________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
( ૧૪ )
લેખમાં ઓસવાળ જ્ઞાતિના બીજા વિભાગો પણ આપ્યા છે –
૧–વૃદ્ધશાખા, જેના નીચે પ્રમાણે ગોત્ર આપેલા છે—(૧) ઊહડ, નં. ૩૩; (૨) છાજેડા, નં. ૧૦૬; (૩) નાડલ, નં. ૩૮, ૩૮; ( ૪ ) નાહટા, નં. ૮૦; ( ૫ ) મિયા, નં. ૯૬ઃ (૬ ) રાજકોકાગાર, નં. ૧, ૨, ૩; ( ૭ ) દુગડ, નં. ૬૮; (૮ ) લાલણ, ને ૨૧; (૯) લુણીયા, નં. ૬૦; (૧૦) લઢ નં. ૧૬.
૨–લઘુશાખા જેમાં (૧) નાગડા ગોત્ર (નં. ૯૦ ) અને (૨) સંત ગોત્ર (નં. ૧૧ ) છે.
૩–+ અંશાખા, જેમાં કુંકુમલેલ ગોત્ર, (નં. ૯૧, ૯૮, અને ૯૯) છે. આ શાખા અને ગોત્રના મનુષ્યો જે અમદાવાદના નગરશેઠના વંશનાં છે તે મેવાડના સીસોદીએ રાજપુતોનાં સગાં હોવાનો દાવો કરે છે.–જુઓ નં. ૯૧ વિસાઓસવાળ વિષે નં. ૯૫ માં આવે છે.
ત્યાર પછી બીજી જ્ઞાતિ શ્રીમાલીની છે. આ નામ શ્રીમાળ અગર ભિલ્લમાળ, હલનું ભીન્માળ, જે મેવાડની દક્ષિણે છે, તેના નામ ઉપરથી પડયું છે. તેમાં–
૧–વૃદ્ધશાખા, નં. ૩૭, ૧૧૨, જેના પેટા વિભાગે આપ્યા નથી;
૨–લઘુશાખા, નં. ૯, ૩૪, , જેમાં નં. ૪૪ માં કહ્યા પ્રમાણે કાશ્યપગેત્રના લાકે આવે છે કે જેઓ પરમાર રાજપુતોની સાથે સંબંધ હોવાનો દાવો કરે છે.
વસાશ્રીમાળીનું નામ, નં. ૯૫ માં આવે છે.
વળી, ત્રીજી ઉપયોગી જ્ઞાતિ પ્રાગ્વાટ, અગર પ્રાવંશ, (નં. ૪, ૬, ૮) અગર હાલમાં પોરવાડ યા પરવાળ, ની છે. નં, ૧૫, ૧૭, ૨૫ અને ૪૧ માં તેની લઘુશાખા વિષે આવે છે. તેથી તેના પણ બે વિભાગ હોય તેમ જણાય છે. વિસાપરવાડ અગર પરવાળ વિષે નં. ૫૦ અને ૯૭ માં આવે છે, તથા દસા પરવાડ વિષે ૧૦૭ માં આવે છે. બીજી કેટલીક જ્ઞાતિઓ છે
+ લેખમાં “અદેશાખા ” નથી પરંતુ “ આદીશાખા ” છે. ડૉ. બુલ્હર ભૂલથી આદિ’ ના બદલે અદૈ (Addai ) વાંચે છે અને તેને પણ કોઇ ત્રીજી શાખા સમજે છે. “ આદી શાખા ” એ “ વૃધશાખા” જ પર્યાયવાચી શબ્દ છે. સંગ્રાહક
૪૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org