SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ ચિરાડના લેખ.નં. ૪૧૬ ] ( ૨૯૧) અવલોકન. આ લેખને સાર મી. (હાલમાં પ્રોફેસર) ભાંડારકરે સને ૧૯૦૫-૦૬ ના પ્રોગ્રેસ રીપોર્ટ (પૃ. ૬૦) માં આ પ્રમાણે આપે છે:-- લેખની મિતિ સંવત ૧૫૦૫ ની છે. એમાં શ્રી અષ્ટાપદ નામે ! શાંતિનાથના દેવાલયના બંધાવ્યાની હકીકત છે. આ દેવાલય કદાચ શૃંગારચાવડી હશે કે જ્યાંથી આ લેખ મળી આવ્યું છે. આ ઉપરથી જણાય છે કે, ઉક્ત મંદિર આ વર્ષમાં બંધાયું હશે. તેને બંધાવનાર પિતાની પત્નીઓ વિહણદે અને રતનાદે તથા પુત્રે મૂધરાજ, ધનરાજ, કુમારપાલ વિગેરે સહિત રાણુ શ્રી કુંભકર્ણના “રત્નભંડારી” પણ કોલાને પુત્ર શ્રી વેલાક છે. આ મંદિરની પ્રતિષ્ઠ જિનસાગરસૂરિએ કરી હતી. ત્યારબાદ ખરતરગચ્છના આચાર્યોની નામાવલી આપી છે. પ્રથમ જિનારાજ છે. તેના પછી જિનવદ્ધન, જિનચંદ્ર, જિનસાગર અને જિનસુંદર એમ અનુક્રમે આવે છે. ડે. કલેટે (Katt) પ્રસિદ્ધ કરેલી (ઈ. એ. પુ. ૧૧, પૃ. ૨૪૯ માં) ખરતરગચ્છની “ પટ્ટાવલી ”માં જિનરાજ પ૫ માં નંબરે છે. તેમની પછી જિનભદ્રનું નામ આવે છે. પરંતુ વધારામાં કહેવામાં આવ્યું છે કે પહેલાં જિનવર્ધનસૂરિને જિનરાજની ગાદિએ બેસાડવામાં આવ્યા હતા. ” પટ્ટાવલીમાં જિનભદ્ર પછી જિનચંદ્રનું નામ આપ્યું છે. પરંતુ આ યાદીમાં જિનભદ્રનું નામ જ નથી, અને જિનચંદ્રનું નામ જિનવર્ધનની પછી આપ્યું છે. પાવલીમાં જિનચંદ્ર પછી જિનસમુદ્રનું નામ છે ત્યારે આ યાદીમાં જિનસાગર તથા જિનસુંદરનાં નામ, જિનચંદ્રની પછી આપ્યાં છે. પટ્ટાવલીમાં આ ફેરફાર વગર શંકાએ કર જોઈએ. એ નકકી જ છે કે જિનસમુદ્ર જિનસુંદરની પછી જ થએલા છે. જિનસુદરની મિતિ હમણાં નીચે * “રત્નભંડારી નહિં પણ ફકત “ભંડારી ” એટલુંજ લખવું જોઈએ. “રત્ન”એ શબ્દને સંબંધ ભંડારી ” સાથે નહિં પણ તેની પહેલાં આપેલા “પુત્ર' શ દ સાથે છે. અર્થાત કેલાને “પુત્ર રત્ન ' અને ભંડારી એમ બે વિશેષ છે.--સંગ્રાહક. 9Q૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy