________________
તીર્થના લેખે. ન. ૩૧૮ ]
(૨૦૪)
અવલેહ,
પ્રમાણે માલવાને સુપ્રસિદ્ધ વાપતિ મુંજ હવે જોઈએ. કારણ કે તે વિ. સં. ૧૦૩૧ થી ૧૦૫૦ ની લગભગમાં વિદ્યમાન હતે. મેવાડના રાજાનું નામ છે કે સ્પષ્ટ રીતે આપેલું નથી પરંતુ તે વખતે ખુમાણ નામે ઓળખાતે રાજા રાજ્ય કરતા હોય તેમ જણાય છે. મેવાડનું અઘાટ તે હાલનું આહડ જ છે અને તે ઉદયપુરના નવા સ્ટેશનની નજદીકમાં આવેલું છે. આ સ્થાનથી જ ગહિત રાજપૂતની ઉત્પત્તિ છે અને તેઓ આહડિઆના નામે પણ હજી ઓળખાય છે. તેમજ ગુજરાતના નૃપતિનું નામ પણ આપવામાં આવેલું નથી પરંતુ સમયના સામિપ્યથી જણાય છે કે તે ચાલુક્ય વંશને પહેલે મુળરાજ હવે સંભવે છે, કે જેનું વર્ણન આગળના ૧૨ મા કાવ્યમાં કરેલું છે. ૧૧ મા કાવ્યમાં, ધવલરાજાએ, મહેન્દ્ર નામના રાજાને, દુર્લભરાજના પરાભવથી બચાવ્યાનું જણાવ્યું છે. પ્રેફેસર કીલહેર્ન દુર્લભરાજને, વિ. સં. ૧૦૩૦ માં લખાએલા હર્ષશિલાલેખમાંના ચાહાન રાજા વિગ્રહરાજને ભાઈ જણાવે છે. બીજેલિયા અને કનસરીઆ લેખમાં પણ દુર્લભ રાજનું નામ આવેલું છે. મહેન્દ્રરાજા પણ ઉક્ત પ્રેફેસરના મત મુજબ, નાડુલાના ચહાના લેખમાં જણાવ્યા પ્રમાણે લમણને પિત્ર અને વિગ્રહપાલને પુત્ર થતા હતે. ( ૧૨ મા કાવ્યમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે મુલરાજે ધરણીવરાહ ઉપર ચઢાઈ કરી તેના રાજ્યને નાશ કર્યો ત્યારે અનાશ્રિત એવા ધરણીવરાહને ધવલે આશ્રય આપી તેનું રક્ષણ કર્યું હતું. આમાં જણાવેલે મુલરાજ તે તે નિસ્યદેહ રીતે ઉપર જણાવેલ ચાલુ મુલરાજજ છે. પરંતુ આ ધરણીવરાહ કેણ છે તે નિશ્ચિત કળી શકાતું નથી. કદાચિત્ પરમારવંશને એ રાજા હશે અને તે દંતકથા પ્રમાણે તે નવકેટ મારવાડને રાજાને હતે. આ નવકેટ તેના જુદા જુદા ભાઈઓ વચ્ચે વહેંચી લેવામાં આવ્યા હતા એવી હકીક્ત કેટલાક જુના હિન્દી કાવ્યોમાં જોવામાં આવે છે. ૧૩થી ૧૮ સુધીના પામાં, સામાન્ય રીતે ધવલના ગુણે વર્ણવામાં આવ્યા છે. ઐતિહાસિક હકીકત કાંઈ નથી. ૧૯ મા પદ્યમાં, તેણે વૃદ્ધાવસ્થા આવેલી જાણું
૬૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org