________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ
(રહર) [ નગરના લેખે નં. ૪૧૭–૨૧
કહેવામાં આવશે તે લેખમાં વિ. સં. ૧૫૧૩ આપી છે, તથા ચિતડગઢના એક લેખ ઉપરથી જિનસમુદ્રની મિતિ વિ. સં. ૧૫૩ આપી છે. (જુઓ ૧૯૦૪ ને પ્રેસ રીપોર્ટ, પૃ. ૫૯) ”
ઉપર મી. એચ. કાઉન્સના આપેલા વર્ણનમાં લખવામાં આવ્યું છે કે ટોડે શાંતિનાથના મંદિરમાંથી મળેલા લેખના વિષયમાં જે ઉલ્લેખ કરે છે તે લેખ મળી શક્યા નથી. તે સંબંધમાં મહારા વિચાર પ્રમાણે ટોડે સૂચવેલે લેખ તે આજ હેવા સંભવ છે. કારણ કે લેખમાં જણાવ્યા પ્રમાણે આ મંદિર શાંતિનાથનું છે અને તે કુંભારાણાના ભંડારીના પુત્રજ બંધાવેલું છે. લેખકત હકીકત પ્રમાણે આ મંદિર “અષ્ટાપદ” નામનું છે અને તેમાં મૂલનાયક તરીકે શાંતિ નાથની સ્થાપના કરેલી હોવાથી તેમના નામે પણ આ મંદિર પ્રસિદ્ધિ પામ્યું હશે. મી. એચ. કાઉન્સ ધારે છે તેમ આ મંદિર ચમુખ પ્રતિમાઓ બેસાડવા માટે નથી પરંતુ જેમ બીજી ઘણે ઠેકાણે હેય છે તેમ “ અષ્ટાપદ તીર્થની સ્થાપના રૂપે ચોવીસે તીર્થકરેની ભૂતિઓ અમુક સંખ્યા પ્રમાણે ( ૪, ૮, ૧૦ અને ૨ એમ) ચારે બાજુએ બેસાડવા માટેનું છે.
(૪૧૭–૨૧) મારવાડના જોધપુર રાજ્યમાંના નગર નામના ગામમાં આ વેલા જુદા જૂદા જૈનમંદિરમાંથી આ પાંચ લેખે મળી આવ્યા છે.
આ જ શ્રીયુત ભાંડારકરના કહેવા પ્રમાણે પટ્ટાવલીમાં ફેરફાર કરવાની કાંઈ જરૂર નથી. પટ્ટાવલીમાં જે કમ છે તે પણ યથાર્થ છે. કારણ એ છે કે, જિનરાજસૂરિ પછી તેમને સમુદાય બે શાખાઓ વચ્ચે વહેંચાઈ ગયો હતો. તેમાં પટ્ટાવલીમાં જે ક્રમ છે તે જિનભદ્રસૂરિની પરંપરા (જેને મૂળશાખા કહેવામાં આવે છે ) નો છે અને આ લેખમાં જે ક્રમ છે જિનવદ્ધનસુરિની પરંપરાને છે. તે બંને જિનરાજસુરિની ગાદિએ બેઠા હતા. આ સંબંધમાં વિશેષ જુઓ હારૂં “ વિજ્ઞપ્તિ ત્રિવેણિ” નામનું પુસ્તક, પ્રસ્તાવના પૃષ્ટ ૮૧ ઉપર આપેલું ટેબલ-સંગ્રાહક
૭૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org