહ નામના અધિકારી યા ઠાકુરે વાલિગ (?)ના દાનનું શાસનપત્ર કરી આપ્યું તે નોંધવામાં આવ્યું છે. આમાંની પહેલાંની ૩ પતિઓ સંસ્કૃતમાં છે અને પછીની ૪ લીટિએ તે વખતે પ્રચલિત એવી દેશીભાષા (કે જે ગુજરાતી-રાજસ્થાનીની પૂર્વજ છે) માં . લખેલી છે. આ ભાગમાં જણાવ્યું છે કે, ખેડ (ગામ)માં જે રણે
૭૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org