SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીને દડા જેવી ગોળ દર્શાવવા માટે આપવામાં આવતી સાબિતીઓનું વિશ્લેષણ ‘પૃથ્વી દડા જેવી ગોળ છે' એ માત્ર એક ધારણા છે. કોપરનિક્સ જેવા કેટલાક ખગોળશાસ્ત્રીઓએ કેટલીક અવકાશી ઘટનાઓને સમજાવવા માટે આ થિયરી વહેતી કરી હતી પણ આ થિયરીને ક્યારેય વૈજ્ઞાનિક પદ્ધતિએ સાબિત કરવામાં આવી નથી. કોપરનિક્સને માનનારા ખગોળશાસ્ત્રીઓ હંમેશાં એવી ભાષા બોલતા આવ્યા છે કે “આ ઘટના પૃથ્વી ગોળ હોય તો જ બની શકેને?’’ ન આજના વિજ્ઞાનીઓ દ્વારા ‘પૃથ્વી દડા જેવી ગોળ છે’ એ થિયરી પુરવાર કરવા માટે જે ઉદાહરણો આપવામાં આવે છે તે ઘટનાઓ પૃથ્વી દડા જેવી ગોળ ન માનીએ તો પણ પુરવાર થઈ શકે છે. કોઈ સ્ટીમર દરિયાકિનારેથી દૂર જઈ રહી હોય ત્યારે પ્રથમ તેનો નીચેનો ભાગ અને છેલ્લે ટોચનો ભાગ અદૃશ્ય થાય છે એ ઘટનાને પૃથ્વીને દડા જેવી ગોળ કલ્પી લીધા વિના પણ વૈજ્ઞાનિક રીતે સમજાવી શકાય તેમ છે. આ ઘટનાને સમજવા માટે તેની પાછળ જે અલગ વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરી રહ્યો છે તેને સર્વ પ્રથમ સમજવો જોઈએ. દૃષ્ટિસાપેક્ષતા (લો ઓફ પરસ્પેક્ટિવ)નો સિદ્ધાંત : જ્યારે કોઈ પણ વસ્તુ અથવા તેના કોઈ ભાગને આંખથી એટલી દૂર લઈ જવામાં આવે કે તેના વ્યાસ (ડાયામીટર) વડે આંખ સાથે એક ડિગ્રીના ૬૦મા ભાગ કરતાં પણ ઓછો ખૂણો બનાવવામાં આવે ત્યારે આ વસ્તુ અથવા તેનો ભાગ દેખાતો બંધ થઈ જાય છે. આ સિદ્ધાંતની સમજૂતી એવી છે કે આંખની નજીક આવેલી વસ્તુ વધુમાં વધુ ૧૧૦ ડિગ્રીનો ખૂણો બનાવે ત્યાં સુધી જ આંખ તેને જોઈ શકે છે. વધુ નજીક આવતી વસ્તુ ૧૧૦ ડિગ્રી કરતાં વધુ ખૂણો બનાવે તો આંખ તેને જોઈ શકતી નથી. તેવી રીતે દૂર પહોંચેલી અથવા રહેલી વસ્તુ આંખ સાથે ૧ ડિગ્રીના ૬૦મા ભાગ જેટલો અથવા એક મિનિટનો ખૂણો બનાવે ત્યાં સુધી જ આંખ તેને નિહાળી શકે છે. તેથી ઓછો ખૂણો બનાવતી વસ્તુને આંખ જોઈ શકતી નથી. આ ગણતરીએ એક ઇંચનો વ્યાસ ધરાવતી કોઈ ચીજને Jain Education International આંખથી ૩૦૦૦ ઇંચ અથવા ૨૫૦ ફૂટ દૂર લઈ જવામાં આવે ત્યાં સુધી જ આંખ તેને જોઈ શકે છે. ત્યાર બાદ આ વસ્તુ દેખાતી બંધ થઈ જાય છે. દરિયાના કિનારેથી દૂર જતી સ્ટીમરમાં આ દૃષ્ટિસાપેક્ષતાનો સિદ્ધાંત કામ કરે છે. આ સિદ્ધાંત ઉપરથી ફલિત થાય છે કેઃ (૧) કોઈ ચીજ જેટલી મોટી હોય એટલા પ્રમાણમાં તેને વધુ દૂર લઈ જવામાં આવે ત્યારે તે આંખ વડે દેખાતી બંધ થઈ જાય છે. (૨) કોઈ પણ બે ચીજો અથવા એક જ ચીજના બે ભાગો વચ્ચે જેમ અંતર વધુ હોય તેમ તેમને એક જ બિંદુએ મળતા દેખાવા માટે વધુ દૂર સુધી લઈ જવા પડે છે. (૩) કોઈ પણ વસ્તુ દૃષ્ટિથી દૂર જઈ રહી હોય ત્યારે તેનો જે વિલક્ષણ ભાગ હોય છે તે આખી વસ્તુ અથવા તેના કોઈ વધુ મોટા ભાગ કરતાં પહેલાં અદૃશ્ય થઈ જાય છે. આ ત્રણ પૈકી પ્રથમ બે અવલોકનો સ્વયંસિદ્ધ છે, જ્યારે ત્રીજા નિયમની સાબિતી માટે નીચેની આકૃતિનો ઉપયોગ કરી શકાયઃ બી જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૪૨ સી અહીં ‘એ’ એક ફૂટનો વ્યાસ ધરાવતું એક કાર્ડબોર્ડ છે, જેમાં મધ્યબિંદુમાં એક ઇંચ વ્યાસનું વર્તુળ છોડીને કાળો રંગ કરવામાં આવ્યો છે. આ કાર્ડબોર્ડને જ્યારે અવલોકન કરનારથી આશરે ૧૦૦ ફૂટ દૂર લઈ જવામાં આવશે ત્યારે ‘બી’માં દર્શાવ્યા મુજબ મધ્યનું સફેદ વર્તુળ નાનું થઈ ગયેલું જણાશે. હવે આ કાર્ડબોર્ડને વધુ દૂર લઈ જવામાં આવશે ત્યારે ‘સી’માં દર્શાવ્યા મુજબ મધ્યનું સફેદ વર્તુળ દેખાતું જ બંધ થઈ જશે. આવી જ રીતે કાર્ડબોર્ડમાં નીચે એક ઇંચ ઊંચાઈવાળો ભાગ સફેદ રાખવામાં આવશે ત્યારે નીચેના ભાગ ‘એ-બી-સી’માં દર્શાવ્યા મુજબ અદશ્ય થઈ જશે. www.jaine||brary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy