________________
પ્રાચીનજનલેખસંગ્રહ.
( ૨ )
[ ચિત્તોડના લેખ. ન, ૧૬
જોવામાં આવી જે ગારચાવડીની કિનારી ઉપર હતી અને હાલમાં માત્ર તેનાથી ૧૦૦ યાર્ડ દૂર છે, તેમાં એમ લખે છે –લેખ બંને શિલાઓમાં સરખેજ છે –“વિ. સં. ૧૩૩૪ (ઈ. સ. ૧૨૭૮) માં સા. સમધાના પુત્ર સા. મહણની સ્ત્રી સહિણીની પુત્રી કુમરલાએ શાંતિનાથના ચૈત્ય (દેવાલય) સાથે એક હાની દેવકુલિકા બધાવી.” - ગારચાવડીનું બરાબર અવલોકન કર્યાથી એમ સ્પષ્ટ જણાય છે કે, દરેક ચામુખ દેવાલયની માફક આને પણ મૂળ ચાર કમાને તથા ચાર વાર હતાંતેમાંનું પ્રત્યેક એક એક દિશા તરફ હતું. પાછળથી પૂર્વ અને દક્ષિણ બાજુના દ્વાર કાઢી ન્હાખી તેમની જગ્યાએ જાળી કરી દેવામાં આવી છે. બાકીની ભતે તથા ખાસ કરીને તેમાં આવેલી મૂતિઓ કુમારપાલના સેમિનાથ પાટણના જુના દેવાલયની જેવી છે. સાતવાસ, અદ્ભુત અને કુંભાના ચણવેલાં અન્ય મંદિરનાં કામથી તે જુદી પડે છે. કદાચ એમ હોઈ શકે કે ઉપર જણાવેલા લેખ પ્રમાણે મૂળ આ શાંતિનાથનું મંદિર હશે અને જે બીજા ફેરફારો દેખાય છે તે કુંભારાણાના ભંડારીના પુત્રે કરાવેલા હશે. ઉપરના લેખમાં જણાવેલું ન્હાનું મંદિર હાલ આસ્તિત્વમાં નથી તેને સામાન કિલ્લાની ભત બાંધવામાં કામે આવ્યો છે. આ કિલ્લે કુંભારાણની પછી ઘણા વખતે બધાયે છે. શૃંગારચાવડીની પાસે જ ઉત્તર બાજુએ લગભગ તેને અડકી રહેલી એવી એક દેવકુલિકા છે જે પૂર્ણ બંધાએલી હેય તેમ જણાતી નથી. કેટલાંક કામે ગોઠવ્યા છે પણ તે પૂરા ઘડવામાં આવ્યાં નથી. તેની ભીતે ઉપર કેટલાંક સલાટેનાં નામે લખેલાં છે તેમાં “ચાંપા નું નામ ત્રણ વખતે આવેલું છે. આજ નામ “અદ્ભુત” ના મંદિરમાં સાત વખતે આવેલું છે અને જૈન ટાવર (કીર્તિસ્તંભ) ની પાસે આવેલા મંદિરમાં પણ એક ઠેકાણે દષ્ટિગોચર થાય છે. હું ચેકસ કહી શકું છું કે આ ન્હાનું મંદિર વિ. સં. ૧૫૫૦ (ઈ. સ. ૧૪૯૪) માં થયું હશે, પરંતુ શૃંગારચાવડી તેની પહેલાંનું (ઘણું જૂનું) છે. તે ઘણું કરીને ઈ. સ. ૧૧૫૦ માં થયું હશે.”
છOO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org