SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનલેખસંગ્રહ. (૧૬) [ આબુ પર્વત *****^^^^^^^ ઈન્દ્રનદી અને કમલકલશ નામના બે શિષ્યોને આચાર્ય પદ આપ્યું હતું. પરંતુ પાછળથી તેમને સૂરિમંત્રના અધિષ્ઠાયક દેવે કહ્યું કે આ બેને આચાર્યપદ આપ્યું તે ઠીક નહિં કર્યું કારણ કે એઓ ગચ્છને ભેદ કરશે. તેથી સુમતિસૂરિએ ફરી એક નવા આચાર્ય બનાવ્યા અને તેમનું નામ હમવિમલસૂરિ એવું આપ્યું. સુમતિસૂરિના સ્વર્ગસ્થ થયા પછી ઉકત બંને આચાર્યોએ પિતપતાના જુદા સમુદાયે પ્રવર્તાવ્યા. જેમાંથી ઈન્દ્રનંદસૂરિની શાખાવાળા “ કુતબપુરા” કહેવરાવા લાગ્યા અને કમલકલશસૂરિની શાખાવાળા કમલકલશાના નામથી ઓળખાવા લાગ્યા. મૂળ સમુદાય પાલણપુરા” ના નામે પ્રખ્યાત છે. એજ કમલકલશસૂરિના શિષ્ય જયકલ્યાણસૂરિ આ લેખકત પ્રતિષ્ઠા કરનાર છે. નં. ર૬૪, ૬૫ અને ૬૭ વાળા લેખે સંવત્ ૧૫૧૮ની સાલના છે. પ્રથમના લેખમાં નીચે પ્રમાણે હકીક્ત છે – મેદપાટ (મેવાડ) માં આવેલારું કુંભલમેર નામના મહાદુર્ગમાં, * ટિપ્પણમાં જણાવ્યું છે કે – 'कुतबपुरागच्छाद्धपविनयसूरिणा निगममतं कर्षितं, अपरनाम — भूकटिया' मतं, पश्चात् हर्षविनयसूरिणा मुक्तो निगमपक्षः ब्राह्मणै रक्षितः (१) '. અર્થાત –કુતબપુરા ગચ્છમાંથી હર્ષવિનયસૂરિએ“ નિગમમત” કાઢયું કે જેનું બીજું નામ ભકટીયામત” છે. પાછળથી હર્ષવિનયસૂરિએ એ મત મૂકી દીધું હતું તે પછી બ્રાહ્મણોએ રાખ્યું (?). $ આ “કુંભકર્ણ તે મેવાડનો પ્રખ્યાત મહારાણે “કુંભ ' છે. આ રાણો બહુ શરીર અને પ્રતાપી હતી. મેવાડના રક્ષણ માટે જે ૮૪ કિલ્લાઓ બાંધેલા છે તેમાંથી ૩ર તે આ રાણું કુંભાએ જ બંધાવ્યા છે. કુંભલમેરૂનો કિલે પણ એણે જ બંધાવ્યો છે. મેવાડના બધા કિલ્લાઓમાં એ કિલ્લો બહુજ મજબૂત અને મહત્વનો ગણાય છે. સુપ્રસિદ્ધ જૈનતીર્થ “ રાણપુર ” ની પાસે આવેલા પર્વત ઉપર એ કિલ્લે આવેલ છે, ૨૧ ૫૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy