SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ B બદલે ગોળા ઉપર દોરવામાં આવેલી બે સમાંતર રેખાઓ ઉપર પ્રવાસ કરી રહ્યા છે. આ બે રેખાઓ સમાંતર હોવા છતાં અલગ અલગ સમતલમાં હોવાને કારણે મળી જાય છે અને કોઈ પ્રકારના આકર્ષણબળ વિના બે પદાર્થો એકબીજા સાથે મળી જાય છે. આઇન્સ્ટાઇન કહે છે કે બે પદાર્થો વચ્ચે આકર્ષણબળ નથી પણ સ્થળ-કાળની પરિસ્થિતિને કારણે તેઓ એકબીજાની નજીક આવી જાય છે. આ આઇન્સ્ટાઇનની થિયરી મુજબ અવકાશમાં ગુરુત્વાકર્ષણ જેવું કોઈ બળ જ નથી. તેને બદલે સ્થળ-કાળમાં થતાં સ્ખલનને કારણે પદાર્થો એકબીજાની નજીક આવે છે. આ મુજબ કોઈ મોટા ગોળાની નજીક રહેલા નાના ગોળાઓ સ્થળ-કાળના સ્ખલનને કારણે મોટા ગોળા ઉપર પડે છે અને તેની આજુબાજુ પ્રદક્ષિણા કરવા લાગે છે. અવકાશમાં રહેલા પ્રત્યેક પદાર્થ ઉપર સ્થળ(સ્પેસ) અને કાળ(ટાઇમ)ની અસર થતી હોય છે, જેને કારણે તેઓ નિશ્ચિત પ્રકારની ગતિ કરતા હોય છે. આ ગતિ પાછળ ગુરુત્વાકર્ષણ બળ જેવું કોઈ બળ કામ કરતું નથી, એમ આઇન્સ્ટાઇન કહે છે. કારણે આઇન્સ્ટાઇને જે શોધ કરી તે ન્યુટનની થિયરીથી એકદમ ભિન્ન છે. આઇન્સ્ટાઇનની આ શોધને કારણે અવકારામાં ગુરુત્વાકર્ષણનાં મોજાં, બ્લેક હોલ વગેરે કલ્પનાઓનો જન્મ થયો. ન્યુટનની ગુરુત્વાકર્ષણની થિયરી મુજબ શુક્રનો તારો સૂર્યની આજુબાજુ લંબગોળ આકારના પ્રદક્ષિણાપથમાં ફરે છે. આ લંબગોળનાં બે મધ્યબિંદુ હોય છે અને સૂર્ય બે પૈકી એક મધ્યબિંદુએ ગોઠવાયેલો હોય છે. આઇન્સ્ટાઇનની થિયરી મુજબ શુકનો ગ્રહ સૂર્યની આજુબાજુ એક જ લંબગોળ ભ્રમણકક્ષામાં નથી ફરતો પણ તેની દરેક ભ્રમણકક્ષા અગાઉની ભ્રમણકક્ષા કરતાં જરાક દૂર હોય છે. આ આ ભ્રમણકક્ષા કાચબા છાપ મચ્છર અગરબત્તીના આકારની હોય Jain Education International છે. શુક્રનો ગ્રહ અમુક ચોક્કસ સમય સુધી ભ્રમણકક્ષામાં બહારની બાજુ ખસ્યા કરે છે અને ચોક્કસ સમય સુધી અંદરની બાજુ ખસ્યા કરે છે. આ ચક્ર નિરંતર ચાલ્યા જ કરે છે. જ્યારે એક કરતાં વધુ ગ્રહો સૂર્યની આજુબાજુ ફરતા હોય ત્યારે એકબીજાની અસરને કારણે તેમની ભ્રમણકક્ષામાં જરાક ફરક આવે છે, એમ આઇન્સ્ટાઇન કહે છે. ગોળાકાર સપાટી ઉપર પ્રકાશ સીધી લીટીમાં ગતિ નથી કરતો અત્યાર સુધી વિજ્ઞાનીઓ એમ માનતા હતા કે પ્રકાશ સીધી લીટીમાં જ ગતિ કરે છે. આઇન્સ્ટાઇને શોધી કાઢ્યું કે જે રીતે ગોળા ઉપર દોરવામાં આવેલી બે સમાંતર રેખાઓ ઉપર મુસાફરી કરતા પદાર્થો સ્થળ અને કાળના સ્ખલનને કારણે નજીક આવી જાય છે તેવી જ રીતે ગોળાકાર સપાટી ઉપર મુસાફરી કરતાં પ્રકાશનાં કિરણો પણ પોતાના માર્ગથી વિચલિત થઈ જાય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ એ છે કે પ્રકાશના માર્ગમાં જો ફુટબોલનો દડો રાખવામાં આવ્યો હોય તો પ્રકાશનાં કિરણો દડા તરફ વળે છે, જેને કારણે દીવાલ ઉપર દડાનો પડછાયો પડતો નથી અથવા ઝાંખો પડે છે. આજના વિજ્ઞાનીઓ કહે છે કે ચંદ્રનો પડછાયો પૃથ્વી ઉપર પડવાથી સૂર્યગ્રહણ થાય છે. હવે ચંદ્ર ગોળા જેવો હોવાથી સૂર્યનાં કિરણો તેની આજુબાજુ વાંકા વળીને પૃથ્વી ઉપર પહોંચે તો પૃથ્વી ઉપર પડછાયો પડે જ નહીં. મહાન વિજ્ઞાની ગણાતા આઈઝેક ન્યૂટને જ્યારે પહેલી વખત ગુરૂત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો ત્યારે વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. ગુરૂત્વાકર્ષણની શોધને વિશ્વના એક મહાન વૈજ્ઞાનિક આવિષ્કાર તરીકે નવાજવામાં આવી હતી. લગભગ આ સમયે જ પૃથ્વી દડા જેવી ગોળ છે અને તે પોતાની ધરીની તેમ જ સૂર્યની આજુબાજુ ફરે છે, એવી થિયરી પણ પ્રચલિત બની રહી હતી. આ વિચિત્ર જણાતી પ્રક્રિયા સમજાવવા માટે ન્યૂટનના ગતિના જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy