SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈમલેખસંગ્રહ, (૧૫) - રાણપુર છે. એમ લાગે છે કે એ શિલા ત્રણ સ્થળેથી ભાંગેલી છે અને પાછળથી ચૂનાથી સાંધેલી છે. તેની નીચે સંવત ૧૯૦૩ (ઈ. સ. ૧૮૪૬ ) ને એક નાને લેખ છે અને તેમાં કેવલગ૭ના કકક સુરિનું નામ આવે છે. આ છેલ્લા કોતરકામ શિવાયનાં બીજાં બધાં કોતરકામ ઘણાં ઉપયોગી છે જેમને દરેકને માટે જુદું જુદું વર્ણન આપવાની જરૂર છે અને તે ભવિષ્યને માટે રાખું છું. (લેખનું ભાષાંતર) યુગાદીશ્વર શ્રી ચતુર્મુખ જિનને નમસ્કાર થાઓ. વિક્રમ સંવતના ૧૪૯૬ મા વર્ષે શ્રીમેદપાટના રાજાધિરાજ શ્રી બપ, ૧; શ્રી ગુહિલ, ૨; ભેજ, ૩; શીલ, ૪; કાલભોજ, ૫; ભતૃભટ, ૬; સિંહે ૭; મહાયક, ૮; ત્રીખમ્માણે, જેણે પિતાની, પોતાના પુત્રની તથા સ્ત્રીની સેનાથી તુલા કરાવી હતી, ૯ પ્રખ્યાત અલ્લટ, ૧૦; નરવાહન, ૧૧; શકિતકુમાર, ૧૨; શુચિવર્માન, ૧૩; કીર્તિવમન, ૧૪; ગરાજ, ૧૫; વરટ, ૧૬; વંશપાલ, ૧૭; વૈરિસિંહ, ૧૮; વીરસિંહ, ૧૯; શ્રીઅરિસિંહ, ૨૦; ચડસિંહ, ૨૧; વિક્રમસિંહ, ૨૨; રણસિંહ, ૨૩; એમસિંહ, ૨૪; સામંતસિંહ, ર૫: કુમારસિંહ, ર૬; મથસિંહ, ૨૭; પદ્ધસિંહ, ૨૮; જેન્દ્રસિંહ, ર૦; તેજસ્વિસિંહ, ૩૦; સમરસિંહ, ૩૧; શ્રીભુવનસિંહ, બપનો વંશજ અને શ્રીઅલાદ્દીન સુલતાન તથા ચાહુમાન રાજા શ્રીકીતૂક નો જીતનાર ૩૨; (તેનો) પુત્ર શ્રીજયસિંહ, ૩૩; લમસિંહ, માલવાના રાજા ગોગાદેવ ને છતાર, ૩૭; શ્રી ખેતસિંહ, ૩૮; અતુલનીય, રાજા શ્રીલક્ષ, ૩૯; (તેને) પુત્ર રાજા શ્રીમકલ, જે સુવર્ણ તુલાદિ દાનપુણ્ય પરોપકારાદિ ગુણરૂપ કલ્પ વૃક્ષાને આશ્રય આપનાર નંદનવન જેવો હતો. ૪૦; તેના કુલકાનમાં સિંહ સમાન રાણું થીકુંભકર્ણ, ૪૧; જેણે સહેલાઈથી મહાન કિલ્લાઓ ( જેવા કે ) સારંગપુર, નાગપુર, ગાગરણ, નરાક અજમેરૂ, ડેર, મંડલકર, બુંદી, ખાટું, ચાટ, જાના અને બીજા જીતીને ક ૧. એ કીતુ તે કદાચ સનગરા માલદેવનો પુત્ર અને વણવીરને ભાઈ કીત હશે જેને માટે વિ. સં. ૧૩૯૪ ને એક લેખ છે. ૨--તવારીખ ફરિશતાહમાં એમ કહેવું છે કે ગંગાદેવ (કાકદેવ)ને પણ અલ્લાઉદ્દીને છ હતો. 2 આ કિલ્લાઓ નીચે પ્રમાણે ઓળખાવી શકાય. સારંગપુર તે સીંધીઓને તાબાના માળવાનું સારંગપુર; નાગપુર તે જોધપુર સ્ટેટના એજ નામના પ્રાંતનું મુખ્ય શહેર; ગાગરણ તે કોટા સ્ટેટનું ગાન; રાણક તે જોધપુરના રાજ્યનું નરણે જે દાદુપંથીઓના ગુરૂનું સ્થાન, અજમેરૂ તે અજમેરફ મંડાર તે જેઘપુરની ૬૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy