________________
પ્રાચીનજૈનલેખસ ગ્રહ
( ૧૮૫ )
[ રાણપુર
કુંભારીમાં પછી જાય છે. જ્યારે જીના નગરને નાશ કરવામાં આવ્યે અને અંબામાતાનુ દેવાલય બ્રાહ્મણાના હાથમાં આવ્યું ત્યારે આ પુરાણા નગરના વિનાશને માટે કારણ તરીકે આ અંબામાતાની હકીકત બ્રાહ્મણાએ જોડી કાઢી હશે.
રાણપુર તીથૅના લેખ.
આરસણના લેખા પછી રાણપુરતીના લેખ આવે છે. રાણપુર, ગેડવાડની મ્હોટી પચતીર્થીમાંનુ મુખ્ય તીર્થ છે. મારવાડ દેશમાં જેટલાં પ્રાચીન જૈન મંદિરે છે તેમાં રાણપુરનુ મંદિર સાથી મ્હાટુ, કિમતી અને કારીગરીને દૃષ્ટિએ અનુપમ છે. એ મદિર કયારે અને કાણે અધાવ્યુ એ ઘણાજ થાડા જૈના જાણે છે. આર્કિ આલોજીકલ સર્વે ઓફ ઇન્ડિઆના સન ૧૯૦૭-૦૮ ના એન્યુઅલ રીપોર્ટ માં શ્રીયુકત ડી. આ. ભાંડારકર એમ. એ; એ મંદિરના વિષયમાં એક વિસ્તૃત લેખ લખેલે છે. તેમાં એ મંદિરના ખંધાવનાર ઘરણાશાહના ઇતિહાસ અને શિલ્પની દૃષ્ટિએ મ'દિનુ વિસ્તૃત વર્ણન આપ્યુ* છે. એ વર્ણન આ લેખા વાંચનારને ખાસ ઉપયાગી હાવાથી, તે સ`પૂર્ણ અત્ર આપવામાં આવે છે.
જોધપુર રાજ્યના ગાડવાડ પ્રાંતના દેસરી જીલ્લામાં રાણપુર નામે એક સ્થાન આવેલુ છે. તે સાદડીથી છ માઇલ દૂર છે અને હાલમાં ઉજ્જડ છે. તે આડાબલા * (અરવલી) ની પશ્ચિમ બાજુની ખીણમાં આવેલું છે અને મારવાડમાં તે સાથી સુંદર સ્થળ છે. અહીંઆં કેટલાંક દેવાલયેા છે તેમાંનું એક પહેલા તીર્થંકર આદિનાથનું ચામુખ દેવાલય મુખ્ય છે. અને આને લીધે જૈન લેાકેા તેને મારવાડનાં પંચ તીર્થાંમાંનું એક તીગણે છે; તથા,
* મારવાડ તથા મેવાડની વચ્ચે આવેલી પર્વતની હારને આડાખલા કહે છે. અને આજ નામને ટાર્ડ (Tod) અરવલી કહ્યું છે. આવા દોષયુક્ત ઉચ્ચાર ટાંડનાં પુસ્તકા વાંચનારાજ કરે છે એમ નથી પરંતુ રાજપુતાનાના લેાકા પણ તેમની ભાષામાં અરવલી એમ કહે છે અને આડાબલા' એ શબ્દ જાણતા પણ નથી. આડાબલા=આડા ( આંતરે ) + વળા અગર વળી (પર્વત), એટલે કે મારવાડ અને મેવાડ વચ્ચેને આંતરે કરનાર પર્વત ( પ્રેગ્નેસ રિપ્ાર્ટ, આર્કીઓલોજીકલ સજ્ડ વેસ્ટર્ન સરકલ, ૧૯૦૭
-૮, પા. ૪૭–૪૮ ),
૪
Jain Education International
૫૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org