________________
ઉપરના લેખે. નં. ૨૭૦ ]
(૧૬૨)
અવલોકન,
રાજાધિરાજ શ્રી કુંભકર્ણના વિજય રાજ્યમાં, તપાગચ્છના સંઘે કરાવેલા, અને આબુ ઉપર આણેલી પિત્તલની પ્રઢ એવી આદિનાથની પ્રતિમાવડે અલંકૃત થયેલા શ્રીચતુર્મુખ પ્રાસાદમાંના, બીજા આદિ વારમાં સ્થાપન કરવા માટે, શ્રીતપાગચ્છના સંઘે આ આદિનાથનું બિંબ કરાવ્યું. તેની પ્રતિષ્ઠા ફૂગરપુર નગરમાં રાઉલ શ્રી સોમદાસના રાજ્યમાં, એસવાલ જ્ઞાતિના સા. સભાની સ્ત્રી કર્માદેના પુત્ર સા. માલા અને સાલા નામના ભાઈઓએ કરેલા આશ્ચર્યકારક પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વક, સોમદેવસૂરિ આદિ શિષ્ય પરિવારની સાથે તપાગચ્છનાયક શ્રી લક્ષ્મીસાગરસૂરિએ કરી છે. ડુંગરપુરના સંઘની આજ્ઞાથી સૂત્રધાર લુંભા અને લાંપા આદિકોએ આ મૂતિ બનાવી છે.
આ લેખમાં જણાવેલા પ્રતિષ્ઠા મહોત્સવને ઉલ્લેખ ગુરુકુળરનાર ના તૃતીયસર્ગના પ્રારંભમાં ૩ જા અને કથા પદ્યમાં કરેલું છે. એ પદ્યમાં જણાવ્યા પ્રમાણે સા. સાહુલા ડુંગરપુરના રાવલ સેમદાસને મંત્રી હતું. તેણે ૧૨૦ મણના વજનવાળી પિત્તલની મહેદી જિનપ્રતિમા બનાવી હતી. એના કરેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં એ પ્રતિમાની તથા બીજી પણ અનેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
ર૬૯ નબરવાલે લેખ, સંવત્ ૧૭૨૧ ની સાલને છે. લેખની હકીકત આ પ્રમાણે છે –
મહારાજાધિરાજ શ્રીઅખયરાજના સમયમાં અમદાવાદ નિવાસી શ્રીમાલ જ્ઞાતિની વદ્ધશાખાવાળા દેસી પનીયાના સુત મનીયાની ભાર્યા મનરગદેના પુત્ર દે. શાંતિદાસે આદિનાથનું બિંબ કરાવ્યું. તેની પ્રતિષ્ઠા તપાગચ્છીય શ્રીહીરવિજયસૂરિના પટ્ટધર આચાર્ય શ્રી વિજયસેનના પટ્ટધર ‘વિજયતિલકસૂરિના પટ્ટધર વિજયાનંદસૂરિના શિષ્ય ભટ્ટારક વિરાજ સૂરિએ કરી છે.
* આ “ અખયરાજ ”તે સીરોહીનો રાજા બીજે અખયરાજ છે. એ સંવત ૧૭૩૦ માં મૃત્યુ પામ્યા હતા. એના છે. ટે વિશેષ વૃત્તાંત જુઓ શીરો આ કૃતિ ' પત્ર ૨૪૯ ૨૬૨,
પ૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org