________________
પાલી શહેરના લેખ. ન. ૩૯૮
અવલાકન..
તે ‘ નવલખાપ્રાસાદ ’ નામે ( નં. ૩૯૫ માં જણાવ્યા પ્રમાણે ) પ્રસિદ્ધ થયું'. તથા છેવટે ડુંગર ભાખર નામના ભાઈઓએ ફરી પુનરૂદ્ધાર કરીને તેમાં મૂળનાયક તરીકે પાર્શ્વનાથની પ્રતિમા બેસાડેલી હાવાથી હાલમાં તે • નવલખા પાર્શ્વનાથ-પ્રાસાદ · કહેવાય છે.
] ( ૨૮૩ )
( ૩૯૮ ).
'
પાલી નગરમાં · લેાઢારા વાસ કરીને એક મેહુલે છે તેમાં આવેલા શાંતિનાથના મદિરમાંની મૂળનાયકની પ્રતિમા ઉપર આ લેખ કાતરેલા છે.
લેખની મિતિ તથા ઘણી ખરી હકીકત ઉપરના ન. ૩૯૩ અને ૩૫ ના લેખને મળતી જ છે. પ્રતિષ્ઠા કરાવનારા ઉકત ડુંગર અને ભાખર અને ભાઈએજ છે. વિશેષમાં જણાવ્યું છે કે, એ ભાઈએ ઉષકેશ જ્ઞાતિ એટલે એસવાલ જાતિના હતા અને તેમને વશ શ્રી શ્રીમાલ × અને ગોત્ર ચ‘ડાલેચા હતુ. તેમણે પાલિકાનગર એટલે પાલીમાં નવલખા–પ્રાસાદના જીર્ણોદ્ધાર કરાવ્યા ( જે ઉપર જણાવવામાં આવ્યુજ છે) અને તેની અંદર મૂલનાયક પાર્શ્વનાથ આદિ ૨૮ તીર્થંકરાની પ્રતિમાએ પ્રતિષ્ઠિત કરાવી. પાંચ હજાર રૂપી ખચીને સોનાના કલસ અને દંડ કરાવ્યે. ગુજરાત દેશમાં પણ શ્રીજી પ્રતિષ્ઠા કરાવી. તેમની ગાત્ર દેવી અમિકા હતી.
આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરનાર ચૈત્રગચ્છની શાલશાખા અને રાજગચ્છના સમુદાયમાં થએલા ચદ્રસૂરિના પટ્ટધર રત્નચંદ્રસૂરિ હતા તેમના સાથિએમાં વા ( વાચક ) તિલકચંદ્ર અને મુનિરૂપચંદ્રનાં
નામેા આપ્યાં છે.
× શ્રીમાલ અથવા શ્રીમાલી જ્ઞાતિ જે ગુજરાતમાં સર્વત્ર વસે છે તે અને આ ‘ શ્રીશ્રીમાલ ' જાતિ બને જુદી છે. આ જાતિ એસવાલ જ્ઞાતિનેાજ એક વિભાગ છે અને તે ‘ શ્રોત્રં મારું ના નામે પ્રસિદ્ધ છે.
>
Jain Education International
૬૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org