________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
(૨૧૯ )
નાડલાઈ
વિગેરે જુદાં જુદાં નામે આપેલાં મળી આવે છે. “વલ્લભપુર” એવું નામ પણ આનું આપવામાં આવેલું કહેવાય છે.
ગામના દરવાજાની પાસે એક મંદિર આવેલું છે જે આદિનાથના નામે પ્રસિદ્ધ છે. આ મંદિર ઘણું જુનું જણાય છે અને લોકોમાં તેના વિષે અનેક ચમત્કારી વાત કહેવાય છે જે આગળના એક લેખના અવલોકનમાં આપીશું. નબર ૩૩૧ થી ૩૪૪ સુધીના લેખે, આજ મામના જુદાં જુદાં મંદિરમાં રહેલા છે અને તેમાંના, પ્રથમ પાંચ, એપિગ્રાફીઆ ઇન્ડિકાના ઉક્ત ભાગમાં શ્રીયુત ભાંડારકરે છપાવેલા છે અને બાકીના, (૩૩૬ મે લેખ છેડીને) તેમની હસ્તલિખિત નકલે ઉપરથી પ્રથમ જ અત્રે છપાવવામાં આવ્યા છે. તે છપાયેલા લેબેનું વિવરણ પણ, સેવાડિના લેખો પ્રમાણે તેમના (ભાંડારકરના) જ શબ્દોમાં (અનુવાદ રૂપે) અત્રે આપવામાં આવે છે.
(૩૩૧) આ લેખ, નાડલાઈના આદિનાથના મંદિરમાંથી મળી આવેલ છે. હાલમાં એ મંદિર આદિનાથનું કહેવાય છે પરંતુ બીજા લેખે ઉપરથી એમ જણાય છે કે પહેલાં તે મહાવીરનું મંદિર હતું. આજ મંદિરમાં આવેલા સભામંડપમાંના બે સ્તર ઉપર રહેલા એકઠામાં આ લેખ કોતરેલે છે. આ લેખની પંક્તિઓ સમાંતર આવેલી છે પણ ચેકડાની બાજુએથી વાંકી વળેલી છે અને પ્રથમ પંક્તિના કેટલાક છેલા શબ્દો એકઠાની કેરની બહાર જવાને લીધે કપાઈ ગયા છે. આ ઉપરથી એમ સૂચિત થાય છે કે આ લેખની મિતિ પછી, આ સભામ. ડપ ફરીથી સમરાવવામાં આવ્યું હશે અને તેથી આ ચેકડું સુવ્યવસ્થિત રીતે રહી શક્યું નથી. લેખની બધી પંક્તિઓ છ છે અને તેમણે ૧ પ” પહેળાઈ તથા ૪ લંબાઈ જેટલી જગ્યા રેકી છે.
જુઆ, એતિહાસિક રાસ સંગ્રહ, ભાગ બીજો, ૩૩માં પૃષ્ઠ ઉપર આપેલી નોટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org