SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જ આવી શકે છે. આ માટે નીચેનો પુરાવો મદદરૂપ છે. ઈ.સ. ૧૮૬૬ની સાલમાં એટલાન્ટિક મહાસાગરમાં આયર્લેન્ડના દક્ષિણ પશ્ચિમના છેડે આવેલા વેલેન્સિયાથી ટ્રિનિટી બેન છે. આવેલા ન્યુ ફાઉન્ડલેન્ડ સુધી કેબલ નાખવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ કેબલની લંબાઈ ૧૬૬૫ નોટિકલ માઇલ હતી. વેલેન્સિયાના રેખાંશ ૧૦ ડિગ્રી ૩૦મિનિટ (પશ્ચિમ) છે અને ટ્રિનિટી બેના રેખાંશ ૫૩ ડિગ્રી ૩૦ મિનિટ (પશ્ચિમ) છે. આ બે સ્થળો વચ્ચે ૪૩ ડિગ્રી રેખાનો તફાવત હતો. જો આ સ્થળે ૪૨ ડિગ્રી એટલે ૧૬૬૫ નોટિકલ માઇલ, અથવા જમીન ઉપર ૧૯૪૨ માઇલ થતા હોય તો ૩૬૦ ડિગ્રી એટલે જમીન ઉપર ૧૬,૨૬ ૨ માઇલ થાય. અહીં ત્રિજ્યા અને પરિઘ મુજબ ગણતરી કરીએ તો વેલેન્સિયાથી પૃથ્વીના ઉત્તર કેન્દ્રબિંદુનું અંતર ૨૫૫૬ માઇલ થાય છે. વર્તમાન પૃથ્વીનો પરિઘ નક્કી કરવા માટેની બીજી સરળ રીત એટલાન્ટિક મહાસાગરના બે છેડે આવેલા ન્યુ ફાઉન્ડલેન્ડ અને વેલેન્સિયા વચ્ચે સૂર્યોદયના સમયમાં ૨ કલાક, ૫૧ મિનિટ અને ૫૬.૫ સેકન્ડનો તફાવત છે, સૂર્ય પૃથ્વી ઉપરથી પસાર થાય છે અને પોતાની મૂળ જગ્યાએ ૨૪ કલાકમાં પાછો આવે છે. જો સૂર્ય ૧૯૪૨ માઇલની મુસાફરી કરવામાં ૨ કલાક, ૫૧ મિનિટ, ૫૬.૫ સેકન્ડનો સમય લેતો હોય તો ૨૪ કલાકમાં તે કેટલી મુસાફરી કરી શકે? આ ગણતરી કરતાં જવાબ ૧૬,૨૬ ૫ માઇલ આવે છે. પ્રથમ પતિએ આપણે જે અત્તર મેળવ્યું તેમાં અને આ અંતરમાં માત્ર ત્રણ જ માઇલનો તફાવત છે. દક્ષિણ ભાગમાં ન્યૂ ઝીલેન્ડમાં આવેલા ઓકલેન્ડથી ઓસ્ટ્રેલિયામાં આવેલા સિડનીનું અંતર ૧૫૩૪ માઇલ આવેલું છે. હવે ઓકલેન્ડના અક્ષાંશ ૩૬ ડિગ્રી અને રેખાંશ ૧૭૪ ડિગ્રી છે, જ્યારે સિડનીના અાંશ ૩૩ ડિગ્રી અને રેખાંશ ૧૫૧ ડિગ્રી છે. ઓકલેન્ડ અને સિડની વચ્ચે ૨૩ રેખાંશનો ફરક છે. જો ૨૩ રેખાંશ મુજબ ૧૫૩૪ માઇલનું અંતર થતું હોય તો ૩૬૦ રેખાંશ મુજબ ૨૩,૪૦૦ માઇલનું અંતર થવું જોઈએ. આ ઉપરથી એવું તારણ કાઢી શકાય કે ઓકલેન્ડ, સિડની અને કેપ ઓફ ગુડ હોપ(આફ્રિકા)ના અલાંશ ઉપર પૃથ્વીનો પરિઘ ૨૩,૪૦૦ માઇલ છે. આ ઉપરથી ગણિત કરી શકાય કે પૃથ્વીના ઉત્તર કેન્દ્રબિંદુથી આ સ્થળોનું અંતર ૩૭૨૦ માઇલ છે. આ પદ્ધતિએ ગણતરી કરતાં સિડની અને કૈપ ઓફ ગુડ હોપ વચ્ચે ૮ ૬૦૦ માઇલનું અંતર છે. Jain Education International ઉપર જે ગણતરીઓ કરવામાં આવી છે તે ખલાસીઓના વ્યાવહારિક અનુભવ સાથે પણ એકદમ સામ્ય ધરાવે છે. દક્ષિણ પ્રદેશમાં સમુદ્રની મુસાફરી કરતી સ્ટીમરોના કેપ્ટનો કહે છે કે કેપ ટાઉનથી ઓસ્ટ્રેલિયાના પોર્ટ જેક્સનનું અંતર ૯૦૦૦ માઇલથી ઓછું નથી અને પોર્ટ જેક્સનથી કેપ હોર્નનું અંતર ૯૫૦૦ માઇલ જેટલું છે. આ ઉપરથી ખ્યાલ આવે છે કે આફ્રિકા ખંડમાં દક્ષિણ છેડે આવેલા કેપ ઓફ ગુડ હોપ નજીક પૃથ્વીનો પરિધ ૨૩,૪૦૦ માઇ જેટલો છે. આ રીતે સિડની, ઓકલેન્ડ અથવા કેપ ઓફ ગુડ હોપનું પૃથ્વીના ઉત્તર કેન્દ્ર બિંદુથી અંતર ૩૭૨૦ માઇલ જેટલું છે. વળી ઉત્તર કેન્દ્રબિંદુથી આયર્લૅન્ડના વેલેન્સિયાનું અંતર ૨૫૫૬ માઇલ છે અને વેલેન્સિયાથી કેપ ટાઉનનું સીધું અંતર ૧૧૬૪ માઇલ છે. ઉપરાંતમાં કેપ ટાઉનથી સિડનીનું અંતર ૮ ૬૦૦ માઇલ છે. આપણે જોયું કે ઓકલેન્ડથી સિડની થઈને કેપ ઓફ ગુડ હોપ સુધી પૃથ્વીના વર્તુળાકાર ભાગની લંબાઈ ૭૪૪૦ માત જેટલી છે. હવે સવાલ એ થાય છે કે તેમાંની કોઈ પણ જગ્યાએથી દિક્ષણના મહાસમુદ્રની ફો આવેલો બરફનો છો કેટલા અંતરે છે? જોકે કેપ હોર્નથી જરાક દક્ષિણે જતાં જ બરફના ટાપુઓ અને હિમશિલાઓ જોવા મળે છે; તો પણ જેને નક્કર બરફના પહાડો કહી રાકાય તેઓ તો દક્ષિણમાં ૭૮ ડિગ્રી અમારા પછી જ જોવા મળે છે. સિડનીના પોર્ટ ફિલિપથી આ સ્થળ સુધી સીધા પહોંચતા કોઈ પણ સ્ટીમરને આશરે નવ દિવસ લાગે છે. આ સ્ટીમર એક દિવસમાં ૧૫૦ માઇલ અંતર કાપતી હોવાથી બરફની દીવાલો સિડનીથી ૧૫૦૦ માઇલ દક્ષિણે આવેલી છે, એમ કહી શકાય. અગાઉના ગણતરીમાં આ લંબાઈ ઉમેરતાં ઉત્તર કેન્દ્રબિંદુથી આ બરફના પહાડોનું અંતર ૫૨ ૨૪ માઇલ હોવું જોઈએ. જ જ વર્તમાન પૃથ્વીની લંબાઈ અને પહોળાઈ માપવા માટે આપણે અક્ષાંશ અને રેખાંશની મદદ લઈ શકીએ નહીં; કારણ કે અક્ષાંશ અને રેખાંશની ગણતરી પૃથ્વીને દડા જેવી ગોળ માનીને કરવામાં આવે છે. જો વર્તમાન વિશ્વની સાચી લંબાઈ-પહોળાઈ જાણવી હોય તો આપણે જીણીનાં અંતરોને આધારે જ તેનો નિર્ણય કરવો જોઈએ. ઉપરની સાચી ગણતરીઓ ઉપરથી આપણે કહી શકીએ કે પૃથ્વીના ઉત્તર બિંદુથી દક્ષિણ બિંદુ વચ્ચેનું અંતર ૫૨૨૪ માઇલ છે. આ રીતે પૃથ્વીના એક દક્ષિણ બિંદુથી શરૂ કરી ઉત્તર બિંદુ અને ત્યાંથી સામે છેડે આવેલા દક્ષિણ હિંદુનું અંતર આશરે ૧૦,૪૦૦ માઇલ થાય છે. આ આપણી વર્તમાન દુનિયાનું ઉત્તરદક્ષિણ અંતર છે. તેવી જ રીતે પૂર્વ-પશ્ચિમ અંતર આશરે ૨ ૩,૪૦૦ માલ છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન + ૭૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy