________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ,
(૧૮૭)
- રાણપુર
એ દેવાલયના બાંધનાર વિષે તથા તે બાંધવાની રીતે વિષે નીચે પ્રમાબેની હકીકત ત્યાં કહેવાય છે. ધન્ના અને રત્ના નામના બે ભાઈઓ પિોરવાડ જાતના હાઈ સિરોહી સ્ટેટના નાદિયા ગામના રહેવાસી હતા. કોઈક મુસલમાન બાદશાહના પુત્ર જેને પોતાના બાપ સાથે છેષ હતો તે રાજપુતાનામાં થઈને જતો હતો. આ બન્ને ભાઈઓએ તેનો ક્રોધ શાંત કર્યો અને પિતાના પિતાને ત્યાં જવા માટે આજીજી કરી. આથી બાદશાહ એટલો બધો ખુશ થયો કે તેણે તે બન્ને ભાઈઓને પિતાની પાસે રાખ્યા. પરંતુ, થોડાક વખત પછી તેમના વિશે કેટલીક અફવાઓ ઉડવાથી તેમને કેદ કરવામાં આવ્યા. બાદશાહે ૮૪ જાતને સિક્કાનો દંડ કર્યો અને તેમને છોડી મુક્યા. આ બે ભાઈઓ પોતાને દેશ આવ્યા પણ પોતાનું ગામ નાન્દીયા છોડી દઈને ટેકરી ઉપર આવેલા પાલગડ ( રાણપુરથી દક્ષિણે) રહ્યા. તેઓએ માદડીમાં એક દેવાલય બાંધ્યું જેને રાણપુર કહેતા કારણ કે દેવાલયની બધી જગ્યા રાણા કુંભા પાસેથી તેઓએ ખરીદી હતી. વળી તે જગ્યા એવી શરતે આપવામાં આવી હતી કે તેનું નામ કુંભારાણુના નામ ઉપરથી પાડવું. “રણ” એ “રાણા” નું ટુંકુ રૂપ છે અને “પૂર ” એ “પિોરવાડ” નું ટુંકુ રૂપ છે. એક રાત્રે ધન્નાએ સ્વપનમાં માલગડમાં એક વિમાન દેખ્યું તેથી તેણે કેટલાક સોમપુરાને બોલાવ્યા, અને તે વિમાનનું વર્ણન કર્યું તથા તેને પલાન બનાવવા તેમને કહ્યું. તેમાં મુંડાડાના રહેવાસી દીપાં નામના સોમપુરાને સ્થાન પસંદ કરવામાં આવ્યો. કારણ કે તેણે સ્વપ્નમાં જેએલા વિમાનની બરાબર નકલ ઉતારી હતી. જ્યારે માદડી ઉજજડ થયું ત્યારે ઉત્તરમાં છ માઈલ દૂર આવેલા સાદડીમાં લેકો આવી વસ્યા. ધન્ના, તેને ભાઈ રત્ના, અને રત્નાનું કુટુંબ આ બધાં પાલગડથી સાદડીમાં આવી રહ્યા અને ત્યાંથી થોડા વખતમાં ઘાણેરાવમાં ગયાં. ઘણેરાવમાં મને એક નથમલજી શાહ મળ્યો જે કહે છે કે હું ચાદમી પેઢીએ રત્નાના વંશનો છું. ધનાના વંશમાં કોઈ નથી કારણ કે તે પુત્રહીન મરણ પામ્યો હતો. નથમલજીએ મને કહ્યું કે રાણપુરના દેવા
*_આ ઉપરથી જણાય છે કે ધના અને રત્ના શાહ હતા. શાહ એટલે સાધુ; અને આ નામે પૈસાદારોનાં નામે સાથે આવતાં એમ લેખો ઉપરથી જણાય છે ( જેમકે, વિમલ શાહ, સાધુગુણરાજ, વિગેરે) મોનીઅર વીલીયમ્સના કેપમાં સાધુને અર્થ વેપારી, ધીરધાર કરનાર એમ આપે છે. અને તે અર્થ અહીં બરાબર બેસે છે. વળી શાહ અને સાધુ તથા શાહુકાર એકજ છે. લેકિક માન્યતા પ્રમાણે જ્યારે વેપારીના પાસે ૮૪ જાતના સિકકા હોય ત્યારે તેને શાહ અગર શાહુકાર કહે છે.
૫૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org