________________
પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨)
૨૧ દાદાની યાત્રા માટે આધાર વિના આવો કદાગ્રહ શોભે ? હિંસકયારાની જે વાત કરવામાં આવે છે તેમાં કઈ હિંસા લાગે છે ? સ્વરૂપ હિંસા, હેતુ હિંસા કે અનુબંધ હિંસા? જરા ફોડ તો પાડો. દલીલ : ગિરિરાજ શાશ્વતગિરિ છે માટે તેની ચોમાસામાં યાત્રા ન થાય. જવાબ : શાશ્વત તીર્થો, શાશ્વત જિનાલયો, શાશ્વત જિનપ્રતિમાની ચાતુર્માસમાં
યાત્રાપૂજા ન થાય તેવું કોઈ શાસ્ત્ર ફરમાવતું નથી. શાશ્વત તીર્થમાં ચાતુર્માસમાં કરેલી યાત્રા પાપ બંધાવે અને ચાતુર્માસ સિવાયના કાળમાં યાત્રા કરે તો કર્મનિર્જરા અને પુણ્યબંધ થાય એવું ક્યા શાસ્ત્રમાં જણાવ્યું છે? સામાન્ય બુદ્ધિનો ઉપયોગ થાય તોય સમજાય તેવું છે કે વરસાદ ન વરસતો હોય ત્યારે જિનાલયે જઈને જિનપૂજા કરે તોય લાભ જ છે. અને ધોધમાર વરસતા વરસાદમાં ગોઠણ સુધીના પાણીમાં થઈને જિનાલયે પુજા કરવા જાય તોય લાભ જ થાય. ક્યાંય શાસ્ત્રમાં એવું લખ્યું નથી કે ચોમાસામાં રસ્તા ઉપર કાદવ-પાણી-નિગોદ-અળસિયા વગેરે જીવોની વિરાધના થાય છે માટે ચોમાસામાં પૂજા બંધ ! ચોમાસામાં આ વિરાધના અશક્ય પરિહાર્ય છે, માટે થવાની જ. આમાં જયણા પાળતા જાય એટલો જ ઉપદેશ હોય પણ પૂજાબંધી ન ફરમાવાય. સ્થાનકવાસી હોય તો વાત અલગ છે, એને તો પૂજામાં હિંસા જ દેખાય છે માટે જિનપૂજાને પાપ માને અને નિષેધ. આપણે તો સ્વરૂપહિંસા-હતુહિંસા અને અનુબંધ હિંસાના પાઠ ભણ્યા છીએ એટલે એકલી હિંસા-હિંસાની બૂમો પાડી જિનપૂજાને વગોવીએ નહિ. જિનપૂજામાં થતી હિંસા સ્વરૂપહિંસા છે. તેમાં નુકશાન કરતા લાભ વધુ છે. જો શ્રાવક જયણા ન પાળે તો એ જિનપૂજામાં અનિવાર્યરૂપે થનારી વિરાધના હેતુહિંસા બને. માટે જયણા પાળવાનું ઠોકી ઠોકીને કહેવાય. પણ કોઈ જયણા પાળતું નથી એવી બૂમો પાડીને પૂજાબંધી ન ફરમાવાય. એ જ રીતે ચોમાસામાં ગિરિરાજ પર ચઢે તેને અનિવાર્યરૂપની હિંસા તો થવાની જ. જયણાપૂર્વક પગ મૂકવાનો ઉપદેશ જરૂર અપાય. પણ યાત્રાબંધી ન ફરમાવાય. ગિરનારજી, સમેતશિખરજી વગેરે પર્વતો પર તો ગિરિરાજ કરતા પણ વધુ જીવોત્પત્તિ ચોમાસામાં થતી હોય છે. તો ત્યાં જનારા શ્રાવકોના માથે વાસક્ષેપ નાંખીને આખી ટ્રેનને વિદાય અને આશીર્વાદ આ ગિરિરાજની ચાતુર્માસ યાત્રાની બંધી ફરમાવતા ગુરુભગવંતો જ આપે છે. અહીં હિંસકયાત્રાની યાદ તેમને તો નથી જ આવતી, કોઈ યાદ અપાવે તો ગણકારતાય નથી. આટલી સ્પષ્ટ વાત છે છતાં કેમ વિવાદ ઊભો કરવામાં આવે છે તે સમજાતું
નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org