________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ,
(૨૦૩ )
[ હસ્તિકુંડી
સંવત્ ૧૦૫૩ ને છે. અને બીજો જે ર૧ પદ્યમાં લખાએલે છે, તે વિ. સં. ૬ માં કેતરાએલે છે. પ્રથમ લેખની રર પંક્તિઓ છે અને બીજાની ૧૦ છે. ( [ એમ જણાય છે કે, મૂળ બંને લેખો જુદા જુદા કોતરવામાં આવેલા હશે પરંતુ તે જીર્ણ થઈ જવાથી અથવા તે બંનેને એક સાથે એજ શિલામાં સંગ્રહી રાખવાની ઈચ્છાથી, પાછળથી કોઈએ આ લેખેની ફરી નકલ કરી છે. અસલ લેખ નથી. નહિ તે વિ. સં. ૧૦૫૩ ના નીચે ૯૬ ને લેખ ક્યાંથી હોઈ શકે.-સંગ્રાહક.]
પહેલા લેખની રચના, છેવટના કાવ્યમાં જણાવ્યા પ્રમાણે, સૂર્યાચાર્યે કરી છે. પ્રારંભના બે કાવ્યમાં જિન–દેવની સ્તુતિ કરવામાં આવી છે. ૩ જા કાવ્યમાં રાજવંશનું વર્ણન છે. પરંતુ કમનસીબે તેનું નામ જતું રહ્યું છે. ૪થા કાવ્યમાં રાજા હરિવર્માનું અને ૫ મામાં વિશ્વરાજાનું વર્ણન છે. વિદ્રગ્ધરાજા માટે, આ શિલા લેખના બીજા ભાગમાં જણાવ્યું છે તે પ્રમાણે તે રાષ્ટ્રકૂટ (ઠેડ) વંશીય હતે. ૬ ઠા પદ્યમાં, એમ ઉલ્લેખ છે કે એ વિદ્રગ્ધરાજાએ વાસુદેવ નામના આચાર્યના ઉપદેશથી હસ્તિકુંડીમાં એક જૈનમંદિર બનાવ્યું હતું. છ મા લેકમાં કથન છે કે, એ રાજાએ પિતાના શરીરના ભાર જેટલું સુવર્ણદાન કર્યું હતું અને તે દાનના બે ભાગો દેવને અર્પણ કર્યા હતા અને એક ભાગ આચાર્યને ભેટ આપે હતે. ( અર્થાત્ આચાર્યના કથન પ્રમાણે તેને વ્યય કર્યો હતો. ) ૮ મા પદ્યમાં જણાવ્યા પ્રમાણે વિદગ્ધરાજાની ગાદીએ મંમટ નામને રાજા આવ્યું અને તેની ગાદિએ ધવલરાજ બેઠે. આ છેલ્લાના વિષયમાં લગભગ ૧૦ કાવ્ય લખવામાં આવ્યાં છે, જેમાં આના યશ અને શર્યાદિગુણ વર્ણવામાં આવ્યાં છે. ૧૦ મા શ્લેકમાં ઉલ્લેખ છે કે-જ્યારે મુંજરાજે મેદપાટ (મેવાડ) ના અઘાટ સ્થાન ઉપર ચઢાઈ કરી તેને નાશ કર્યો અને ગુર્જરેશને નસાડે ત્યારે તેમના સિન્યને આ ધવલરાજે આશ્રય આપ્યું હતું. આ મુંજરાજ તે પ્રેફેસર કિલહેર્નના જણાવ્યા
૬૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org