SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન પૃથ્વીની લંબાઈ-પહોળાઈ કેટલી છે? ડો. પેરેલક્ષે પોતાના પુસ્તકમાં પોતાની માન્યતા મુજબના વર્તમાન વિશ્વનું વર્ણન કર્યું છે. આ વર્ણનના આધારે ડો. પેરેલક્ષ એવા તારણ ઉપર આવ્યા હતા કે પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ થાળી જેવી સપાટ, ગોળ અને સ્થિર છે. ડો. પેરેલક્ષ કહે છે કે આપણે પૃથ્વીના કોઈ પણ ભાગમાંથી, સમુદ્ર કે જમીન માર્ગે, ઉત્તર દિશા તરફ પ્રવાસ કરીએ તો આપણે બરફાચ્છાદિત એક જ પ્રદેશમાં આવીએ છીએ. આ સ્થળે ધ્રુવનો તારો બરાબર આપણા માથા ઉપર હોય છે. ડો. પેરેલક્ષના મતે આ પ્રદેશ જ આપણી વર્તમાન સપાટ દુનિયાનું કેન્દ્રબિંદુ છે. ડો. પેરેલક્ષના મતે આ કેન્દ્રબિંદુની આજુબાજુ આશરે એક હજાર માઇલનો વ્યાસ ધરાવતો મહાસાગર હિલોળા લઈ રહ્યો છે . આ કેન્દ્રબિંદુ ની આજુબાજુ ઊંચી બરફની દીવાલો છે, જેની પહોળાઈ ૮૦થી ૧૦૦ માઇલ જેટલી છે. ઉત્તર દિશામાં આવેલા આ કેન્દ્રબિંદુની દક્ષિણમાં ચારે બાજુએ આપણું વર્તમાન દૃશ્યમાન વિશ્વ પથરાયેલું છે. Jain Education International ડી એસ ડી ડબલ્યુ એલ આપણે જો વર્તમાન વિશ્વના કેન્દ્રમાં આવેલા ઉત્તર બિંદુથી ઊંધી દિશામાં સતત મુસાફરી કરીશું તો આપણે બીજા એક બરફાચ્છાદિત પ્રદેશમાં આવી પહોંચશે. જો આપણે ઉત્તર બિંદુ તરફ સતત પીઠ કરીને મુસાફરી કરીશું તો કોઈ પણ રેખાંશ ઉપરથી આપણે બર્ફીલા વિસ્તારમાં જ પહોંચીશું. આ પ્રદેશમાં આપણે પૂર્વ કે પશ્ચિમ દિશામાં મુસાફરી કરીએ તો પણ અલ એલ ડબલ્યુ આઈ આ બરફની દીવાલો આપણને આગળ જતાં અટકાવશે. દક્ષિણના આ પ્રદેશની લંબાઈ અને પહોળાઈ કેટલી છે, તેનો આપણને કોઈ અંદાજ નથી, એમ ડો. પેરેલક્ષ કહે છે. વર્તમાનમાં જેટલું વિશ્વ આપણી જાણમાં છે તેની રજૂઆત નીચેની આકૃતિમાં કરવામાં આવી છે. ડબલ્યુ એન એલ આઈ એન~ એલ એલ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૭૦ For Private & Personal Use Only ડબલ્યુ ડી કેટલી લાંબી છે, તે ક્યાં પૂરી થાય છે અને તેની આગળ શું છે તેના જવાબો વર્તમાનમાં માનવજાત પાસે નથી, એમ ડો. પેરેલક્ષ કહે છે. આ બરફની દીવાલો પછીની દુનિયા આપણે જોઈ શકતા નથી. પૃથ્વીની ઉત્તરમાં આવેલા કેન્દ્રબિંદુથી દક્ષિણમાં આવેલા બરફના મહાસાગર વચ્ચે પૃથ્વીનું ખરેખરું કદ કેટલું છે, તેનો આપણને અડસટ્ટે ખ્યાલ ડી આ આકૃતિમાં ‘એન’ ઉત્તરનો ખુલ્લો સમુદ્ર છે, ‘આઇ-આઇ’ બરફની વર્તુળાકાર દીવાલ છે, ‘એલ-એલએલ’ દક્ષિણ તરફ જતા જમીનના ટુકડાઓ છે. ‘ડબલ્યુ-ડબલ્યુ-ડબલ્યુ’ આ જમીનની ફરતે આવેલા મહાસાગરો છે, ‘ એ સ – એ સ – એ સ' દક્ષિણમાં આવેલી બરફની સરહદો છે અને ‘ડી-ડી-ડી' બહારનો અંધારિયો પ્રદેશ છે, જેની આપણને જાણ નથી. એસ દક્ષિણ મા આવેલી બરફની દીવાલો www.jaine||brary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy