________________
ઉપરના લેખો. નં. ૫૧]
( ૮૧ ),
અવલોકન,
આ લેખે સાથે સંબંધ ધરાવતે ઈતિહાસ આ પ્રમાણે છે—
ગુર્જરેશ્વર પરમહંત ચૌલુક્યપતિ કુમારપાલ સંઘ સમેત શત્રુંજયની યાત્રા કરી ગિરનાર તીર્થ ઉપર ગયે હતો. તે વખતે પર્વત ઉપર ચઢવા માટે રસ્તે બાંધેલું ન હતું તેથી ચઢનારને બહુ પરિ શ્રમ પડતું હતું. રાજા કુમારપાલદેવ એ કઠિનતાના લીધે પર્વત ઉપર ચઢી શકે નહિ અને તીર્થપતિ નેમિનાથના પવિત્ર દર્શન કરી શક્યો નહિ. આના લીધે તેના મનમાં બહુ ખેદ થશે. પછી તેણે એ કઠિનતાનું નિવારણ કરવા માટે પાજ બંધાવવાનો વિચાર કર્યો અને પિતાના સભાસદને પૂછયું કે “આ ગિરનાર પર્વત ઉપર ચઢવા માટે સુગમ પાજ કેણું બંધાવી શકે એમ છે?” ત્યારે મહાકવિ સિદ્ધપાલે, જણાવ્યું, કે-મહારાજ ! ધમિક, નિષ્પક્ષ અને સદ્ગુણી એ આ રાણિગને પુત્ર આમ્ર ( અસલ નામ આંબડ યા આંબાક ) બંધાવી. શકે તેમ છે.” કુમારપાલે આમ્રની એ વિષયમાં યોગ્યતા જાણે તેને સૈરાષ્ટ્રને અધિપતિ (સુબે) નીયે અને પર્વતની પદ્યા (પાંજ) બંધાવવાને હુકમ આપે. તદનુસાર આ કુશલતા પૂર્વક થેડાજ સમયમાં એ કાર્ય પૂર્ણ કર્યું અને તેને સ્મરણ માટે આ લેખે કોતરાવ્યા. આ વૃત્તાન્ત સેમપ્રભાચાર્યના કુમારપાધ્વતિયો અથવા હેમકુમારચરિત માં છે કે જે સં. ૧૨૪૧ માં પૂર્ણ થયું છે.
(कुमारवालो ) उज्झिते नेमिजिणो न मए नमिओ ति झुरेइ । जंपइ सहानिसण्णो ' सुगमं पजं गिरिम्मि उझिंते को कार विउ सको ?' तो भणिओ सिद्धवालेण... प्रष्ठा वाचि प्रतिष्ठा जिनगुरुचरणाम्भोजभक्तिर्गरिष्ठा
श्रेष्ठाऽनुष्ठाननिष्ठा विषयसुखरसास्वादसक्तिस्त्वनिष्ठा । बंहिष्ठा त्यागलीला स्वमतपरमतालोचने यस्य काष्ठा
धीमानाम्रः स पद्यां रचयितुमचिरादुजयन्ते नदीष्णः ।। ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org