________________
પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨) અને શ્રી હરિ સૂ.મ.ના હાથે ચોમાસામાં પ્રતિષ્ઠા થઈ એવું ખુદ ત્રિપુટી મહારાજ લખી ગયા છે. હવે જુઓ એ જાણવા જેવો લેખ ૫૫૦.
ले० ५५०, न० ५० तत्रैव गवक्षगतो लेखः ॥ (1) संवत १६२९ वर्षे आसो वदि ९ वार रखौ (2) पं० राजपालना शिप गणि ज्ञानसागर 3) नी जात्रा १०८ चेला ब्रदिसागरनी जात्रा (4) साह रायसंघ रतनसी रषि समुगणजी (5) पटुआ अमरसी साह जयवंत सोनी गणराज (5) _ _ जात्रा कीधी ते नाम सफल ।
(- શત્રુજ્યતીર્થદર્શન, ચોથો વિભાગ, પૃ. ૧૮૬) આ બધી થઈ ઇતિહાસની વાતો. આજના કોલાહલને સમર્થન આપે તેવો આ ઇતિહાસ નથી. સાથે ચાતુર્માસયાત્રાની બંધી માટેનો કોઈ ઇતિહાસ જોવામાં આવતો નથી એટલે સ્પષ્ટ છે કે ચાતુર્માસમાં શત્રુંજયગિરિરાજની યાત્રા ન થાય તેવું શાસ્ત્રમાં કે ઈતિહાસમાં નથી માટે યાત્રાનો વિરોધ અસ્થાને છે.
હવે કેટલીક દલીલો જોઈએ. દલીલ : “વર્ષાકાળે ગામતરુ કીધું' આ શ્રાવકના અતિચારમાં આવે છે માટે નક્કી
થાય છે કે ગિરિરાજની ચોમાસામાં યાત્રા ન થાય. કરે તો એ યાત્રા
હિંસકયાત્રા કહેવાય. જવાબ : આ અતિચારની પંક્તિ ફક્ત ગિરિરાજને જ લાગુ પાડવા માટે અતિચારમાં
નથી મૂકી. કોઈ પણ તીર્થમાં, તીર્થ સિવાય અન્ય ગામ-નગરમાં જવા માટેના નિષેધની આ વાત છે. આ પંક્તિને લઈને ફક્ત ગિરિરાજની યાત્રા
પર જ કેમ આક્રમણ કરવામાં આવે છે ? આ પંક્તિ મુજબ જેને ચોમાસામાં ગામની બહાર ન જવાનો નિયમ છે તેના માટે ફક્ત ગિરિરાજ જ શા માટે? કોઈ પણ તીર્થની કે ગામ-નગરના જિનાલયોની યાત્રા કરવા જવાનો નિષેધ છે જ. અને એવા નિયમવાળાને કોઈ યાત્રા કરવા માટે કહેતું પણ નથી. પરંતુ જે પાલીતાણા આવી જ ગયો છે તેને ઉપર ચઢવાનો નિષેધ શેના આધારે થાય છે? એને હિંસયાત્રા' કહીને કેમ વગોવવામાં આવે છે? આ નિષેધ કરનારા ગુરુભગવંતો પાછા પાલીતાણામાં ચોમાસુ રહ્યા હોય છે અને ગામેગામથી ભક્તો તેમને વંદન કરવા માટે બસો લઈને આવે પણ છે, એ બધાના ગુરુવંદન મલકાતા મોઢે લઈ લેવા અને ભારેખમ મોઢે દાદાની યાત્રાનો નિષેધ કરી દેવો આ શરમજનક નથી ? ગુરુવંદનમાં ગામતરે ન નડે અને દાદા પાસે જવામાં જ નડે ? હજી સુધી ‘પાલીતાણામાં મને ચોમાસામાં વંદન કરવા ન આવતા, એ ગુરુવંદન હિંસક કહેવાય? એવું યાત્રા નિષેધ કરનારા કોઈના મોઢે મેં સાંભળ્યું નથી. એ ગુરુવંદન બદલ છ8અક્રમના પ્રાયશ્ચિતની વાત તો ધીમા અવાજે પણ કોઈ ઉચ્ચારતું નથી. ભલાદમી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org