________________
પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨|
દલીલ : જો વાત આટલી સ્પષ્ટ છે તો ‘સિદ્ધગિરિ તથા શાસ્ત્રાજ્ઞાને સ્પષ્ટ કરનારી પ્રશ્નાવલી ભાગ-૧, ભાગ-૨, ચાતુર્માસમાં તીર્થયાત્રા કરવાનો સ્પષ્ટ નિષેધ, શત્રુંજય મહામર્યાદાયૈ નમ:' જેવાં પુસ્તકોમાં ચાતુર્માસ યાત્રાનો નિષેધ શા માટે છે ? કેટલા બધા શાસ્ત્રપાઠો તેમાં આપ્યા છે.
૨૨
જવાબ : અહીં જે ઇતિહાસ અને આધારો મૂક્યા છે તેની કોઈ વાત તેઓ ઉચ્ચારતા નથી. મતાગ્રહના કારણે યાત્રાનિષેધ કરે છે, તેમાં ઝનૂન છે પણ ઠોસ કોઈ આધાર નથી. હું તો ખાસ ભલામણ કરું છું કે આ વાંચ્યા પછી પેલા પુસ્તકો જરૂર વાંચો. સત્ય ક્યાં છૂપાયું છે તેની તમને ખબર પડશે. યાત્રાબંધીવાળા અમારું સાહિત્ય વાંચવાની ભલામણ કરવાની હિંમત નથી કરતા. અમારે પક્ષપાત નહિ પણ સત્ય પ્રગટ કરવાનું છે તેથી ગમે તે સાહિત્ય કોઈ વાંચતું હોય તેની અમને ચિંતા નથી. એ પુસ્તકોના મુદ્દાઓની સમીક્ષા કરવી બહું આસન છે. તેમાં જે રીતે અંગત આક્ષેપોનો મારો ચલાવ્યો છે તેમાં ઉતરવાની અમારે જરાય જરૂર પડતી નથી.
રહી શાસ્ત્રપાઠોની વાત. તેમાં લખેલ શાસ્રપાઠો ગિરિરાજની ચાતુર્માસયાત્રા માટેના નથી. સાચું કહું તો ગિરિરાજની ચાતુર્માસયાત્રાનો નિષેધ કરનારો એક પણ શાસ્ત્રપાઠ આ પુસ્તકોમાં નથી. અસંગત કે વિસંગત શાસ્ત્રપાઠોનો ગમે તેટલો ઢગલો કરી દેવામાં આવે તો પણ મૂળ વાતનો તેમાંથી કોઈ જવાબ મળતો નથી. માટે આવો ઢગલો કરનારને વિદ્વાન માનવાની ભૂલ ક્યારેય ન થાય. એ ફક્ત મુગ્ધ-અજ્ઞાનજનોને આંજવા માટે છે.
દલીલ : તળેટી પર આણંદજી કલ્યાણજી પેઢીનું બોર્ડ લાગ્યું છે કે ‘અષાઢ સુદ ૧૫ થી કારતક સુદ ૧૪ સુધી પવિત્ર ગિરિરાજની યાત્રા બંધ છે.' ૨૦૦૨૫૦ વર્ષ જૂની પેઢી આવું લખે છે પછી તો યાત્રા ન જ થાય ને ?
આવા
જવાબ : આણંદજી કલ્યાણજી પેઢી સદીઓ જૂની ભલે રહી, આ બોર્ડ તો નજીકના સમયથી લાગેલું છે. એને હજી પૂરા પચ્ચીસ વર્ષ હવે થશે. પેઢી કહે તે કોઈ સિદ્ધાંત બની જતું નથી. અને આ ગિરિરાજ પેઢીની અંગત માલિકીનો પણ નથી. સમગ્ર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની એ મૂડી છે. વિવાદાસ્પદ બોર્ડ મૂકીને પેઢીએ પોતાની તટસ્થતા ગુમાવી છે. ઘણા પ્રશ્નોમાં પેઢીનું વલણ વિશ્વસનીય નહિ, વિવાદાસ્પદ જ રહ્યું છે. આ એક વધુ મુદ્દે તેમનું વલણ વિવાદભર્યું રહ્યું છે. બધા ગચ્છો અને સમગ્ર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનું પ્રતિનિધિત્વ કરનારને આવું પક્ષપાતી વલણ અપનાવવાનો કોઈ નૈતિક અધિકાર નથી. પેઢીનું કામ આરાધનામાં અનુકૂળતા કરી આપવાનું છે. આરાધનામાં અંતરાય કરવાનું કામ પેઢીને શોભતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org