________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
(૨૦૦૫)
[, હસ્તિ
ડાં
પિતાના પુત્ર બલપ્રસાદને રાજ્યપાટ ઉપર બેસાડી પોતે સંસારથી મુક્ત થયે, એમ જણાવેલું છે. ૨૦-૨૧ કાળે પણ સામાન્ય પ્રશંસા કરનારાં જ છે. ૨૨ મા શ્લોકમાં, એ રાજાની રાજધાનીનું નામ છે જે હસ્તિકુંડી (હથુંડી) ના નામે પ્રસિદ્ધ હતી. ૨૩ થી ર૭ સુધીનાં કાવ્યોમાં એ નગરીનું જ વર્ણન છે જે આલંકારિક ઈ ઐતિહાસિક હકીકતથી રહિત છે.
૨૮ માં પદ્યમાં કથન છે કે, એ સ્મૃદ્ધ અને પ્રસિદ્ધ નગરીમાં શાંતિભદ્ર નામના એક પ્રભાવક આચાર્ય રહેતા હતા જેમનો હેટા મોટા નૃપતિઓ પણ ગારવ કરતા હતા. ૨૯ મે લેક પણ એજ સૂરિની પ્રશંસાત્મક છે. ૩૦ માં કાવ્યમાં, શાંતિભદ્ર સૂરિને વાસુદેવ નામના આચાર્યની પદવી-ગાદી ઉપર પ્રતિષ્ઠિત થયેલા જણાવ્યા છે. આ વાસુદેવ તે, ઉપર ૬ કાવ્યમાં જણાવેલ વિગ્રહરાજના ગુરૂ વાસુદેવજ છે. ૩૧-૩૨ માં કાવ્યમાં શાંતિભદ્ર સૂરિની પ્રશંસાજ ચાલુ છે અને ૩૩ માં પદ્યમાં જણાવે છે કે, એ સૂરિના ઉપદેશથી, ત્યાંના ગોષ્ઠિ (ગેહી-સંઘ) એ પ્રથમ તીર્થંકર-રાષભદેવના મંદિરને પુનરૂદ્ધાર કર્યો. પછીના બે કલેકે એ મંદિરના આલંકારિક વર્ણન રૂપે લખાયેલા છે. ૩૬-૩૭ માં કાવ્યમાંથી આપણને જણાય છે કે એ મંદિર પૂર્વે વિદગ્ધ રાજાએ બંધાવ્યું હતું અને તે જીર્ણ થઈ જવાના લીધે તેને ઉદ્ધાર કરવામાં આવ્યું હતું. જ્યારે મંદિર ફરી તૈયાર થઈ ગયું ત્યારે સંવત્ ૧૫૩ ના માઘ સુદી ૧૩ ના દિવસે શાંતિસૂરિએ પ્રથમ તીર્થંકરની સુંદર મૂર્તિ પ્રતિષ્ઠિત–સ્થાપના કરી.
૩૮ માં પદ્યમાં, પૂર્વે વિદગ્ધરાજાએ પિતાના શરીરના ભાર પ્રમાણે સુવર્ણ તેલને દાન કર્યું હતું તેનું સ્મરણ કરાવ્યું છે તથા ધવલરાજાએ પોતાના પુત્રની સાથે વિચાર કરીને અરઘટ્ટ સહિત પીપલ નામને કુવે મંદિરને ભેટ કર્યો હતે, તે જણાવ્યું છે. ૩૯ માં પદ્યમાં મંદિરની યાવચંદ્ર-દિવાકરૌ સુધી વિદ્યમાનતા માટે પ્રાર્થના કરવામાં આવી છે અને અંતિમ એટલે ૪૦ માં કાવ્યમાં, આ પ્રશસ્તિ કર્તા સૂરાચાર્યનું નામ અને પ્રશસ્તિની પ્રશંસા કરેલી છે.
૬૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org