________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ,
(૧૮૯)
[ રાણપુર
વળી જાણવું જોઈએ કે તેને સં. એટલે કે સંઘપતિ ( સંધ એટલે જૈન યાત્રાળુઓને સમૂહ, તેને દોરનાર) કહ્યા છે. જેન લેકમાં એમ મનાય છે કે સંઘ કાઢીને યાત્રાનાં સ્થળોએ ફરવું અને સઘળા ખર્ચ પિતાને માથે વેઠવો એ એક પુણ્યનું કામ છે અને પૈસાદાર ગ્રહસ્થોએ કાઢેલા ભારે સંઘને ઘણું વર્ણન જન ગ્રંથોમાંથી મળી આવે છે. તેથી એમ કહી શકાય કે ધરણાક માત્ર ધમથી જૈન હતિ એમ નહિ પરંતુ તે ચુસ્ત જન હતો. વિશેષમાં કહ્યું છે કે તે પ્રાગ્વાટ વંશભણ હતા એટલે કે તે પિોરવાડ વાણીઆની જ્ઞાતિનો હતો. તેના કુટુંબ વિષે બીજી પણ હકીકત આપી છે. તેના દાદાનું નામ માંગણ અને બાપનું નામ કુરપાલ હતું. તેની માનું નામ કામલદે આપ્યું છે. તેના બાપ તથા દાદાને સંઘપતિ કહ્યા છે. આ ઉપરથી એમ જણાય છે કે ધરણુક પથમ સંઘ કાઢનાર છે એમ નહિ પરંતુ તેના કુળમાં સંધ કાઢવાનો રિવાજ હતો. ૩૨-૩૪ લીટીઓમાં કહેવું છે કે આ ધાર્મિક કાર્યોમાં ગુણરાજ નામના બીજન જન ધનાઢયે તેને મદદ કરી છે. માત્ર સંઘ કાઢવામાં જેની પવિત્રતાની કીર્તિ છે એમ નહિ પરંતુ તેણે અને જાહરી, પિંડરવાટક, અને સાલેર જેવા સ્થળોમાં નવા દેવાલય બંધાવ્યાં છે તથા જુનાં દેવાલયો સમરાવ્યાં છે. લી. ૩૯-૪૦ માં એમ આવે છે કે રાણપુરમાં આ ચોમુખ દેવાલય બંધાવવામાં પણ તેના કુટુંબનાં બીજાં માણસોએ તેને મદદ કરી હતી. તેના મોટા ભાઈ તથા ભત્રીજાઓનાં નામે આપેલાં છે. તેના મોટા ભાઈનું નામ રત્ના છે તેની સ્ત્રી રન્નાદે હતી જેનાથી તેને ચાર પુત્રો થયા. લાખા, મના, ના, અને સાલિગ. બીજાં નામ આપ્યાં છે તે ધરણાકના પુત્રનાં છે. ધરણાકને પોતાની સ્ત્રી ધાલદેથી ઓછામાં ઓછા બે છોકરા થયા હતા તેમનાં નામ, જાજ્ઞા અને જાવડ. ત્યાર પછી રાણપુર નામ પડવાનું કારણ આવ્યું છે. લી. ૪૧-૪૨ માં સ્પષ્ટપણે કહ્યું છે કે રાણપુર નામ રાણું કુંભકર્ણના નામ ઉપરથી પડયું છે. આ દેવળ ગુહિલ રાજાના હુકમથી અહીં બાંધ્યું છે એમ લાગે છે. વિશેષમાં કહ્યું છે કે વતુમુવયુરીશ્વવિહાર (એટલે કે અપભનાથનું મુખ દેવાલય) ના નામથી તે ઓળખાતું હતું, પણ વય ના નામથી પણ ઓળખાતું હતું. લી. ૪૬ માં એમ કહેવામાં આવ્યું છે કે સૂત્રધાર પાકે તે બાંધ્યું હતું.
* સંઘના વર્ણન માટે જુએ પ્રેસ રિપોર્ટ, આક બોલૉજીકલ સર્ષે વેસ્ટર્ન સરલ, ૧૯૦૭-૧૯૦૮, પા. પપ.
૫૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org