________________
પ્રાચીન-લેખસંગ્રહ
(૨૭૬ ) [ રાજગૃહને લેખ, ૩૮૦
-----
---------
---- ----- --
મન માપની . તેની ૨ બીટ ધી શિલામાં ૧૬ લો.
આવ્યા છે. આ લેખના બાહ્યવર્ણન માટે ઉકત બાબુજી આ પ્રમાણે જણાવે છે –
આ લેખની બને શિલાઓ શ્યામ રંગની છે અને લગભગ સમાન માપની છે. બંનેની પહોળાઈ ૧૭ ઈચ અને લંબાઈ પ્રથમની ૨ ફીટ ૧૦ ઇંચ અને બીજીની ૨ ફીટ ૮ ઈંચ જેટલી છે. અક્ષરે લગભગ અર્ધા ઈંચ જેટલા હેટા છે. પહેલી શિલામાં ૧૬ લાઈને છે તથા ઉપર ડાબી બાજુએ ૨૦ પાંખડિઓનું કમળ કતરેલું છે. બીજ શિલામાં ૧૭ પંક્તિઓ કતરેલી છે. આને ઉપર નીચે કેટલેક ભાગ ખંડિત થઈ ગયો છે.”
. ' અસલમાં આ લેખ રાજગૃહના પાર્શ્વનાથના મંદિરને છે પરંતુ પાછળથી એ મંદિરમાંથી કાઢી લઈ ઉપર જણાવ્યા પ્રમાણે બિહારમાં લાવવામાં આવ્યું છે. આ લેખ ત્યાંથી કોણ (કયારે અને કયા કારણે) લાવ્યું તે જાણી શકાયું નથી.
ઉપર લખ્યા પ્રમાણે આખા લેખની એકંદર ૩૩ પંકિતઓ છે. જેમાં ચેથી પંકિતનો ઉત્તરાર્ધ, પાંચમી પંકિત પૂરી અને ૬ ઠી પંકિતને પૂર્વાદ્ધ તથા છેવટની ૩ પંક્તિઓ એટલે ભાગ ગરૂપે લખાએલે છે અને બાકી બધે પદ્યમાં છે. પદ્યની સંખ્યા ૩૮ છે. અને કમથી તસૂચક અકે મૂકેલા છે. નીચે પ્રમાણેની હકીકત એ લેખમાં સમાએલી છે.
પ્રથમના પદ્યમાં, જેમના માટે એ મંદિર બનાવવામાં આવ્યું તે પાર્શ્વનાથ તીર્થંકરની સ્તુતિ કરેલી છે. આ પછીના ત્રણ કે માં રાજગૃહ નગરનું વર્ણન આપ્યું છે. તેમાં લખવામાં આવ્યું છે કેઆ તેજ રાજગૃહ નગર છે કે જ્યાં પૂર્વે મુનિસુવ્રત (૨૦ માં) તીર્થકરના જન્મ, દીક્ષા અને કેવલ એવાં ત્રણ કલ્યાણક થયાં હતાં,
૧ “જૈન શ્વેતાંબર કે. હેરલ્ડ ” નવેંબર ૧૯૧૬ માં તથા બાબુજીએ પ્રકટ કરેલા “નવસરુ” માં પણ આ લેખ મૂળમાત્ર પ્રકટ થઈ ચુક્યો છે.
૨ હેરલ્ડ પૃષ્ઠ ૩૭૬.
૬૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org